________________
૧૬૪
ઉપદેશપદ : ભાગ-૧ ગયા. તેણે (ઘોડાએ) સ્કુરાયમાન થતી છે વિશાળ શરીરની કાંતિ જેની એવા મૂર્ખ હજામને જોયો. ઘોડાએ ઉદયમાં આવેલ પૂર્વના પુણ્યવાળા હજામને પીઠ ઉપર બેસાડ્યો, બે ચામરો. વીંઝાયા, ઢંકાયું છે આકાશ જેના વડે એવું મહાછત્ર ધરાયું. સર્વે વાજિંત્રો વાગ્યા, રાજાના અભિષેકના સારભૂત ભદ્રનારાઓ ગુંજ્યા, અર્થાત્ જયજયારવ થયો. રાજ્યની ચિંતા કરનાર લોક વડે તે ઉદાયી રાજાના ખાલી પડેલા સુંદર પદ પર સ્થાપન કરાયો. તેની મૂર્ખતાના ભાવથી બધા સૈનિકો અને દંડભોજિક (સામંતો) વિનયને કરતા નથી.
હવે તે વિચારે છે, “હું કોનો રાજા' ? હવે કોઈકવખત સભામાં બેઠેલો નંદ ઊઠીને બહાર નીકળ્યો, ફરી પણ અંદર આવ્યો તો પણ કોઈએ તેનું કંઇપણ અભ્યથાન ન કર્યું. કોપનો વિકાર કરીને તેણે કહ્યું: અરે કોટવાળો ! તમે આ લોકોને હણો. આ વચનને સાંભળીને પેલા રાજાઓ પરસ્પર ખડખડાટ હસ્યા. પછી તીવ્ર રોષના આવેશમાં આવેલા તેણે સભામંડપના દરવાજે દ્વારપાળના પુતળાને જોઈ કહ્યું: જો આ લોકો વિનય નથી કરતા તો શું તમારે પણ વિનયની પરિહાણી થઈ છે? પુતળાઓ એકાએક ઊભા થયા. હાથમાં રહેલી તીક્ષ્ણ તલવારના ઝાટકાથી કેટલાકને મારી નાખ્યા. કેટલાક સૈનિકો, ખંડિયા રાજા અને બીજા નાશી ગયા, બીજા ભયથી ત્રાસી ઊઠ્યા. પછી મસ્તક ઉપર જોડાયા છે પોતાના કર રૂપી કમળો જેઓ વડે, ભૂપીઠ ઉપર મુકાયા છે મસ્તકો જેઓ વડે એવા તે સર્વે રાજાને ખમાવીને વિનીતવિનયપણાને પામ્યા. તેને કોઈ અમાત્ય કુમાર નથી. સર્વ પ્રધાનમંડળ તેવા પ્રકારનો છે, અર્થાત્ વૃદ્ધ જેવો છે, રાજા ઉપયોગપૂર્વક યુવાન પ્રધાનની શોધ કરે છે, છતાં તેને તેવો કોઈપણ પ્રધાન મળ્યો નહીં. (૫૬)
એ પ્રમાણે જ સ્થિતિ વર્તે છે ત્યારે નગરની બહાર કપિલ નામનો બ્રાહ્મણ વસે છે. જે બ્રાહ્મણજનને ઉચિત કાર્યોને કરે છે. હવે કેટલાક સાધુઓ સાંજના સમયે ત્યાં આવ્યા. હમણાં કુમુહૂર્ત જો નગરમાં પ્રવેશ કરીશું તો દુઃખ ઉત્પન્ન થશે એમ જાણીને નગરની બહાર તેના હવનઘરમાં રહ્યા. તે પંડિતાઈના અભિમાનવાળો અર્થાત્ પોતાને પંડિત માનતો કપિલ પ્રશ્નો પૂછવા લાગ્યો. પૂછેલા પ્રશ્નોના ઉત્તરો આપીને સાધુઓએ તેને જૈનશાસન પ્રત્યે વિનિશ્ચિત અને અતિ નિપુણ કર્યો. જિનવચન જ શ્રેષ્ઠ છે એમ માનતો તે શ્રાવક થયો.
એ પ્રમાણે કાળ પસાર થયે છતે હવે ક્યારેક ચોમાસામાં બીજા સાધુઓ ચાતુર્માસ માટે રહ્યા. દારુણ રૂપવાળી રેવતી વાણવ્યંતરીએ તે કપિલના પુત્રને જનમવા માત્રથી જ પકડ્યો, અર્થાત્ વંતરી બાળકના શરીરમાં પ્રવેશી. તેની માતા તેને ભાવનાલ્પ' કરતા સાધુઓની નીચે (પાસ) ભાવિત કરે છે. ક્યારેક કલ્પના પ્રભાવથી તે સાજો થયો અને વ્યંતરી નાશી ગઈ. ત્યાર પછી તેના સર્વે પુત્રો સ્થિર થયા તેથી માતા પિતાએ સુપ્રશસ્ત દિવસે, સ્વજનોનો સત્કાર કરીને તેનું નામ
૧. ભાવનાકલ્પ– અનિત્યાદિ બાર પ્રકારની ભાવના અને મૈત્રી આદિ ચાર ભાવનાના ચિંતન સ્વરૂપ ધર્મધ્યાન.