________________
૧૬૬
ઉપદેશપદ : ભાગ-૧ એ પ્રમાણે ત્રીજું વરસ આવી ગયું. પછી તે આગ્રહથી માગે છે છતાં તે આપતો નથી, ત્યારે ક્રોધથી લાલચોળ થયેલ છે સર્વ શરીર જેનું એવો કલ્પક તેને કહે છે કે જો હું મારા લોહીથી આ વસ્ત્રોને ન રંગુ તો ભયંકર જ્વાળાઓથી બળતી એવી ભઠ્ઠીમાં હું નિશ્ચયથી પ્રવેશ કરીશ. પછી પોતાને ઘરે ગયો અને તીક્ષ્ણ છૂરી લઈને ધોબીના ઘરે આવ્યો. તે વખતે ધોબીએ ધોબણને કહ્યું કે વસ્ત્ર લઈ આવ અને આપ, એટલામાં તે તેમ કરે છે તેટલામાં કલ્પકે ધોબીનું પેટ ચીરીને તે વસ્ત્રો રંગ્યા. તેની સ્ત્રીવગેરેએ કલ્પકને કહ્યું કે તે આ નિરપરાધીને કેમ હણ્યો ? રાજાએ તેને વસ્ત્ર આપવાની ના પાડી હતી તેથી તેણે વસ્ત્રો આપ્યા ન હતા. કલ્પક વિચાર્યું કે ખરેખર આ રાજાનું કાવતરું છે પણ આનો દોષ નથી. હા ! મને ધિક્કાર થાઓ. મેં આવું એકાએક અણછાજતું કેમ કર્યું? ત્યારે અમાત્ય પદ અપાતું હતું પણ મેં ન સ્વીકાર્યું તેથી આ ફળ મળ્યું. જો મેં દીક્ષા લીધી હોત તો હું આવા સંકટને ન પામત, તેથી જેટલામાં કોટવાળો મને બળાત્કારે ન લઈ જાય. તેટલામાં રાજાની પાસે સ્વયં જાઉં.એમ વિચારીને રાજકુળે ગયો અને વિનયપૂર્વક રાજાને મળ્યો અને કહ્યું કે મારે શું કરવું તે કહો. રાજા કહે છે પૂર્વે જે કહ્યું હતું તેનો સ્વીકાર કર. પછી રાજ્યના મંત્રીપદે નિમણુંક કરાયો. તત્ક્ષણ જ પોકાર કરતા ધોબીઓ રાજકુલે આવ્યા. રાજાની સાથે કલ્પકને સ્નેહથી વાતો કરતો જોઈને દશેદિશામાં નાશી ગયા. પછી કલ્પક ઘણી સ્ત્રીઓને પરણ્યો અને ઘણાં પુત્ર રત્નો થયા. (૯૬)
કોઈક વખત પુત્રના લગ્ન પ્રસંગે અંતઃપુર સહિત રાજાને ભોજન માટે આમંત્રણ આપ્યું. લ્પકને ઘરે વિવિધ પ્રકારના આભૂષણો અને શસ્ત્રો તૈયાર કરાઈ રહ્યા છે ત્યારે પૂર્વના ક્રોધિત થયેલા અમાત્યે આ છિદ્ર મેળવ્યું. પ્રસંગ મેળવીને તેણે રાજાને વિનંતિ કરી કે હે દેવ ! આ લ્પક સારો નથી કારણ કે તમને પદભ્રષ્ટ કરી રાજ્ય ઉપર પુત્રને સ્થાપવા ઇચ્છે છે. આ આમ જ છે. એમાં કોઈ ફરક નથી. નહીંતર લડાઈને યોગ્ય હથિયારો કેવી રીતે બનાવે ? રાજાઓ પ્રાયઃ ધોરિયા (નીક)ના પાણી સમાન હોય છે, જેથી ધૂર્તો જ્યાં લઈ જાય ત્યાં જ વળે છે. પોતાના પુરુષને મોકલી ખાતરી કરી. અતિક્રોધી થયેલા રાજાએ પરિવાર સહિત કલ્પકને અતિ ગંભીર (ઊંડા) કૂવામાં નાખ્યો. કૂવામાં રહેલા બધાને એક સેતિકા કોદ્રવ ભાતની અને એક કાવડ પાણીની અપાય છે પછી તે પોતાના કુટુંબને કહે છે કે મારા કુળનો પ્રલય આવ્યો છે. જે સત્ત્વ ધરીને કુળનો ઉદ્ધાર કરે અને વૈરનો બદલો લઈ શકે તે આ ભોજન જમે બીજો નહીં. કુટુંબીઓએ કહ્યું કે તમારા સિવાય બીજાની આવી શક્તિ નથી તેથી તમે જ આ ભોજન કરો અને બાકીના બધા અનશન કરી દેવલોકમાં ગયા. તે ભોજનને જમીને કલ્પક પ્રાણ ધારણ કરે છે. (૧૬)
સીમાડાના રાજાઓમાં આ વાત ફેલાઈ કે પુત્ર અને પત્નીઓ સહિત કલ્પક મરણ પામ્યો છે પછી સાહસી થયેલા તેઓ જલદીથી પાટલીપુત્રને ચારે બાજુથી મોટી સેનાથી ઘેરો ઘાલે છે અને ભીંસાયેલો નંદ એકાએક નિરાનંદ થયો. બીજા કોઈ ઉપાયને નહીં જોતા જેલના અધિકારીને પૂછે છે કે શું કલ્પકના પરિવારમાંથી અતિશ્રેષ્ઠ બુદ્ધિથી યુક્ત કોઈ પુત્ર, સ્ત્રી કે દાસી તે કૂવામાં છે?કેમકે