________________
૧૭૦
ઉપદેશપદ : ભાગ-૧ આવતો સાંભળીને અલ્પ સૈન્યવાળો તે રાજા અતિસારના રોગથી મરણ પામ્યો. ખરેખર આ ઉદયન નામનો મારો અતિબાળ પુત્ર પણ નાશ પામશે એમ સ્થિરચિત્તથી મૃગાવતી વિચારીને ચંડપ્રદ્યોતની પાસે જલદીથી દૂતને મોકલી સંદેશો કહેવડાવ્યો કે આ કુમાર બાળક છે મારું તમારે ઘરે આવવા પછી સામંત રાજાઓ આનો પરાભવ કરશે અને નજીકમાં રહેલો બીજો કોઈ આ બાળકને હેરાન ન કરે માટે પ્રસ્તુત કાર્યને હમણાં અવસર નથી તેથી વિલંબને સહન કરો. તે કહે છે કે હું ચિંતા કરનારો હોવા છતાં કોણ તેમ કરવા સમર્થ થાય ? મૃગાવતીએ કહ્યું કે સાપ ઓસીકે રહેલો છે અને ગારૂડી સો યોજન દૂર રહેલો હોય તો અવસરે શું કરી શકે? આ પ્રમાણે કહેવડાવ્યું છતાં દઢ રાગને પામેલો શાંત થતો નથી, અર્થાત્ કામનો આવેશ અટકતો નથી ત્યારે મૃગાવતીએ કહેવડાવ્યું કે તો પછી કૌશાંબીપુરીને સુસજ્જ કરાવો. તેણે સ્વીકાર્યું. કેવી રીતે કરાવું? ઉજજૈનીની ઈટો મજબુત હોય છે તેથી તે ઈટોથી આ નગરીને ફરતો વિશાળ મજબુત કિલ્લો કરાવો. મનોપ્રિય જનથી વિનંતિ કરાતો કામથી પીડાયેલો પુરુષ મોટું કાર્ય હોય તો પણ શું શું નથી આપતો ! અને શું શું નથી કરતો ! ત્યારે તે રાજાના પરિવાર સહિત ચૌદ વશવર્તી રાજાઓ કૌશાંબી અને ઉજ્જૈની નગરીની વચ્ચે મોટા આંતરાના માર્ગમાં રખાયા. પુરુષ પરંપરાથી તેઓ વડે ઈટો લવાઈ અને કૌશાંબી નગરીને ફરતો હિમાલયના આકાર જેવો કિલ્લો બંધાયો. પછી મૃગાવતીએ કહ્યું કે- ધાન્યાદિથી રહિત એવી આ નગરીથી શું ? શ્રદ્ધાપૂર્ણ રાજાએ તે નગરીને ધન ધાન્યથી ભરી. “શુક્રાચાર્ય જે શાસ્ત્રને ભણ્યા, બૃહસ્પતિ જે શાસ્ત્રને ભણ્યા તે સર્વ શાસ્ત્ર સ્વભાવથી જ સ્ત્રીની બુદ્ધિમાં પ્રતિષ્ઠિત છે.” આ વચનને અનુસરતી તેણે પૂર્વોક્તિને વિશેષરૂપે સાર્થક કરી બતાવી. રોધથી અસાધ્ય એવી તે શ્રેષ્ઠ નગરી સજ્જ (તૈયાર) કરાઈ.
તેણે ચિંતવ્યું કે તે ગામ-નગરાદિ ધન્ય છે જેમાં સર્વ જગતના જીવોનું વાત્સલ્ય કરનાર ચરમ તીર્થંકર વીરજિનેશ્વર વિચરે છે. જ્યાં પરચક્ર-દુષ્કાળ-અકાલ મરણ વગેરેને અત્યંત દૂર કરતા, લોકોના મનને આનંદ કરતા એવા સ્વામી જો હમણાં મારા પુણ્યથી અહીં પધારે તો ત્યાગ કરાયો છે રાગ જેના વડે એવી હું તેના ચરણ-કમળમાં દીક્ષાને લઉં. તેના મનોભાવને જાણીને, પરોપકારમાં એક માત્ર રતિવાળા, મહાભાગ એવા મહાવીર પરમાત્મા દૂર દેશાંતરમાંથી આવીને ઈશાન ખૂણામાં ચંદ્રાવતાર ઉદ્યાનમાં સમોવસર્યા. વૈરનો ઉપશમ થયો, ચારેય નિકાયના દેવો આવ્યા. તેઓએ સર્વજીવોનું જાણે શરણ ન હોય એવું એક યોજન પ્રમાણ પૃથ્વીનું આભૂષણ રૂપ સમોવસરણ ક્ષણથી જ બનાવ્યું. ઊંચી કરાયેલ પતાકા અને ધ્વજાઓના સમૂહથી મથિત કરાયા છે સૂર્યના કિરણો જેના વડે એવા ત્રણ મણિ, સુવર્ણ અને રૂપ્યમય ગઢ બનાવાયા. સેંકડો શાખાઓથી ઢંકાયું છે પૃથ્વીતળ જેના વડે, મોટા પાંદડાઓથી ઘેરાયેલો છે આકાશનો વિસ્તાર જેના વડે, બે પ્રકારની છાયાને કરનારો એવો શ્રેષ્ઠ અશોક વૃક્ષ રચાયો. શરદઋતુના ચંદ્રની ૧. બે પ્રકારની છાયા- બે પ્રકારની છાયા એટલે દ્રવ્ય છાયા અને ભાવ છાયા. સૂર્યના તાપથી રક્ષણ કરે તે
દ્રવ્ય છાયા અને વિષય અને કષાયના સંતાપથી જીવનું રક્ષણ કરે તે ભાવ છાયા.