________________
૧૬૯
ઉપદેશપદ : ભાગ-૧
પછી તે કૌશાંબી નગરીમાં ગયો જ્યાં શતાનીક નામે રાજા છે. તે કોઇક વખત સિંહાસન ઉપર બેઠેલો દૂતને પૂછે છે કે એવું શું છે કે જે બીજા રાજાઓને છે તે મારા રાજ્યમાં નથી? તેણે કહ્યું હે દેવ ! તારા રાજ્યમાં એક ચિત્રસભા જ નથી. દુઃસાધ્ય પણ કાર્યો દેવોને મનથી સિદ્ધ થાય છે અને રાજાઓને વચનથી સિદ્ધ થાય છે. તત્કણ તે નગરીમાં રહેતા સર્વે ચિત્રકારોને બોલાવ્યા. પછી તે સભાનો વિભાગ કરીને સર્વ ઉપકરણોથી સહિત ચિત્રકારો સભાને ચિતરવા લાગ્યા. જે બાજુ અંતઃપુર છે તે બાજુની દિશાનો વિભાગ લબ્ધ વરદાન ચિત્રકારનો આવ્યો. હવે કોઈ વખત ગવાક્ષમાં રહેલા તેણે મૃગાવતીના પગનો અંગુઠો જોયો. તે ઉત્તમ દેવી રાજાની હંમેશા પણ અતિપરમ પ્રેમપાત્ર છે. પછી ચિત્રકારપુત્રે જોયા મુજબ તેનું સંપૂર્ણ ચિત્ર દોર્યું. આંખની ખિલવટ કરવાના અવસરે અતિ ઉપયોગવાળો હોવા છતાં હાથમાંથી કાજળનું એક બિંદુ નીચે સાથળ ઉપર પડ્યું અને ભૂંસી નાખ્યું. ફરીથી પણ તેમ જ થયું. આ પ્રમાણે જેટલામાં ત્રણવાર આવું થયું ત્યારે મનથી વિચાર્યું કે આ આ પ્રમાણે જ હોવું જોઇએ તેથી એમ જ રહેવા દેવું શ્રેય છે. ચિત્રસભા તૈયાર થઈ. રાજા વિનંતિ કરાયો કે હે દેવ ! ચિત્રને જુઓ. સુપ્રસન્ન ચિત્તવાળો રાજા જોવા લાગ્યો. બારીકાઈથી નિરીક્ષણ કરતા તેણે મૃગાવતીનું ચિત્ર અને બિંદુ જોયું. ખરેખર આણે મારી પત્નીને ભ્રષ્ટ કરી છે. મનમાં ગુસ્સો કરીને ચિત્રકાર પુત્રના વધની આજ્ઞા કરી. ચિત્રકારોની ટૂકડી ભેગી થઈ કહ્યું કે આ દેવતાઈ વરદાનવાળો છે. મારવા યોગ્ય નથી. રાજા કહે છે અહીં વરદાન મળ્યાની શું ખાત્રી છે? કુબ્બા દાસીના મુખમાત્ર જોવાથી કુજા દાસીને દોરી વિશ્વાસ કરાવ્યો તો પણ મારો ક્રોધ અવંધ્ય છે કે આના સંડાસાને દૂર કરો. અને દેશપાર કરાયેલો તે સાંકેતપુરમાં ગયો. તે જ સુરપ્રિય યક્ષની સેવા કરી. પ્રથમ ઉપવાસને અંતે યક્ષે કહ્યું કે તું ડાબા હાથથી દોરી શકશે.
આ પ્રમાણે ફરી પણ જેણે યક્ષ પાસેથી વરદાન મેળવ્યું છે એવો તે શતાનીક રાજા ઉપર અતિ દુઃસહ દ્વેષને કરે છે અને કષ્ટમાં નાખવાના ઉપાયો વિચારે છે. એક ફલકમાં મૃગાવતીનું અતિશય સુંદર ચિત્ર આલેખ્યું અને ઉજ્જૈનીના ચંડપ્રદ્યોત રાજાને બતાવ્યું. રાજાએ શ્રેષ્ઠ રૂપ જોયું અને પુછ્યું: આ કોનું રૂપ છે? મૃગાવતીના રૂપને જાણીને તત્ક્ષણ જ તેણે કૌશાંબી રાજાની પાસે અતિ દારૂણ દૂત મોકલ્યો. આ જે તારી મૃગાવતી સ્ત્રી છે તેને તું મને જલદીથી અર્પણ કરી નહીંતર આવતા એવા મારો સંગ્રામમિત્ર થા, અર્થાત્ યુદ્ધ કરવા સજ્જ રહે. (૪૧) - પછી ભૃકુટિના ભંગથી ભયંકર કરાયું છે લલાટ પટ્ટ જેના વડે એવા શતાનીકે ઘણો તીરસ્કાર કરીને દૂતને હાંકી કાઢ્યો. દૂતના વચનથી ક્રોધે ભરાયું છે. મન જેનું એવો તે અવંતિનાથ સર્વ સૈન્યને લઈ કૌશાંબી નગરી તરફ ચાલ્યો. યમદંડાકાર જેવા તેને ઝડપભેર ૧. સંડાસા એટલે અંગુઠા અને આંગડીના ટેરવાને અડાળતા જે રચના થાય છે. રાજાએ અંગુઠાને કપાવી.
નંખાવ્યો જેથી સંડાસો ન થઈ શકે.