________________
૧૨૭
ઉપદેશપદ : ભાગ-૧
શ્રેણિકની તપાસ કરાવી. શ્રેણિક હાલમાં બેનાતટ નગરમાં સુખપૂર્વક રહે છે એમ જાણ્યું પછી તેને લાવવા માટે તત્ક્ષણ દૂતોને મોકલ્યા. દૂતો તેની પાસે પહોંચ્યા અને રાજા સંબંધી વ્યતિક જણાવ્યો. શ્રેણિકકુમાર તત્ક્ષણ પિતા પાસે જવા ઉત્સુક થયો. (૩૧)
હવે શ્રેણિકે શ્રેષ્ઠીની રજા માગી કે હું પ્રયોજન વશથી પોતાના પિતાના ઘરે જાઉં છું. તેથી ખુશ થઇ મને રજા આપો. તેણે નંદાને કહ્યું: હે બાલિકે ! અમે સફેદ મહેલવાળા રાજગૃહી નગરીના રાજા છીએ, જો કાર્ય ઉત્પન્ન થાય તો ત્યાં આવવું. શ્રેણિક પિતાની પાસે પહોંચ્યો અને રાજ્ય મેળવ્યું. સર્વ પણ પરિજન આજ્ઞા સાધ્ય થયો. નંદાને ત્રીજે મહિને ગર્ભના અનુભાવવાળો અતિનિર્મળ દોહલો થયો અને તેણે શ્રેષ્ઠીને કહ્યો. હે તાત ! હાથીના સ્કંધ ઉપર આરૂઢ થયેલી અને માથે છત્ર ધરેલું હોય એવી હું નગરની અંદર અને બહાર ફરતી, મોટા સ્વરથી કરાતી અમારિ ઘોષણાને સાંભળું તો મને ઘણો સંતોષ થાય, નહીંતર મારે જીવિતનો ત્યાગ છે. અત્યંત તુષ્ટ થયેલો શ્રેષ્ઠી રત્નનો થાળ ભરીને રાજાને મળ્યો અને રાજાએ પણ રજા આપી કે ઇચ્છામુજબ કાર્ય કર. શ્રેષ્ઠ હાથીના સ્કંધ ઉપર બેઠેલી, સફેદ છત્રથી ઢંકાયેલ છે આકાશ તલ જેની ઉપર, અમારિ ઘોષણાને સાંભળતી નંદા નગરીમાં ફરી. દોહલો પરિપૂર્ણ થવાથી હંમેશા પણ પ્રસન્નચિત્તવાળી તેણીએ સાધિક નવમાસે આંખને અતિ આનંદ આપનાર દેવકુમાર જેવા પુત્રને જન્મ આપ્યો. શ્રેષ્ઠીએ પણ તે કાળયોગ્ય જન્મ મહોત્સવ કર્યો. માતાને અભયનો દોહલો થયો હોવાથી પવિત્ર દિવસે પુત્રનું નામ ‘અભય' પાડવામાં આવ્યું. શુક્લ પક્ષના ચંદ્રમંડળની જેમ તે વધવા લાગ્યો અને આઠ વરસનો થયો ત્યારે ઘણી સુંદર બુદ્ધિની રિદ્ધિથી યુક્ત થયો.
પ્રસંગના વશથી અભય પૂછે છે— હે માત ! મારા પિતા ક્યાં રહે છે ? તેણે કહ્યુંઃ રાજગૃહી નગરીનો શ્રેણિક નામનો રાજા તારો પિતા છે. પછી તેણે માતાને કહ્યું: હે માત ! અહીં રહેવું યોગ્ય નથી. સુપ્રશસ્ત સાર્થની સાથે પિતાની પાસે જવા પ્રયાણ કર્યું. ત્યાં પહોંચી રાજગૃહી નગરીની બહાર છાવણી નાખી માતાને રાખી અને અભય પોતે નગરની અંદર ગયો. તે વખતે રાજા અતિચીવટથી અતિઅદ્ભૂત સ્વરૂપવાળા બુદ્ધિથી યુક્ત એવા મંત્રીને શોધે છે. તેવો મંત્રી મેળવવા માટે પોતાની આંગળીની વીંટીને જેમાં સરો સુકાઇ જવાને કારણે તળિયું કોરું ધાક હતું, અર્થાત્ કૂવો પાણી વિનાનો હતો તેવા ઊંડા કૂવામાં નાખી અને સર્વલોકને કહ્યું કે કૂવાને કાંઠે રહીને હાથથી જે આને ગ્રહણ કરશે તેને હું યથા-ઇચ્છિત વૃત્તિ પ્રદાન કરીશ, અર્થાત્ તેને ઇચ્છામુજબ પગાર આપીશ. વિવિધ ઉપાયના પ્રયોગમાં મશગુલ લોક લાભ લેવા પ્રવૃત્ત થયો પરંતુ તેવો કોઈ ઉપાય મળતો નથી જેથી તે મુદ્રિકા ગ્રહણ થઇ શકે. તે પ્રદેશમાં અભયકુમાર આવ્યો અને પુછ્યુંઃ આ શું છે ? લોકે રાજાએ કહેલ સર્વવૃત્તાંતને જણાવ્યો. તત્ક્ષણ અભયને તેનો ગ્રહણનો ઉપાય સુઝયો અને ભીના છાણનો પિંડો તેની ઉપર એકાએક નાખ્યો. મુદ્રિકા તેમાં ચોંટી ગઇ. સળગતા ઘાસનો પૂળો તેના ઉપર નાખ્યો. તેની ગરમીથી છાણનો પિંડ સુકાયો. કૂવાના