________________
૧૬૨
ઉપદેશપદ : ભાગ-૧ વૈયિકી બુદ્ધિ વિષે કલ્પક મંત્રીનું દૃષ્ટાંત શ્રેણિક રાજા અને કોણિક મરણ પામ્યા પછી કોણિકના પુત્ર ઉદાયીએ પાટલિપુત્ર નગર વસાવ્યું. જેમ સૂર્ય કરવના વનને સંતાપીને મુરઝાવી દે તેમ પ્રચંડ પ્રતાપથી સર્વ દિશા મંડલોને તપાવીને ઉદાયી દુશ્મનરૂપી કૈરવ વનખંડોને મુરઝાવા લાગ્યો. પરિપૂર્ણ થયો છે ભંડાર જેનો, ગજાદિ ચતુરંગ સાધન(સૈન્ય)થી સનાથ, સામાદિ નીતિથી નિપુણ એવો ઉદાયી રાજા નીતિથી રાજ્યનું પાલન કરે છે. તથા તેવા પ્રકારના ગુરુના ચરણરૂપી કમળની સેવાથી પ્રાપ્ત કર્યું છે સમ્યકત્વ જેણે, પ્રશમાદિ ગુણરૂપી મણિઓ માટે જાણે પ્રત્યક્ષ રોહણાચલ ન હોય એવા ઉદાયી રાજાએ તે નગરની બહાર મનોહર આકારવાળા હિમગિરિના શિખર જેવું ઊંચુ શ્રી વીર જિનેશ્વરનું ભવન કરાવ્યું. મનોરમ્ય અઠ્ઠાઈ આદિ મહોત્સવોના નિત્ય આરંભથી, સાધુના ચરણના પૂજનથી, દીન અનાથ આદિને દાન આપીને, સમ્યગૂ અણુવ્રતના પાલનથી તથા પૌષધાદિ કૃત્યોથી તેણે જિનેશ્વર પ્રણીત ધર્મની પરમ ઉન્નતિ કરી. આથી જ કર્મબંધમાં તીર્થકર નામકર્મ ત્રિલોકના માહભ્યનું અંગ છે. તે કારણથી સ્થાનાંગ સૂત્રમાં તેના બાંધનારની સંખ્યા આ પ્રમાણે કહી છે. જેમકે- શ્રેણિક, સુપાર્શ્વ, પોટ્ટિલ, દ્રઢાયુ, શંખ, શતક, ઉદાયી, સુલસા શ્રાવિકા અને રેવતી આ નવ જણાએ વીરના તીર્થમાં તીર્થંકર નામકર્મ બાંધ્યું છે. ઉદાયીરાજાએ સર્વ ખંડિયા રાજાઓને ઉગ્ર આજ્ઞા ફરમાવી. ઉગ્ર આજ્ઞાનું પાલન કરતા તેઓ હંમેશા ખેદ પામ્યા. કોઈક અપરાધથી એક રાજા પરિવાર સહિત પોતાના દેશમાંથી હદપાર કરાયો. તે રાજા ઉજૈની પહોંચ્યો અને ત્યાંના રાજાની સેવા કરવા લાગ્યો અને કોઈક વખત નિત્ય આજ્ઞાદિથી ત્રાસેલા ઉજ્જૈનીના રાજાએ તેને કહ્યું કે અહીં એવો કોઈ નથી જે અમારા માથા ઉપર વળગેલા આ ઉદાયી રાજારૂપ અંકુશને દૂર કરે. પછી તે સેવકરાજાના પુત્રે મોટા ખાર દ્વિષ) થી કહ્યું કે જો તમે મને પીઠબળ પુરું પાડો તો હું આ કાર્ય કરી આપું. તેની અનુમતિ મેળવીને તે કંકલોહની છૂરી લઈ ચાલ્યો અને ક્રમથી પાટલિપુત્ર પહોંચ્યો. પછી રાજાના બાહ્ય અને અત્યંતર પર્ષદાના સેવકવર્ગની ઉચિત સેવાવૃત્તિ કરી તો પણ વિચારેલ અવસર (કાર્ય) સિદ્ધ ન થયો. પણ તે ઉદાયી રાજા આઠમ અને ચૌદશના દિવસે સર્વ રાજ્ય કાર્યો છોડીને ઉપયોગપૂર્વક પૌષધ કરે છે. (૧૬)
અત્યંત ક્ષીણ જંઘાબળવાળા, બીજા સ્થાનમાં વિહાર કરવા અસમર્થ એવા શ્રી ધર્મઘોષ નામના આચાર્ય ત્યાં વસે છે. સાધુઓની પાસે પૌષધ કરવામાં રાજાને ઘણા અપાયો (વિદ્ગો) છે એટલે આચાર્ય જાતે જ પૌષધાદિ લેવાના દિવસોએ રાજભવનમાં જાય છે. રાજાએ પોતાના પરિવારને સૂચના કરી કે દિવસે કે રાત્રે આવતા જતા સાધુઓને તમારે રુકાવટ ન કરવી. તે બદઇરાદાવાળા રાજપુત્રે આ વ્યતિકરને સારી રીતે જાણ્યો કે અહીં સાધુઓનો અનિવારિત પ્રસર છે. પછી તે સેવાવૃત્તિને છોડીને અતિદઢ શ્રાવકપણાના વિનયનો ઉપચાર કરીને અર્થાત્ સુશ્રાવક જેમ ગુરુનો ઉત્તમ વિનય કરે તેવો વિનય કરીને તેણે ગુરુના ચિત્તને આકર્ષીને દીક્ષા લીધી. ભાવસાધુની જેમ તે વિનયમાં રત થયો એટલે તેનું નામ વિનયરત એમ પ્રસિદ્ધ થયું. છળ ૧. કંકલોહ–એક પ્રકારનું મજબૂત અને તીક્ષ્ણ લોખંડ.