________________
૧૭૭
ઉપદેશપદ : ભાગ-૧
૧. અંકનાશ ૨. સુવર્ણ યાચન ૩. આયવ્યય ચિંતા અને ૪. તા ભૌતાચાર્ય. તેમાં અંકનાશ થયે છતે અંકની ફરી પ્રાપ્તિનું ઉદાહરણ–
જ્યારે જુગારીઓ જુગાર રમે છે ત્યારે આકંડાની નોંધણી કરનારાઓને કોઈપણ દુષ્પયોગથી કોઈક આંકડો લખવાનો રહી જાય ત્યારે પ્રસ્તુત બુદ્ધિથી તે આંકડોને શોધી કાઢે છે. તે ગણિત સંબંધી વૈનયિકી બુદ્ધિ જાણવી. બીજા આચાર્યો કહે છે કે
નગરમાં રાજસંબંધી સુવર્ણ ભેગું કરવા સંબંધી દંડ (કર) નંખાયો તેમાં આ ઉદાહરણ છે
કોઈ એક નગરમાં કોઇક રાજાએ પ્રજા ઉપર કર નાખ્યો. પ્રધાનોએ વિચાર્યું કે પ્રજા ખેદ ન પામે તેમ આ વ્યુત્પત્તિથી કર મેળવવો. પછી પરિમિત કાળના આંતરાથી બે-ત્રણ ગણા લાભની ધારણા કરતા કારણિકોએ (કર ઊઘરાવનારાઓએ) નાગરિકોને કહ્યું: “તમારે દંડની રકમ દંડના મૂલ્ય પ્રમાણ સોના રૂપે રાજાને આપવી ઉચિત છે તે અલ્પકાળથી જ તેટલી દંડની રકમ તમારા હાથમાં પાછી આવી જશે તેમ અમે કરશું માટે તમારે ખેદ ન કરવો અને તેઓએ સોનું આપ્યું. કાલાંતરે સોનું મોંઘુ થયું. કારણિકોએ વેંચી બે-ત્રણ ગણો નફો કર્યો અને રાજભંડારમાં જમા કરાવ્યો અને મૂળ ધન તેઓને પાછું આપ્યું.
બીજા આચાર્યો આ પ્રમાણે કહે છે– રાજ્યચિંતા કરનાર અને કુટુંબ ચિંતા કરનાર એવા વૈનયિકી બુદ્ધિને ધરનારા શ્રેષ્ઠ પુરુષો રાજ્યમાં અને કુટુંબમાં ધનની કેવી રીતે અપૂર્વ આવક થાય તેમજ મેળવેલ ધનનો કેવી રીતે સદ્વ્યય થાય એની જે ચિંતા કરે તે વૈયિકી બુદ્ધિનું ઉદાહરણ છે. તથા શબ્દ બીજા દૃષ્ટાંતના સમુચ્ચય માટે છે. મતિમતો ખરેખર તાંબાની કીટલીની જેમ આય અને વ્યયમાં પ્રવર્તે છે. તે આ પ્રમાણે તાંબાની કીટલી ઘી-પાણી આદિને મોટા ઢાંકણથી ગ્રહણ કરે છે અને વ્યય અતિ સાંકડા મુખવાળા નાળચાથી થાય છે, તેથી વ્યય કાળ ઘણો વધારે છે અને આય કાળ ઘણો અલ્પ છે. આની જેમ વ્યવહાર કરનારાઓને આની કીટલીની) ઉપમા ઘટે છે.
બીજા આચાર્યો હરણ કરાયેલ ભૌતાચાર્યની સંખ્યા વૈયિકી બુદ્ધિનો વિષય છે એમ વ્યાખ્યાન કરે છે. જેમકે કોઈક કૃપાળુએ કોઇક ગંભીર (ઊંડા) પાણીવાળી નદીને ઉતરતા તણાઈ ૧. જેમકે કોઈ ચાર જુગારીઓ રમીથી જુગાર રમે છે. તેમાં એક જુગારી ૨૫ પોઈટથી જીત્યો. બીજો જુગારી
૫ પોંઈટ હાર્યો, ત્રીજો જુગારી ૯ પોંઈટ હાર્યો અને ચોથો જુગારી કેટલા પોંઈટ હાર્યો તે લખવાનું ભુલાઈ ગયું. પાછળથી ખબર પડતા પ+૯ નો સરવાળો ૧૪ થાય તે ૨૫ માંથી બાદ કરતા ૧૧ વધે છે માટે
ચોથો જુગારી ૧૧ પોંઈટ હાર્યો છે એમ નક્કી થાય છે. ૨. વ્યુત્પત્તિ- વધારાની જે ઉપજ થાય તેમાંથી મારે ગ્રહણ કરવું જેથી લોકો ઉપર બોજો ન પડે. ૩. કીટલીમાં ભરવાનું મુખ ઘણું મોટું હોય છે. તેમાંથી બીજીમાં ઠાલવવાનું મુખ (નાળચું) ઘણું સાંકળું હોવાથી
પરિમિત ઠલવાય છે.