________________
ઉપદેશપદ : ભાગ-૧
૧૮૩ દશરથે પોતાના સ્થાન ઉપર રામને સ્થાપવા નક્કી કર્યું. તે વખતે કૈકેયીએ વરદાન માગ્યું કે મારો પુત્ર ભરત રાજા કરાય. રાજા વિલખો થયો. વિનયપ્રિય રામે આ હકીકત જાણી. પગમાં પડવા પૂર્વક રામ પિતાને વિનવે છે કે હે તાત ! તમે સત્યપ્રતિજ્ઞાવાળા થાઓ. લક્ષ્મણની સાથે હું વનમાં જઇશ. પુત્ર વત્સલ રાજા મનમાં બીજા ઉપાયને નહીં જાણતો, પુત્રના વિયોગમાં રાજ્યને શૂન્ય માનતો અનુજ્ઞા આપે છે. સીતા સહિત બંને પણ કુમારો સકલ નગરીમાં અતિ મોટા શોકને ઉત્પન્ન કરતા દક્ષિણ દિશામાં ચાલ્યા અને મહારાષ્ટ્ર મંડળમાં ગહન વનમાં પહોંચ્યા. અરણ્યમાં જેમ સિંહ રહે તેમ તેઓ હિમગિરિ અરણ્યમાં સ્થિર રહ્યા. ફળ-ફુલ-કંદના ભોજનમાં રત, નિર્ઝરણાના પાણી પીતા, પિતાનો વિનય કરવાથી પોતાનું જીવન સફળ માનતા, હંમેશા તે તે પ્રકારે ચિત્તમાં પરોપકારનો આદર કરતા, સીતા વડે કરાઈ રહી છે સાર સંભાળ જેઓની, સંતુષ્ટ ચિત્તવાળા એવા તેઓના દિવસો પસાર થાય છે.
પૂર્વે પણ સીતા ઉપર જેને ગાઢ અનુરાગ થયેલ એવા લંકાધિપે જાણ્યું કે રામ જનકરાજાની પુત્રી સાથે વનમાં વસે છે. છળકારી રાવણે સીતાને મેળવવાનો ઉપાય આદર્યો. કોઈક સમયે રાવણે જ તેઓને અતિ વ્યાકુલ કરીને પુષ્પક વિમાનમાં બેસીને સીતાનું હરણ કરી લંકાપુરીમાં લઈ ગયો. પોતાના સ્થાનમાં પાછા ફરેલા રામે ક્યાંય પણ સીતાને ન જોઈ. સર્વસ્વથી જાણે ઠગાયા ન હોય તેમ શોક અને પરાભવને પામ્યા. હનુમાન દૂતવડે પ્રાપ્ત કરાયો છે સર્વ વૃત્તાંત જેનો એવો રાવણ સુગ્રીવની સહાયથી ભાઈ સહિત લંકા નગરીમાં જઈને રામ વડે હણાયો. તલના ફોતરા જેટલું પણ શીલ જેના વડે ખંડિત નથી કરાયું એવી સીતાને ચૌદ વરસ પછી પાછી મેળવી ઉપાર્જન કરાયેલ છે પ્રૌઢ યશ જેના વડે એવા રામ અયોધ્યામાં પાછા આવ્યા. ભરતે નિરવદ્ય પણે રાજ્યનું પાલન કર્યું. રામની અનુજ્ઞાથી લક્ષ્મણનો રાજ્ય ઉપર અભિષેક થયો. શુભ મનવાળા રાજ્યના સુખને અનુભવતા એવા તેઓના જેટલામાં દિવસો પસાર થાય છે તેટલામાં ખોટી અને બળવાન પ્રજાએ સીતાને શીલ સ્કૂલનાનો મોટો અપવાદ આપ્યો. તે આ પ્રમાણે –
રાવણ પરસ્ત્રીમાં લોલુપી અને સર્વે કાર્યોમાં પણ વિરુદ્ધ આચરનારો હોવાથી, તેના ઘરે રહેલી સીતાનું શીલ અખંડિત કેવી રીતે રહે ? પોતાની સ્ત્રીના પવિત્ર શીલને જાણવા છતાં પણ રામ જનાપવાદથી કંઈક અવજ્ઞા બતાવે છે ત્યારે સીતા ઘણા શોકને પામી. કોઈક વખત અંતઃપુરની અંદર રહેલી મત્સરને ધારણ કરતી ક્ષત ઉપર ક્ષાર પડો એમ વિચારતી શોક્યોએ કહ્યું : હે હલે ! તે રાવણ રાજાએ રૂપથી ત્રણ લોકને જીતી લીધું હતું. અહીં જન–અપવાદ વર્તે છે તેથી તું આલેખી બતાવ કે તે કેવો હતો, સર્વલોક નીચના નીચ આશયને અને મોટાના મહાનુભાવ (ઉદાર આશય)ને પોતાના અનુમાનની કલ્પનાથી સર્વથા જાણી શકતો નથી. કહેવાનો ભાવ એ છે કે શોક્યના મનમાં રહેલા દુષ્ટ આશયને પોતાના અનુમાનથી સીતાજી ન જાણી શક્યા. દુષ્ટના દુષ્ટ આશયને નહીં જાણી શકવાથી સરળ જીવો ઠગાય છે અને મોટાઓના ઉદાર આશયને નહીં