________________
૧૮૬
ઉપદેશપદ : ભાગ-૧ 'हत्थिवीमंस' त्ति-हस्तिनि क्षीणायुषि पुच्छैकवालोत्पाटनं कृत्वा तस्मिन्नियोजनेन विमर्शः कृत । लग्नं च तद्विषं क्रमेण हस्तिनमभिभवितुम् । मन्त्रिणा चोक्तम्'प्रतिपक्षोऽगद' एतस्य निवर्त्तकमौषधं किं किंचिदस्ति न वा ?' इति । अस्ति चेत् प्रयुक्ष्व । प्रयुक्तं च । ततो यावद्विषेणाभिभूयते तावत् पश्चात्प्रयुक्तेनौषधेन प्रगुणीक्रियते। एवं दृष्टे विषसामर्थ्य पश्चान्मन्त्रिणा प्रयुक्तिस्तु प्रयोगः पुनापारणलक्षणः कृतः । अत्र च वैनयिकी बुद्धिर्यन्मन्त्रिणा दृष्टसामर्थ्यं विषं व्यापारितमिति ॥११६॥
ગાથાર્થ- અગદ, વિષકર, યવમાત્ર, વૈદ્ય, શતવેધ, હાથી ઉપર પ્રયોગ, મંત્રીએ પ્રતિપક્ષ અગદ જોયે છતે પ્રયોગ કર્યો. (૧૬)
અગદ એ પ્રમાણે દ્વાર પરામર્શ છે. પોતાના નગરને ઘેરો ઘાલવા દુશ્મન સૈન્ય સ્વદેશમાં આવ્યું છે એમ સાંભળીને તેનો નિગ્રહ કરવા બીજો કોઈ ઉપાય નહીં જોતા તેના આવવાના માર્ગમાના જળાશયો વિષથી ભાવિત કરવાની ઈચ્છાવાળા કોઈક રાજાએ આખા નગરમાં વિષ કર નાખ્યો. જેમકે– બધાએ પણ મારા ભાંડાગારમાં પાંચ પલ પ્રમાણ વિષ આપવું. કોઈક વૈદ્ય જવના દાણા જેટલું વિષ લઈ આવ્યો. રાજા ગુસ્સે થયો. મેં મારી આજ્ઞાનો ભંગ કેમ કર્યો ? તે કહે છે કે હે દેવ ! તે ઘણું અલ્પ હોવા છતાં પોતાથી સો ગણું અસરકારક છે. આ ઉપલક્ષણ છે. બીજી વસ્તુ આનાથી હજારાદિગણી વધારે હોય તે પણ પોતા રૂપે પરિણમાવાની શક્તિની અસરવાળું છે. મરવાની અણી ઉપર રહેલા હાથીના પૂંછડાના એક વાળને ખેંચીને એ વાળ ઉપર વિષ લઈ હાથીમાં સંક્રમણ કરીને પરીક્ષા કરી. તેટલું ઝેર ક્રમથી હાથીનો પરાભવ કરવા લાગ્યું અને મંત્રીએ પુછ્યું: આ ઝેરને ઉતારનારું બીજું કોઈ પ્રતિપક્ષ ઔષધ છે કે નહીં ? જો છે તો તેનો પ્રયોગ કર. અને વૈધે પ્રયોગ કર્યો. જેટલા ઝેરથી હાથી પરાભવ કરાયો તેટલા પ્રમાણવાળા પ્રતિપક્ષ ઔષધથી સાજો કરાયો.
આ પ્રમાણે વિષનું સામર્થ્ય જાણ્યા પછી મંત્રીએ ઝેરનો પ્રયોગ કર્યો. વિષનું સામર્થ્ય જાણ્યા પછી વિષનો પ્રયોગ કર્યો તે મંત્રીની વૈનાયિકી બુદ્ધિ છે.
गणिया रहिए एकं, सुकोस सड्ढित्ति थूलभद्दगुणे । रहिएण अंबलुंबी, सिद्धत्थगरासिदुक्करया ॥११७॥
अथ गाथाक्षरार्थ:-गणिका तथा रथिक उक्तरूपः, एकं ज्ञातं न पुनढे । 'सुकोससड्ढि' त्ति-प्रागेव या कोशानामतयोक्ता, श्राद्धा जिनशासनातिरूढातिशयश्रद्धाना इति अस्माद्धेतोः स्थूलभद्रगुणान्निरन्तरं प्रशंसन्तीं तां दृष्ट्वा रथिकेन तदाक्षेपार्थं आम्रलुम्बी प्रागुक्तप्रकारेण छिन्ना । तया च 'सिद्धत्थगरासित्ति सिद्धार्थकराशिस्थितसूच्यग्रेषु नाट्यमादर्शितम्, भणितं च शिक्षितस्य का दुष्करतेति ॥११७॥