________________
ઉપદેશપદ : ભાગ-૧
૧૭૯ નીકળ્યું ત્યારે તેટલી જ ઊંડાઇ ઉપર તે જ કૂવામાં તીર છું, ડાબું કે જમણે પેનીના પ્રહારથી તાડન કરાવ્યું ત્યારે પાણી નીકળ્યું. કહેવાનો ભાવ એ છે કે ક્યાંક પાણી મેળવવાના બીજા ઉપાયને નહીં જાણતા, અતીવ સ્વાદિષ્ટ જળના અર્થી એવા ગામડિયાઓએ તેવા પ્રકારના અંજનના પ્રભાવથી ભૂમિમાં રહેલા પાણીને જાણતા કૂપકારને પુછ્યું: શું આ ભૂમિમાં પાણી છે કે નહીં ? તેણે કહ્યું: નક્કીથી છે. તો કૂવો કેટલો ઊંડો ખોદ્યા પછી પાણી નીકળશે ? તેણે કહ્યું: દશ માથોડે પાણી નીકળશે. તેઓએ કૂવો ખોદવો શરૂ કર્યો. દશ માથોડા સુધી ખોદ્યો તો પણ પાણી ન નીકળ્યું એટલે કૂપકારને પુછ્યું કે પાણી કેમ ન નીકળ્યું?તેણે પણ પોતાનું અંજનશાન અવસ્થસ્વરૂપવાળું છે એમ જાણીને કહ્યું કે તળિયાની ડાબી કે જમણી બાજુની કૂવાની કિનારીને લાત મારો. તેઓએ એમ જ કર્યું. પુષ્કળ પાણી નીકળ્યું. પાછળના અર્ધા શ્લોકથી બીજા આચાર્યો મતાંતર કહે છે.
આ પ્રમાણે અંજન પ્રયોગથી ભૂમિમાં રહેલા નિધાનોને જોતો કોઈક કોઈક વડે પુછાયોઃ શું મારી ભૂમિમાં નિધાન દટાયેલું છે કે નહીં? જો છે તો કઈ ભૂમિમાં કેટલી ઊંડાઇએ છે? પછી તેણે પણ પૂર્વની જેમ ભૂમિમાં ખાડો ખોદ્યો. તેના આદેશ મુજબ નિધાન સંપત્તિ મેળવવાનો ઉપાય ડાબે, જમણે કે પડખે પેનીના પ્રહારથી કર્યો અને નિધાનની પ્રાપ્તિ થઇ. (૧૧૧)
आसे रक्खियधूया, धम्मोवलरुक्खधीरजायणया । अण्णे कुमारगहणे, लक्खणजुयगहणमाहंसु ॥१२॥
अथ गाथाक्षरार्थः-अश्व इति द्वारपरामर्शः । 'रक्खियं' त्ति-रक्षकोऽश्वरक्षावान् તારવેશ: ‘ધૂય' ઉત્ત–હિતા વાશ્વપવ તરિન ર તેન થમોવત' ત્તિ-પત્નઃ कुतपमध्यक्षिप्तपाषाणखण्डरूपैर्वृक्षान्मुक्तैः धीर' त्ति-धीरयोरत्रस्तयोस्तुरङ्गयोर्वेतनदानकाले 'जायणया' इति याचनं कृतम् । शेषस्तु प्रपञ्च उक्त एव । 'कुमारगहण' इति कुमारैः शाम्बादिभिः स्थूलाश्वग्रहणे सति विष्णुना यल्लक्षणयुतस्याश्वस्य दुर्बलस्यापि ग्रहणं कृतम्, तदाहुदृष्टान्ततयेति ॥११२॥
ગાથાર્થ- અશ્વ, તેનો રક્ષક, પુત્રી, ધર્મમાં પથ્થરા, વૃક્ષથી નીચે ફેંકવા અને અશ્વિની યાચના, બીજા આચાર્યો–કુમારીનું ગ્રહણ – લક્ષણ યુક્ત અશ્વોનું ગ્રહણ કરવા કરેલું. (૧૧૨)
આ ભરતક્ષેત્રમાં સમુદ્રકાંઠે લોકોની અનુકૂળતાની પુષ્ટિ કરનાર એવું પારસકૂલ છે. તેમાં વિશાળ વૈભવથી યુક્ત એક અશ્વાધિપતિ રહે છે. હવે કોઈક વખતે તેણે ઘોડા સાચવવા એક રક્ષક રાખ્યો. અતિ નિપુણ વિનય કરીને તેણે અશ્વપતિને ખુશ કર્યો. તેની અતિ સ્વરૂપવાન પુત્રી તેના વિશે રાગી થઈ. તે કહે છે કે જ્યારે મારો પિતા તને પગાર આપે ત્યારે તું અતિ નિપુણ ૧. માથોડું– પુરુષના પગના તળિયાથી માંડીને માથા સુધી જેટલી ઊંડાઈ થાય તે એક માથોડું કહેવાય.