________________
ઉપદેશપદ : ભાગ-૧
૧૬૫
કલ્પક રાખ્યું. તે શુક્લપક્ષના ચંદ્રની જેમ શરીરથી વધવા લાગ્યો. માતાપિતા કાળધર્મ પામ્યા પહેલા તેણે બ્રાહ્મણલોકને યોગ્ય ચૌદેય પણ વિદ્યાઓ વિલંબ રહિત ભણી લીધી. અને તે આ પ્રમાણે છેછ અંગ, ચાર વેદ, મીમાંસા, ન્યાય વિસ્તર, પુરાણ અને ધર્મશાસ્ત્ર એ ચૌદ સ્થાનો છે. શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત તથા જ્યોતિષ એ છ અંગો છે એમ જ્ઞાનીઓ કહે છે. તે સર્વબ્રાહ્મણોની ઉપર શિરોમણિ થયો. અતિ શાંત થયેલો (સંતોષી) રાજાથી અપાતા પણ દાનને લેતો નથી. ભરયૌવનને પામ્યો છતાં પણ વિદ્યાગુણી એવો કલ્પક પરમ સૌભાગ્ય, સુરૂપથી પૂર્ણ પણ એવી કોઈપણ કન્યાને પરણવા ઈચ્છતો નથી. તે અનેક સેંકડો છાત્રોની સહિત હંમેશા નગરમાં ફરે છે. (૬૮)
હવે તેના આગમન-નિર્ગમનના માર્ગમાં એક બ્રાહ્મણ રહે છે તેની પુત્રી જલૂસક નામના વ્યાધિથી પીડાયેલી શરીરવાળી ઘણી સ્કૂલ થઈ ગયેલી હોવાથી અતિરૂપવતી હોવા છતાં તેને કોઈપણ પુરુષ પરણતો નથી. આ પ્રમાણે વયથી ઘણી મોટી થઈ. તેને ઋતુ સમય થયો છે તેમ તેના પિતાએ જાણ્યું. તે વિચારવા લાગ્યો કે જે કુંવારી કન્યા ઋતુના લોહીના પ્રવાહને વહાવે છે તેને શાસ્ત્રમાં બ્રહ્મહત્યાવાળી કહી છે. આ કલ્પક બટુક સત્ય પ્રતિજ્ઞાવાળો છે તેથી કોઈપણ ઉપાયથી આને આપું નહીંતર એનો વિવાહ નહીં થાય. તેણે પોતાના ઘરના દરવાજે ખાડો ખોદ્યો. તેમાં આને રાખી પછી મોટા શબ્દથી બૂમ પાડી કે ખાડામાં પડી ગઈ છે. અરે અરે ! આ મારી કપિલા પુત્રી છે જે તને બહાર કાઢશે તેને મેં આપી છે. બૂમ સાંભળીને કરુણાળુ કલ્પકે તેમાંથી (ખાડામાંથી) તેને બહાર કાઢી. પછી તેણે કહ્યું: હે પુત્ર ! તું સત્યપ્રતિજ્ઞાવાળો છે. પછી અપયશના ભીરુ એવા કલ્પકે તેનો સ્વીકાર કર્યો. ઔષધો આપીને તેને નીરોગી કરી.
રાજાએ સાંભળ્યું કે આ નગરમાં કલ્પક પંડિત શિરોમણિ છે. એટલે તેને બોલાવીને રાજાએ કહ્યું કે તું રાજ્યની ચિંતા કરનારો થા, અર્થાત્ તું રાજ્યનો કારભાર સંભાળ. હે કલ્પક ! બ્રહ્માની બુદ્ધિની હાંસી કરાઈ છે જેના વડે એવો તું અસામાન્ય બુદ્ધિનો ભંડાર છે. તથા આ સર્વ રાજ્ય તારા વશમાં છે, જેથી તે ભદ્ર ! અમને માત્ર ખાવા-પહેરવા સિવાય અન્ય કોઈ કાર્ય નથી. કલ્પક રાજાને કહ્યું: આ પાપને હું કેવી રીતે સ્વીકારું ? અર્થાત્ આ પાપમાં કેમ પડું? રાજા વિચારે છે કે આ નિરપરાધી વશ નહીં થાય. તેની શેરીમાં જે ધોબી વસે છે તેને રાજાએ પુછ્યું શું તું કલ્પકના વસ્ત્રો ધોવે છે કે નહીં ? અથવા બીજો કોઈ ધોવે છે ? તેણે કહ્યું: હું જ ધોવું છું. આ વખતે જો તને વસ્ત્રો ધોવા આપે તો તું તેને પાછા ન આપતો એમ રાજાએ જણાવ્યું. (૮૧),
હવે ઇન્દ્ર મહોત્સવ આવ્યો ત્યારે સ્ત્રીએ લ્પકને આ પ્રમાણે કહ્યું હે પ્રિયતમ ! તમે મારા વસ્ત્રો સારી રીતે રંગાવી આપો. અતિ સંતુષ્ટ મનવાળો તે જેટલામાં ઇચ્છતો નથી તેટલામાં ફરી ફરી પણ કહે છે. તે વસ્ત્રોને ધોબીના ઘેર લઈ ગયો. તે કહે છે કે તારા આ વસ્ત્રોને હું મૂલ્ય વિના પણ રંગી આપીશ. ઉત્સવના દિવસે તેણે કપડાં માગ્યા. આજકાલ હું આપું છું. આમ બોલતો બોલતો (બાના કાઢતો) તે કાળ પસાર કરે છે. તેટલામાં બીજું વરસ આવી ગયું.