________________
૧૭૫
ઉપદેશપદ : ભાગ-૧ पदादेश्च च्युतस्य पत्रादावलिखितस्य यज्ज्ञानं तदपि वैनयिकी । तत्राक्षरस्य च्युतं यथा"गोमायोर्बदरैः पक्वैर्यः प्रदो विधीयते । स तस्य स्वर्गलाभेऽपि मन्ये न स्यात् વઢવાવના " વિનુશ્રુતં યથા–“સોધ્યાપ વોકનં નવ્ય બનઃ શનિવલિતઃ | દિકર્તાવી દતે વો બન્ને મામાશ્રતઃ ? ''તિ ૨૦૧૨
ગાથાર્થ– લેખ, લિપિનું વિધાન, લખોટીથી રમવું, અક્ષરનું આલેખન, ભૂપીઠ ઉપર લખવું, લિખિતનું વાંચન, કાના–માત્રાથી હીનનું વાચન. (૧૦૯)
લેખ' એ પ્રમાણે દ્વાર પરામર્શ છે. વૈયિકી બુદ્ધિ વિશે લિપિ ભેદનું ઉદાહરણ છે. તે લિપિ અઢાર પ્રકારે છે. ૧. હંસલિપિ ૨. ભૂતલિપિ ૩. યક્ષ ૪. રાક્ષસ ૫. ઊડિયા ૬. યવની ૭. ફુડરી ૮. કીર ૯. દ્રાવિડી ૧૦. સિંધી ૧૧. માલવી ૧૨. નટી ૧૩. નાગરી ૧૪. લાટલિપિ-ગુજરાતી. ૧૫. પારસી-ફારસી ૧૬. અનિમિત્ત ૧૭. ચાણક્ય લિપિ ૧૮. મૂલદેવલિપિ. આ લિપિઓ તે તે દેશમાં પ્રસિદ્ધ છે. તેને વિષે
કોઈક રાજાએ કોઈક ઉપાધ્યાયને લિપિ શિખવા માટે પોતાના પુત્રો સોંપ્યા અને તેઓ દુષ્ટ ચેણવાળા હોવાથી મનને એકાગ્ર કરી ભણવા ઈચ્છતા નથી પણ રમતો જ રમે છે. પછી આ પુત્રો નહીં ભણે તો રાજા ઠપકો આપશે એવા ભયથી ઉપાધ્યાય તેઓની સાથે લખોટી રમવા લાગ્યા અને તે ઉપાધ્યાય તેઓને સકારાદિ અક્ષરપાત અનુરૂપ તે ગોળાના રૂપક(પ્રતિબિંબ)થી અક્ષરનું આલેખન કરાવવા લાગ્યા. તેઓ જ્યારે શિખવાડવા છતાં શિખતા નથી ત્યારે ઉપાધ્યાય લખોટી રમવા વડે કરીને લખોટીનો પાત (ગોઠવવું) જ એવી રીતે શિખાવ્યો જેથી ભૂમિ ઉપર અક્ષરોની આકૃતિ રચાઈ. અથવા ભૂપૃષ્ઠ ઉપર લખાયેલા અક્ષરોનું વાંચન તે વૈયિકી બુદ્ધિ છે.
તથા અક્ષર, અનુસ્વાર, કાના, માત્રા કે પદ વગેરે ન્યૂન લખાયા હોય તેવા પત્રને સંપૂર્ણપણે અનુસ્વાર અને કાના, માત્રા આદિપૂર્વક વાંચવું તે જ્ઞાન પણ વૈનાયિકી બુદ્ધિનું છે. તેમાં અપૂર્ણ અક્ષરવાળા શબ્દનું ઉદાહરણ આ પ્રમાણે છે– પાકેલા બોરોથી શિયાળને જે પ્ર(મો)દ (હર્ષ) થાય છે તેવો પ્રમોદ તેને સ્વર્ગ મળી જાય તો પણ ન થાય એમ હું માનું છે. અહીં પ્રમોદમાં મો છૂટી ગયો હતો તેને પૂર્ણ કરીને વાંચવું તે વૈનાયિકી બુદ્ધિ છે.
બિંદુની ખામીવાળા અક્ષરનું ઉદાહરણ–
ઠંડીથી પીડાયેલો હોય, માર્ગમાં રહેલો હોય, હિમ પડતો હોય ત્યારે એવો કોણ મુસાફર છે જે નવા ગરમ કબલને ન ઈચ્છે ? (અહીં કંબલ શબ્દમાં ક ઉપર અનુસ્વાર છૂટી ગયો છે.) ૧. નકારાદિ અક્ષરપાત– ઉપાધ્યાય રાજપુત્રો પાસે એવી રીતે લખોટીઓ ગોઠવાવે છે જેથી નકારાદિ
અક્ષરો બને. ૨. ઉપાધ્યાય પોતે જ ભૂમિ ઉપર લખોટી ગોઠવી અક્ષરો બનાવી રાજપુત્રો પાસે વંચાવે છે.