________________
૭૮
ઉપદેશપદ : ભાગ-૧ આ પ્રમાણે શિષ્ય સંબંધી ઉપદેશ કહીને હવે ગુરુ સંબંધી તે જ ઉપદેશને કહે છે
ગાથાર્થ– ગુરુએ પણ યોગ્ય જીવોને જ વિધિથી અને સૂત્રાનુસાર જ સૂત્રદાન કરવું જોઇએ. આ વિષે સિદ્ધાચાર્યનું દૃષ્ટાંત છે.
ટીકાર્થ– ગુરુ- શાસ્ત્રના અર્થને કહે તે ગુરુ. એવી વ્યુત્પત્તિથી જેમણે “ગુરુ” એવું નામ યથાર્થ પ્રાપ્ત કર્યું છે તેવા, સ્વ-પર શાસ્ત્રના જ્ઞાતા, અન્યના આશયને જાણવાની શક્તિવાળા અને પરહિતમાં તત્પર એવા સાધુ વિશેષ ગુરુ છે.
યોગ્ય જીવોને જ– વિનયથી નમવું ઈત્યાદિ ગુણોના ભાજન હોવાના કારણે જેઓ યોગ્ય હોય તેમને જ સૂત્રદાન કરવું, નહિ કે અયોગ્યને પણ કહ્યું છે કે “વિનયથી નમેલા, પૃચ્છા વગેરેના અવસરે અંજલિ કરનારા અને ગુરુના અભિપ્રાયને (=ઈચ્છાને)
અનુસરનારા શિષ્યોથી આરાધાયેલા ગુરુજન અનેક પ્રકારના શ્રતને જલદી આપે છે.” (આવ. નિ. ગા. ૧૩૮) તે તે દેશમાં અને તે તે કાળમાં આહાર-વસ્ત્ર-પાત્ર-ઔષધ વગેરે જે દ્રવ્યો ગુરુને પ્રાયોગ્ય હોય તે દ્રવ્યો ગુરુને અતિશય વિનયથી અર્પણ કરનાર, ગુરુના ચિત્તને જાણનાર અને ગુરુને અનુકૂલ વર્તન કરનાર શિષ્ય શ્રુતને સારી રીતે મેળવે છે. (વિશેષા. ગા. ૧૩૭)
વિધિથી- આવશ્યક નિયુક્તિમાં જણાવેલ ક્રમથી. તે આ પ્રમાણે- (૧) પહેલીવાર સૂત્રનો માત્ર અર્થ જ કહેવો, જેથી પ્રાથમિક કક્ષાના શિષ્યોને અતિસંમોહ ન થાય. (૨) બીજી વાર સૂત્રસ્પર્શિક નિર્યુક્તિથી મિશ્ર અર્થ કહેવો. (૩) ત્રીજી વાર બધું જ કહેવું, અર્થાત્ પ્રાસંગિક–અનુપ્રાસંગિક બધું કહેવું. (આવ. નિ. ગા. ૨૪)
સૂત્રાનુસાર જ– વ્યવહાર ભાષ્યમાં કહેલા ક્રમ પ્રમાણે જ. આ ક્રમનું ઉલ્લંઘન કરવાથી સૂત્રો પ્રત્યે દ્વેષ કરેલો થાય. કહ્યું છે કે- “જે જડ પુરુષ કરવાને ઇચ્છેલા આગમવિહિત ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનોમાં આગમથી જ પ્રવૃત્તિ કરે છે, પણ આગમને ઉલ્લંઘીને પ્રવૃત્તિ કરે છે. એટલે કે આગમમાં બતાવેલી વિધિથી નિરપેક્ષપણે પ્રવૃત્તિ કરે છે, તે પુરુષ આગમોક્ત અનુષ્ઠાન કરનારો છે અને અવશ્ય સ્વેચ્છાથી કરાતા અનુષ્ઠાનનો દ્વેષી પણ છે. આવો પુરુષ આગમોક્ત અનુષ્ઠાન કરતો હોવા છતાં કરાતા અનુષ્ઠાનનો ભક્ત નથી. કિંતુ ષી જ છે. કારણ કે દ્વેષ વિના આગમનું ઉલ્લંઘન ન થાય.” (યોગબિંદુ ગા. ૨૪૦)
“યોગમાર્ગમાં ઉપયોગી સઘળો ય વ્યવહાર આગમથી જ પ્રસિદ્ધ બનેલો છે. કારણ કે વ્યવહારનું ફળ અતીન્દ્રિય છે. અતીન્દ્રિય ફળવાળા અનુષ્ઠાનમાં શાસ્ત્ર જ વિશ્વાસનું કારણ છે. તેથી આગમને આધીન વ્યવહારમાં પણ જે જીદી છે, એટલે કે પોતાની મતિ પ્રમાણે १. छन्दो-गुर्वभिप्रायः तं सूत्रोक्तश्रद्धानसमर्थनकरणकारणादिनाऽनुवर्तयद्भिः ।