________________
ઉપદેશપદ : ભાગ-૧
केनचिद् द्रव्यलोभिना क्वापि पर्वतविषमप्रदेशे मार्गतटवर्त्तिनि यन्त्रप्रयोगेण विचित्राभरणभूषिता देवताप्रतिमा कारिता । ततः सार्थवाहादिलोकस्तेन प्रदेशेन गच्छन् कौतुकेन तद्दर्शनार्थं देवकुलगर्भगृहे प्रविशति यदा चासौ तद्वारि पादनिक्षेपं करोति तदा 'उट्ठाणं टंकओ झत्ति' इति - उत्थानं संमुखं चलनं टङ्कात्ततो विषमपर्वतप्रदेशाज्झगित्येव तस्य देवता करोति । एवं च छलेन प्रतिमाचौरस्त्वमिति कृत्वा गृह्यतेऽसौ प्रच्छन्ननियुक्तराजपुरुषैराच्छिद्यते च सर्वमपि धनं ततः सकाशात् । एवमौत्पत्तिकीबुद्ध्युपायेन राजा द्रव्यसंग्रहं कृतवानिति ॥ ९९ ॥
૧૪૯
ગાથાર્થ— પરિવર્તન, ન્યાસકાળથી જ્ઞાન, બીજા આચાર્યો રાજાએ દેવતાની પ્રતિમા કરી, ટંકથી યંત્રથી દેવતાનું ઉત્થાન. (૯૯)
‘જ્ઞાન’ એ પ્રમાણે દ્વાર પરામર્શ છે. આ પ્રમાણે પૂર્વના ઉદાહરણની જેમ કોઇકે કોઇકને ત્યાં કોથળી થાપણ મૂકી. તેણે કોથળીમાં રહેલા સાચા સિક્કાની અદલાબદલી કરી. પાછા આવીને તેણે કોથળી માગી અને પાછી મેળવી. જેટલામાં કોથળી ખોલીને જોઈ તો પોતાના સાચા સિક્કાના બદલે બદલી થયેલા બીજા ખોટા સિક્કાને જુએ છે. વિવાદ કરતા તે બે કારણિકો પાસે ગયા. વૃત્તાંતને જાણ્યા પછી ઔત્પત્તિક બુદ્ધિથી યુક્ત થાપણ મુકતી વખતના સિક્કાના સંવત્સર કાળથી સિક્કાના ભેદનું જ્ઞાન મેળવ્યું. આ સિક્કા બદલી કરાયેલા છે. કારણ કે અલ્પદ્રવ્યવાળા છે. નિક્ષેપકાળે ટંક બંનેમાં પણ સમાન હોવા છતાં પૂર્વના સિક્કાઓ વધારે દ્રવ્યવાળા (વજનવાળા) હતા. તેથી આ જુના સિક્કાનો અપલાપકારી છે એમ જાણી નિગ્રહ કર્યો. અન્ય આચાર્યો કહે છે—
કોઇક દ્રવ્યલોભી રાજાએ ક્યાંક વિષમ પર્વત પ્રદેશમાં માર્ગના કિનારાની નજીક યંત્રપ્રયોગથી વિચિત્ર આભરણથી ભૂષિત દેવતાની પ્રતિમા કરાવી. પછી સાર્થવાહ વગેરે લોક તે પ્રદેશમાં જતા કૌતુકથી તેના દર્શન માટે દેવકુલના ગભારામાં પ્રવેશે છે. જ્યારે આ (સાર્થવાહ વગેરે) તેના દરવાજા ઉપર પગ મૂકે છે ત્યારે વિષમ પર્વત પ્રદેશથી પ્રતિમા ઊભી થઇ તેની સન્મુખ ચાલે છે ત્યારે ‘તું પ્રતિમાનો ચોર છે’ એમ આરોપ મૂકીને ગુપ્ત નિમણુંક કરાયેલા રાજપુરુષો તેની પાસેથી બધું ધન છીનવી લે છે. આ પ્રમાણે ઔત્પત્તિકી બુદ્ધિથી રાજાએ દ્રવ્યનો સંગ્રહ કર્યો. (૯૯)
भिक्खुम्मिवि एवं चिय, भुयंग तव्वेस णास जायणया । अण्णेऽवाउडवसही, खरिचीवरडाह उड्डाहो ॥१००॥
૧. સમાન છાપના સિક્કા : જેમકે ઈ. સ. ૧૯૭૦ ની સાલમાં છપાયેલા રૂપિયાના સિક્કાનું જે વજન છે તેના કરતા ઈ. સ. ૨૦૦૩ માં છપાયેલા સિક્કાનું વજન ઓછું છે. બંનેમાં છાપ સમાન છે છતાં વજનમાં તફાવત છે તેમ આ દૃષ્ટાંતમાં જાણવું.