________________
ઉપદેશપદ : ભાગ-૧
૧૪૩ માત્રની સહાય છે જેને (અર્થાત્ એકાકી) એવા સર્વે એક દેશાંતર ચાલ્યા. લોકો વડે નથી જણાયા કુલ અને શીલ જેને એવા તે ચારેય બપોરે એક નગરમાં પહોંચ્યા અને કોઈક અતિ શ્રેષ્ઠ દેવભવનના સ્થાનમાં (મંદિરમાં) ઊતર્યા. (૬).
આજે આપણા ભોજનની શું વ્યવસ્થા થશે એમ બોલતા તેઓને સાર્થવાહ પુત્ર કહે છે કે અરે! આજે હું તમને ભોજનની વ્યવસ્થા કરી આપીશ. ત્રણેયને પણ તે સ્થાનમાં મૂકીને નગરની અંદર એકલો ગયો અને પુરાણ (વૃદ્ધ) વણિકની દુકાને બેઠો. તે દિવસે કોઈક દેવનો મહોત્સવ પ્રવર્યો અને ધૂપ-વિલેપન સુગંધી વસ્તુ આદિનો વ્યાપાર થવા લાગ્યો. જ્યારે તે વણિક પડીકા બાંધવામાં પહોંચી વળતો નથી ત્યારે સાર્થવાહ પુત્ર તેને સહાય કરવા લાગ્યો. ભોજનવેળા થઈ એટલે વણિકે કહ્યું કે તું અમારો પરોણો થા. તેણે જવાબ આપ્યો કે મારે બીજા ત્રણ મિત્રો બહાર છે તો હું એકલો કેવી રીતે તમારો મહેમાન થાઉં? પછી વણિક કહે છે કે તેઓને પણ બોલાવી લાવ, મારે તો સર્વ સમાન છે. અતિ ગૌરવપૂર્વક આદરથી તેઓને ભોજન કરાવ્યું અને ભોજન સંબંધી તેને પાંચ રૂપિયા ખર્ચ થયું. (૧૩)
બીજે દિવસે ભોજન કરાવવાની પ્રતિજ્ઞા કરીને સૌભાગ્યજનમાં શિરોમણિ સમાન શ્રેષ્ઠીપુત્ર નીકળ્યો અને ગણિકાના પાડામાં આવેલા શ્રેષ્ઠ દેવકુલમાં ગયો અને ત્યાં બેઠો. તે વખતે નાટ્ય મહોત્સવ ચાલતો હતો. એક ગણિકાની પુત્રી નવયૌવનથી ઉદ્ભટ થયેલી કોઈપણ પુરુષને ઈચ્છતી નથી. પોતાના સૌભાગ્યથી ઉન્મત્ત શ્રેષ્ઠીપુત્ર નાટ્ય મહોત્સવમાં રમ્યો. તેને જોઈ તેણી સરાગ મનવાળી થઈ અને તેને વિકારપૂર્વક જોયો. અતિ સ્નિગ્ધ-મુગ્ધ દૃષ્ટિવાળી ફરી ફરી પણ કટાક્ષના પપૂર્વક જોવા લાગી. ગણિકા આ વૃત્તાંતને જાણી આનંદિત મનવાળી થઈ. પછી શ્રેષ્ઠીપુત્રને બોલાવીને પોતાના ઘરે લઈ ગઈ અને પુત્રીને પ્રણામ કરાવે છે. પછી ગણિકાએ અકૃપણ ભાવથી સહિત અર્થાત્ ઉદાર ભાવથી ભોજન તંબોલ વસ્ત્રાદિથી ચારેનો પણ સત્કાર કર્યો. જેમાં સો રૂપિયાનો ખર્ચ થયો (૧૯)
ત્રીજા દિવસે બુદ્ધિપ્રધાન અમાત્યપુત્ર રાજાના ઘરે ગયો. જ્યાં લાંબા સમયથી ઘણા વિવાદો ચાલી રહ્યા હતા અને તેમાં બે સ્ત્રીઓ એક પુત્રને લઈને આવી હતી. તેઓએ અમાત્યને કહ્યું છે સ્વામિન્ ! અમારી વિનંતિ સાંભળો. દૂર દેશાંતરમાં પતિનું મરણ થવાથી અમે અહીં આવી છીએ. આ અમારું દ્રવ્ય (ધન વગેરે) છે અને આ પુત્ર છે. તેથી જેનો આ પુત્ર છે દ્રવ્ય પણ તેનું થશે એ પ્રમાણે નિર્ણય થશે એમ સમજી તમારી પાસે ન્યાય લેવા આવેલી અમારો ઘણો કાળ પસાર થયો. તેથી પુત્ર અને ધન આપીને કહ્યું કે આજે અમારા વિવાદનો અંત આવે તેમ કરો. પછી અમાત્યે કહ્યું: અહો ! આ વિવાદ અપૂર્વ છે, સુખપૂર્વક તે વિવાદ કેવી રીતે ઉકેલાય? આ પ્રમાણે અમાત્યએ હ્યું ત્યારે અમાત્યપુત્રે કહ્યું કે જો તમારી અનુજ્ઞા હોય તો આ વિવાદનો હું