________________
૮૪
ઉપદેશપદ : ભાગ-૧ રાજાએ મધુર વાણીથી પ્રાર્થના કરીને કોઇપણ રીતે પોતાના ઘરે લઈ ગયો અને ગાઢ આગ્રહથી ભોજનાદિ વિધિ કરાવી અને રાજા તેને સર્વ મનવંછિત વસ્તુ પૂરી પાડે છે. અને હંમેશા પણ અનુરાગથી સજજન પુરુષોને છાજે તેવા ભાવપૂર્વકના કરાતા સન્માન-દાન-વાર્તાલાપોથી સંકથાથી આ ખુશ થઈ છે એમ માનતો રાજા મધુરવાણીથી એકાંતમાં સુંદરીને કહે છે– હે ચંદ્રમુખિ ! શરીર અને મનના સુખને હરનારા પૂર્વકાલના બનેલા વૃત્તાંતને ભૂલીને મારી સાથે ઇચ્છા મુજબ વિષય સુખને ભોગવ. હે સુતનુ ! પ્રતિદિન શોકથી હણાયેલી, સુકુમાર તારી કાયારૂપી વેલડી દીપકની જ્વાળાથી બળેલી માલતીની માળાની જેમ મુરઝાય છે. હે સુતનુ ! જેમ રાહુથી હણાયેલ પુનમના ચંદ્રનું કિરણ લોકના મનના આનંદને પુષ્ટ કરે છે તેમ શોકરૂપી રાહુના સમૂહથી પીડાયેલું યૌવન પણ સૌભાગ્યની પુષ્ટિ કરે છે. ઉત્તમ પુરુષો અત્યંત સુંદર છતાં પણ, મનોહર છતાં પણ, ભુવનમાં દુર્લભ છતાં પણ ખોવાયેલી કે નષ્ટ થયેલી વસ્તુનો શોક કરતા નથી, તેથી બહુ કહેવાથી શું ? મારી પ્રાર્થનાને તું સફળ કર. સમજુ પુરુષો વર્તમાનકાળને ઉચિત પ્રવૃત્તિને યોગ્ય કરે છે. કાનને અત્યંત કડવું, અને પૂર્વે નહીં સાંભળેલું એવું વચન સાંભળીને વ્રતભંગના ભયથી પીડિત થયેલી, ગાઢ દુઃખથી વ્યાકુલિત થયેલી સુંદરીએ કહ્યું: હે નરપુંગવ! જગપ્રસિદ્ધ સુકુલમાં ઉત્પન્ન થયેલા, ન્યાયમાર્ગના દેશક એવા તમારા જેવા ઉત્તમપુરુષોને અત્યંત અનુચિત, ઉભયલોકને નાશ કરવામાં ચતુર એવું આ પરસ્ત્રી રમણ ત્રણભુવનમાં અપજશનો પટહ વગડાવશે. રાજાએ કહ્યું: હે કમળમુખિ ! લાંબા સમયે પુણ્યના વૈભવથી આ રતનિધિ મને પ્રાપ્ત થયો છે તો તેને અનુસરતા (ગ્રહણ કરતા-ઉપભોગ કરતા) મને શો દોષ લાગે? પછી રાજાનો દઢ આગ્રહ જાણીને તેણે હ્યું: હે નરવર ! જો એમ છે તો લાંબાકાળનો ગ્રહણ કરેલો મારો અભિગ્રહ પૂર્ણ થાય ત્યાં સુધી કેટલોક કાળ પ્રતીક્ષા કરો. પછી તમારી ઇચ્છા મુજબ હું કરીશ. આ પ્રમાણે સાંભળીને તુષ્ટ થયેલો રાજા તેના ચિત્તના વિનોદને માટે નાટકખેલ-આદિને બતાવતો કાળ પસાર કરે છે. (૬૬)
હવે પૂર્વે કહેવાયેલ નંદનો જીવ વાનરના ભવમાં વર્તતો હતો તે વાંદરાના ખેલને યોગ્ય જાણીને વાંદરાઓના ખેલ કરાવનારાઓએ પકડ્યો, અને નટપતિએ તેને વાનરક્રીડા શીખવી, અને દરેક નગરમાં ખેલો (વાનરના નાચ) બતાવીને તે પુરુષો તેને લઈને તે (શ્રીપુર) નગરમાં કોઈપણ રીતે આવ્યા. દરેક ઘરે ખેલાવીને તેઓ રાજમંદિરે ગયા અને ત્યાં તે વાનર સર્વ પ્રયત્નથી નૃત્ય કરવા લાગ્યો. હવે નૃત્ય કરતા તેણે કોઈક રીતે રાજાની પાસે બેઠેલી સુંદરીને જોઈ. લાંબા સમયના સ્નેહભાવથી વિકસિત થઈ છે આંખો જેની એવા વાનરે “મારા વડે આ ક્યાંક જોવાઈ છે એમ વિચારતા ફરી જોઈ. જાતિસ્મરણ જ્ઞાન થયું. સર્વપણ પૂર્વ વૃત્તાંતને જાણ્યો. પછી પરમ નિર્વેદને વહન કરતા તેણે વિચાર્યું. હા હા ! અનર્થના ભંડાર એવા સંસારવાસને ધિક્કાર થાઓ. કેમકે તેવા પ્રકારના નિર્મળ વિવેકથી યુક્ત હોવા છતાં પણ, ધર્મનો