________________
૧૭૩
ઉપદેશપદ : ભાગ-૧ થાપણનું સ્થાપન કરીને, અર્થાત્ કુમારને ચંડપ્રદ્યોત રાજાને ભળાવીને દીક્ષા લીધી. પ્રદ્યોત રાજાની અંગારવતી વગેરે આઠ પણ રાણીઓએ મૃગાવતીની સાથે તે જ વખતે દીક્ષા લીધી. તે બ્રાહ્મણ પુત્રે ચોરોની પલ્લિમાં જઈને પાંચસો ચોરોને પ્રતિબોધ કર્યો. જગતગુરુએ મૃગાવતી આર્યાને ચંદનબાળા આર્યાને સોંપી. અને તેને સાધુ સામાચારીની પરિણતિ થઈ. (૧૧૩)
હવે કોઈક વખત વિહારમાં સૂર્યચંદ્ર પોતાના (મૂળ) વિમાનમાં જ બેઠેલા ભુવનનાથને વંદન કરવા માટે આવ્યા. બપોરપછીના સમયે સમગ્ર સાધ્વીઓ પણ આવી. પાછા ફરવાના સમયને જાણીને બાકીની આર્યાઓ વસતિમાં (ઉપાશ્રયમાં) આવી. આર્યા મૃગાવતી પણ ઉદ્યોતથી ઠગાયેલી છતી ચંદ્ર-સૂર્યનું દર્શન હતું ત્યાં સુધી ત્યાં જ રહી. હવે ચંદ્ર-સૂર્ય અતિવેગથી દૂર દેશાંતરમાં ગયા એટલે ઘોર અંધારું થયું. તેથી તે કંઈક વિલખી થઈ. એટલામાં ઉપાશ્રયમાં પ્રવેશી તેટલામાં સાધ્વીઓએ આવશ્યક ક્રિયા કરી લીધી હતી. ગુરુણીએ કહ્યું: નિર્મળકુળમાં જન્મેલી, જગતના શિરોમણિ જિનેશ્વર વડે અપાયેલી છે દીક્ષા જેને એવી હે આર્ય ! આવી રીતે રાત્રે વિહાર કેમ કર્યો ? પછી મૃગાવતી પ્રવર્તિનીના પગમાં પડી ખમાવવા લાગી, મારા અપરાધની ક્ષમા કરો, ફરી નહીં કરું. આ મહાનુભાવા પ્રવર્તિની સકલ લોકને નમનીય છે. મારા પ્રમાદથી મેં કેમ આને અસંતોષી કરી? આ પ્રમાણે સંવેગમાં તત્પર પોતાના દુશ્ચરિત્રને વારંવાર જેટલામાં નિંદે છે તેટલામાં જગતમાં શ્રેષ્ઠ એવું કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. નિદ્રાના વસથી ચંદના આર્યાનો હાથ શવ્યાની બહાર ગયો અને સાપ તે દિશામાં આવવા લાગ્યો. જેટલામાં મૃગાવતીએ હાથ ઉપાડીને શા ઉપર રાખ્યો તેટલામાં ચંદના જાગી ગઈ. મારો હાથ શા માટે ઉપાડ્યો? મૃગાવતી કહે છે કે હે ભગવતિ ! અહીંથી નાગ ગયો એટલે. ચંદના- કેવી રીતે જાણ્યું. મૃગાવતી– જ્ઞાનાતિશયથી. ચંદના- તે જ્ઞાન પ્રતિપાતિ છે કે અપ્રતિપાતિ ? તે કહે છે- હે ભગવતિ ! તે જ્ઞાન અપ્રતિપાતિ છે. ભાવપૂર્વક મિચ્છા મિ દુક્કડ કરવામાં તત્પર ચંદનાએ વિચાર્યું કે મેં નિદ્રામમાદથી ઉત્પન્ન થયું છે કેવળજ્ઞાન જેને એવી આની આશાતના કરી. આ પ્રમાણે એક ક્ષણ પ્રચંડ વૈરાગ્યને પામી. પછી તેને લોકાલોક પ્રકાશક જ્ઞાનાતિશય ઉત્પન્ન થયો, અર્થાત્ કેવળજ્ઞાન થયું. કર્મમળનો નાશ કરી કાળક્રમે તે બંને અનંત, નિર્મળ એવા સિદ્ધિ ગતિ નામના પરમ સ્થાનમાં ગઈ. આ પ્રાયઃ પ્રસંગ અનુસાર કહ્યું. અહીં વૈનાયિકી બુદ્ધિના સારવાળા સોમકસાથેનો પ્રસંગ (પ્રયોજન) છે પણ બીજાની સાથે નહીં. (૧૨૮)
ગાથા અક્ષરાર્થ– અહીં જ વૈનાયિકી બુદ્ધિના વિષયમાં ધન ઉપાર્જનના ઉપાયને જણાવનાર એવા અર્થશાસ્ત્રમાં સામ-દામ-દંડ સ્વરૂપ નીતિ સૂચક બૃહસ્પતિ પ્રણીત પૂર્વે જ તારરૂપે ઉપન્યસ્ત કરાયેલ શાસ્ત્રમાં કલ્પક મંત્રી ઉદાહરણ છે. ૧. સોમક-અહીં વૈનાયિકી બુદ્ધિ વિશે સોમક ચિત્રકારનો પ્રસંગ છે. મૃગાવતીનો પ્રસંગ તેના સંબંધવાળો છે
એટલે અહીં કહ્યો છે.