________________
૧૪૮
ઉપદેશપદ : ભાગ-૧ ગાથાર્થ– મુદ્રામાં ઠગાઈ, પરિવર્તન, તથા સીવવું, વિસંવાદ, બીજા આચાર્યો, ધૂતકારોથી શોભિત, અંકિત ગાય અને પુત્રીઓ, છોડવું. (૯૮)
' એ પ્રમાણે દ્વાર પરામર્શ છે. આ પ્રમાણે પૂર્વના ઉદાહરણની જેમ કોઈકે કોઈકના ઘરે સાચા હજાર દીનારથી ભરેલી કોથળી રાખી અને પોતાની મુદ્રા લગાવી. તેણે પણ ખોટા દીનાર ભરીને બદલી કરી. તે જ પ્રમાણે કોથળીને સીવી. માલિકે આવીને કોથળીની માગણી કરી અને પાછી મેળવી. જેટલામાં જુએ છે તો બધા દીનારો ખોટા છે. અધિકારીઓ સમક્ષ ફરિયાદ કરી. તે કોથળીમાં જેટલા દીનાર હતા તેટલા જ સાચા દીનારોથી કોથળી ભરી ત્યારે સાચા દીનારોનું વજન અને કદ વધારે હોવાથી કોથળીમાં સમાયા નહીં અને કોથળી તૂટી. પછી અધિકારીઓએ સાચા સોનામહોરના માલિકનો નિર્ણય કરી તેને સાચા દીનારો પાછા અપાવ્યા અને પેલાને દંડ કર્યો.
બીજા આચાર્યો આ પ્રમાણે કહે છે. જેમ કે– કોઈ એક પુરુષે પોતાના મિત્રના ગોકુળમાં ગાયો ચરવા માટે રાખી. લોભી મિત્રે પોતાની અને તે ગાયોને પોતાના ગાયની નિશાની કરી. પ્રસંગે તેણે પાછી માગી. જેમકે મારી ગાયો મને પાછી આપ. તેણે પણ કહ્યું કે આમાની નિશાની વગરની ગાયોને તું ગ્રહણ કર. તેને ખબર પડી કે હું ઠગાયો છું. પછી તે ક્ષોભ પામે છતે બુદ્ધિની (યુક્તિની) પ્રાપ્તિ માટે ધૂતકારોની સેવા કરી. ઔત્પત્તિકી બુદ્ધિને ધરનારા તેઓએ યુક્તિ આપી જેમકે- કોઇપણ ઉપાયથી તેની પુત્રીઓને પોતાને ઘરે લઈ આવી પોતાની પુત્રીઓની સાથે નિશાની કરવી. તેણે તેમજ કર્યું. મિત્રે પોતાની પુત્રીઓ પાછી માગી. તેણે જવાબ આપ્યો કે નિશાની વિનાની પુત્રીઓને તું લઈ જા. બંને પણ અરસપરસ ઠગાયેલાઓએ ગાયો અને પુત્રીઓનું અર્પણ કર્યું. (૯૮)
णाणेवंचिय पल्लट्ट णासकालेण नवर विण्णाणं । अन्ने नरिंददेवय, उट्ठाणं टंकओ झत्ति ॥१९॥ 'नाणेवंचिय'त्ति, ज्ञानके इति द्वारोपक्षेपः । एवमेव प्राग्ज्ञाते इव किल केनचित् कस्यचिन्निक्षेपकः समर्पितः । तेन च 'पलट्ट' त्ति नकुलकमध्यगतानां पणानां परिवर्तः कृतः । प्रत्यागतेन तेन याचितोऽसौ । लब्धश्च नकुलकः । यावदुद्घाटयति तावनवानिक्षिप्तपणान् पश्यति । विवदमानौ च तौ कारणिकानुपस्थितौ । लब्धवृत्तान्तैश्च तैः संपन्नोत्पत्तिकीबुद्धिभिः 'नासकालेण नवर विण्णाणं' ति न्यासकालेन निक्षेपसंवत्सररूपेण नवरं केवलं पणानां ज्ञानं कृतं यथान्ये इमे पणा अल्पद्रव्यत्वात्, निक्षेपकाले च टङ्ककसाम्येऽपि अन्ये आसन् बहुद्रव्यत्वात् । तस्मात्प्राच्यपणापलापकारी एष इति निगृहीतः । अत्रैव मतान्तरम् । अन्ये ब्रुवते–'नरिददेवय' त्ति नरेन्द्रेण