________________
૧૯૦
ઉપદેશપદ : ભાગ-૧ વસતિ માગી રહ્યો. ચોમાસું શરૂ થયું. શૃંગાર કરેલી કે શૃંગાર વિનાની જ અતિ સ્વરૂપવાન શરીરવાળી તે ભદ્રિક ધર્મ સાંભળે છે. અતિદઢ ભાવથી રહિત, સ્કુરાયમાન થયું છે કામનું બાણ જેને એવો તે તેને જોતા અગ્નિની પાસે રહેલા મીણના ગોળાની જેમ પીગળ્યો (ચલાયમાન થયો). અતિ ઉત્પન્ન થઇ છે કામાસક્તિ જેને એવો તે લજ્જા છોડી ભોગને માગવા લાગ્યો. નિપુણમતિ કોશાએ કહ્યું કે અમને તું શું આપીશ ? તે કહે છે કે હું નિગ્રંથ છું તેથી મારી પાસે કાંઈ ધન નથી તો પણ તે ભદ્ર ! તું શું ઇચ્છે છે તે કહે. કોશા- હું એક લાખને ઇચ્છું છું. મુનિએ તે સ્વીકાર્યું. નેપાલ દેશનો રાજા અપૂર્વ (નવા) સાધુને લાખ મૂલ્યવાળું કંબલરત આપે છે, સાધુએ ત્યાં જઈ કંબલરત મેળવ્યું. મોટા વાંસની અંદર છૂપાવીને છિદ્રને સ્થગિત કર્યું જેથી કોઈપણ તેને ન જાણી શકે. નગ્ન પ્રાયઃ જેટલામાં એકલો વિશ્રામ કર્યા વિના આવે છે તેટલામાં કોઈક પ્રદેશમાં પક્ષી બોલે છે કે અહીં આ લાખ આવે છે. આ પક્ષીના અવાજનો વિકાર ચોરપતિને કહેવાયો. એટલામાં નજર કરે છે તેટલામાં એકલા જ શ્રમણને આવતો જુએ છે. પક્ષીના અવાજને અવગણીને જેટલામાં પલ્લિપતિ રહે છે તેટલામાં પક્ષી ફરી પણ બોલે છે કે તારી પાસે જે નજીકમાં આવી ગયો છે તેના હાથમાં એક લાખ છે. જેને કૌતુક ઉત્પન્ન થયું છે એવા ચૌરાધિપે જઈને પુછ્યું કે જો અહીં કોઈ રહસ્ય હોય તો તું ભય રહિત કહે. વાંસની અંદર કંબલરત્ન છે એમ કહ્યું. પછી ચૌરપતિ વડે મુકાયેલો ગણિકાની પાસે આવીને રત્નકંબલ સમર્પણ કરે છે તેટલામાં તેણે તેની દેખતા તત્પણ ઘરની ખાળમાં નાખી દીધું. પછી તે કહે છે કે તેં આ કંબલરત્ન મલીન કેમ કર્યું ? હે મહાત્મન્ ! તમે મૂર્ખ છો. જે આ રત્નકંબલનો શોક કરો છો, મારું સ્મરણ કરી આનાથી પણ ઉત્તમ રત્ન સમાન પોતાના આત્માનો શોક કરતા નથી. કોશા વડે પ્રેરણા કરાયેલો આ ભોગથી અતિ વિમુખ થયેલો પાછો ફર્યો. ઇચ્છામો અણસર્ટેિ “હું હિતશિક્ષાને ઇચ્છું છું” એમ કહી ગુરુની પાસે ગયો. સ્થૂલભદ્રમુનિ અતિદુષ્કર-દુષ્કર કારક છે. જેણે ચિરપરિચિત અશ્રાવિકાને સમ્યક્ શ્રાવિકા કરી. જયારે તે નિર્દોષ વ્રતધારી ઉપકોશાની માગણી કરી એમ ગુરુએ ઠપકો આપ્યો. તેણે ચિત્તશુદ્ધિ કરનાર પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કર્યો. (૭૮)
ક્યારેક ખુશ થયેલા નંદ રાજાએ પોતાના રથિકને કોશા વેશ્યા આપી. પણ તે હંમેશા સ્થૂલભદ્રમુનિની પ્રશંસા કરે છે. જેમકે- મારાથી તલના ફોતરાના ત્રીજા ભાગ જેટલો પણ ક્ષોભ ન પામ્યો. જિતાયો છે કામનો પ્રસર જેના વડે એવો સ્થૂલભદ્ર સિવાય બીજા કોણ છે કે જે તેવા પ્રકારના સ્ત્રી પરિષહને જીતી શકે ? આ લોકમાં આશ્ચર્ય કરનારા ઘણા લોકો છે પરંતુ સ્થૂલભદ્ર સમાન થયા નથી અને ક્યારેય થશે પણ નહીં. એ પ્રમાણે સ્થૂલભદ્રના ગુણ ગૌરવથી આકર્ષિત થયું છે મન જેનું એવી કોશા તેની (રથિકની) સ્થૂલભદ્રની જેમ સેવા કરતી નથી. કોઈક વખત પોતાનું સૌભાગ્ય દેખાડવા તથા પોતાના વિજ્ઞાનનું કૌશલ્ય બતાવવા રથિક કોશાને અશોકવનના