________________
ઉપદેશપદ : ભાગ-૧
૧૭૧ કાંતિ જેવો રૂપવાન, અત્યંત પરાભવ કરાઈ છે મોતીની ઉજ્વળતા જેના વડે એવો પ્રચંડ વેલિય રત્નનો પ્રચંડ દંડ અને ત્રણ છત્રો કરાયા. અતિ ઝગઝગાયમાન રત્નના કિરણોના સમૂહથી શોભિત, હરણ કરાયો છે અંધકારનો સમૂહ જેના વડે અને હિમગિરિના શિખર જેવું ઊંચું સિંહાસન કરાયું. શ્વેતસુંદર ચામરોથી વીંઝાતું છે શરીર જેનું એવા વીર જિનેશ્વર તેની ઉપર બેઠા. વગાડાયેલી દુંદુભિના ગંભીર નાદથી દિશાઓનો અંત પુરાયો. મૃગાવતી વગેરે નગરનો લોક અને પ્રદ્યોત રાજા ત્યાં ભેગા થયા. તીર્થંકરની પૂજા વગેરે સત્કાર કરાયો. પ્રભુએ અમૃતવર્ષા સમાન વાણીથી ધર્મકથા શરૂ કરી. ધર્મ કહેવાતો હતો ત્યારે અર્થાત્ દેશના ચાલતી હતી ત્યારે એક ભીલ જેવો માણસ આવ્યો. (૭૦) લોક પ્રવાદના વશથી અર્થાત્ લોકમાં ચાલતી વાતથી ખરેખર અહીં આ કોઈ સર્વજ્ઞ છે એમ આ નિશ્ચયને ધરતો મનમાં ભગવાનને પુછવા લાગ્યો. તે વખતે જગતના જીવોના બંધુ એવા ભગવાને કહ્યું: હે સૌમ્ય ! તું વાણીથી પૂછ (મોટેથી બોલીને પૂછો કારણ કે ઘણાં જીવો બોધિને પામશે. આ પ્રમાણે પ્રભુએ કહ્યું ત્યારે લજ્જિત મનથી પૂછ્યું: હે ભગવન્! જા સા સા સા ? અર્થાત્ જે તે હતી તે તે છે ? હા, એમ. પ્રભુ બોલ્યા ત્યારે ગૌતમસ્વામીએ પૂછ્યું: જે તે હતી તે તે છે ? એનાથી આણે શું પૂછ્યું? પછી ભગવાન આની આરંભથી માંડી અંતસુધી હકીકત પ્રગટપણે કહે છે. (૭૪) જેમકે–
આ ભરતક્ષેત્રમાં ઉત્તમ નગરોમાં અગ્રેસર એવી ચંપા નામની નગરી છે. તેમાં એક સ્ત્રી લોલુપ સોની રહે છે. તે જે રૂપગુણમાં મનોહર હોય એવી કન્યાને પાંચસો સુવર્ણ આપીને ગૌરવપૂર્વક પરણે છે. આ પ્રમાણે તે પાંચસો કન્યાઓને પરણ્યો. તે દરેક સ્ત્રીના તિલક સહિત ચૌદ અલંકારો કરાવે છે. જે દિવસે જેની સાથે ભોગ ભોગવવાને ઇચ્છે છે તે દિવસે તેને સર્વ અંલકાર પહેરવા આપે છે, બીજા દિવસોમાં નહીં. તે અત્યંત ઈર્ષ્યાળુ છે તેથી ક્યારેય ઘર છોડતો નથી. બીજા કોઈને ઘરમાં આવવા દેતો નથી, મિત્રને પણ નહીં. અન્ય દિવસે અત્યંત આગ્રહને વશ થયે છતે મિત્રના ઘરે વર્તતા પ્રસંગમાં ગયો. સ્ત્રીઓએ વિચાર્યું કે ઘણાં કાળપછી પતિની ગેરહાજરીમાં અંકુશ વિનાનો અર્થાત્ જેમાં ઈચ્છા મુજબ વર્તી શકાય તેવો આ પ્રસંગ આપણને પ્રાપ્ત થયો છે તેથી સ્નાન-શણગાર અને અલંકારને પહેરીશું. બધી સ્ત્રીઓએ સર્વ કાર્ય તે જ પ્રમાણે કર્યું. હાથમાં અરીસો લઈને તેઓ જેટલામાં સાથે જ જુએ છે તેટલામાં એકાએક સોની આવ્યો. અતિ ક્રોધથી લાલ થઈ છે આંખો જેની એવો તે સ્ત્રીઓને અન્ય સ્વરૂપવાળી જોઈને હાથથી પકડીને એટલામાં એકને પીટે છે તેટલામાં તેના પ્રાણ ગયા. બીજીઓએ વિચાર્યું કે ગુસ્સે થયેલો અમને પણ મારશે તેથી આના ઉપર અરીસાનો ઢગલો કરીએ. પછી પતિ ઉપર ચારસો નવ્વાણું અરીસા ફેંક્યા એટલે તે પણ મર્યો. તત્ક્ષણ જ તેઓ ખેદને પામી અહો ! કેવું અણઘટતું થયું ! આઓ પતિને મારનારીઓ છે એમ લોકમાં અપયશ ફેલાશે તેથી હમણા પણ મરવાનો અવસર છે અને તે જ કરીએ, એ પ્રમાણે સર્વે એક વિચારવાળી થઈ. દરવાજાને બંધ કરી ઘરમાં અગ્નિ સળગાવી પોતાના જીવિતનો ત્યાગ