________________
૧૮૮
ઉપદેશપદ : ભાગ-૧ હવે મંત્રીએ વિકાલે પોતાના વિશ્વાસુ માણસને આદેશ કર્યો કે ગંગા નદીમાં છુપાઇને તારે રહેવું. વરરુચિ પાણીમાં કંઈ પણ મૂકે તે લઈને તારે હે ભદ્ર ! મારી પાસે લાવવું. માણસ જઈને વરચિએ પાણીમાં મૂકેલી દ્રમની પોટલી લઈ આવ્યો. સવારે નંદ મંત્રીની સાથે ગયો. ગંગાના પાણીમાં રહીને સ્તુતિ કરતા વરરુચિને જોયો. સ્તુતિ પછી તેણે હાથ અને પગથી લાંબા સમય સુધી પણ યંત્રને ચલાવ્યું. એટલામાં યંત્રમાંથી કંઈ નીકળતું નથી તેટલામાં વરરુચિ અત્યંત લજ્જાને પામ્યો. શકડાલે રાજાને દ્રમની પોટલી બતાવી અને રાજાએ તેની હાંસી કરી. પછી તે મંત્રીની ઉપર ગુસ્સે થયો અને તેના છિદ્રો શોધવા લાગ્યો. (૨૫)
અને કોઇક વખત શ્રીયકના વિવાહ કરવાની ઇચ્છાવાળો શકડાલ રાજાને ભેટ આપવા યોગ્ય વિવિધ શસ્ત્રો ગુપ્તપણે કરાવે છે અને આ હકીકત મંત્રીની દાસીએ વરરુચિને જણાવી. પછી જેને છિદ્ર મળી ગયું છે એવા વરરુચિએ છોકરાઓને લાડુ આપીને ત્રણ કે ચાર રસ્તાના ચોકના સ્થાનો ઉપર આ પ્રમાણે બોલ્યું– ૩ નો ૩ રવિવારૂનં સાડાતુ રેફસંકુરાર માવિધુ સિરિય વેલફ | શકડાલ જે કાર્ય કરે છે તેને આ લોક જાણતો નથી. નંદ રાજાને મરાવીને શ્રીયકને રાજય ઉપર સ્થાપશે. રાજાએ આ વચનને સાંભળી ચર પુરુષો મારફત મંત્રીના ઘરની તપાસ કરાવી. ઘડાવાતા ઘણાં શસ્ત્રોને જોઇને ચરપુરુષોએ રાજાને જણાવ્યું. રાજા ક્રોધે ભરાયો અને સેવા માટે આવેલા, પગમાં પડેલા મંત્રીની પરામુખ થયો.
રાજા ગુસ્સે થયો છે એમ જાણી શકપાલ ઘરે જઈને શ્રીયકને કહે છે કે, હે પુત્ર ! જો હું નહીં મરું તો રાજા બધાને મારશે. તેથી હે વત્સ ! જ્યારે હું રાજાના પગમાં પડું ત્યારે તું મને મારજે. આ સાંભળી શ્રીયકે કાન આડા હાથ કર્યા. શકપાલે કહ્યું કે પૂર્વે હું તાલપુટ વિષનું ભક્ષણ કરીશ. રાજાના પગમાં પડતી વખતે તું નિઃશંક મારજે. સર્વ વિનાશની આશંકાથી શ્રીયકે સ્વીકાર્યું. તે જ પ્રમાણે પગમાં પડતા શકાલનું માથું કાપે છે. હા હા અહો ! આ અકાર્ય છે એમ બોલતો નંદરાજા ઊભો થયો. શ્રીયકે કહ્યું: હે દેવ! વ્યાકુલતાથી સર્યું. જે તમને પ્રતિકૂળ થાય તેવા પિતાનું મારે કોઈ કામ નથી. પછી રાજાએ કહ્યું: તું મંત્રી પદનો સ્વીકાર કર. તેણે કહ્યું કે સ્થૂલભદ્ર મારો મોટો ભાઈ છે, જે બાર વરસ થયા કોશના ઘરે રહે છે. રાજાએ તેને બોલાવી કહ્યું કે તું મંત્રીપદને ભજ. (સ્વીકાર કર.) તેણે કહ્યું વિચારીને કહીશ. તે વખતે રાજાએ વિચારવા મોકલ્યો. બાજુના અશોક વનમાં તે ચિંતવવા લાગ્યો. પર કાર્યમાં પ્રવૃત્ત થયેલાઓને ભોગો કેવા અને સુખ શું? ભોગોથી અવશ્ય નરકમાં જવાનું છે તેથી ભોગોથી સર્યું. આમ વિચારીને વૈરાગ્ય પામેલો, સંસારથી વિરક્ત ચિત્તવાળો સ્વયં પંચમુષ્ટિ લોચ કરી મુનિવેષ ધારણ કરી, રાજાની પાસે જઈને કહે છે કે હે રાજન્ ! મેં આ વિચાર્યું છે. રાજા વડે પ્રશંસા કરાયેલો ઘરમાંથી નીકળેલો તે મહાત્મા ગણિકાને ઘરે જશે એટલે રાજાએ