________________
ઉપદેશપદ : ભાગ-૧
૧૩૧ મારી નીચે દરમાં ચાલી ગયો પણ બીજો કાચંડો તેના દેખાતા જ બીજે ચાલ્યો ગયો અને આ પ્રમાણે તે અત્યંત મૂઢમતિને વહેમ પડ્યો કે એક કાચંડો દેખાતો નથી તેથી નક્કી ગુદામાં થઈને મારા પેટમાં ઘુસી ગયો છે. આવી કુશંકાથી તેને પેટમાં વ્યાધિ થયો, તેવા પ્રકારના વૈદ્યને બતાવ્યું અને કહ્યું કે મારે આવું થયું છે. જો તું મને સો દીનાર આપે તો હું તને સારો કરું. તેણે આ સ્વીકાર્યું પછી વૈદ્ય લાક્ષારસથી રંગેલા એક કાચંડાને ઘડામાં નાખીને વિરેચક ઔષદ્યના પ્રયોગથી તેને ઝાડા કરાવ્યા. ઘડામાં વેગથી પડતા ઝાડાના કારણે ભયભીત થયેલો કાચંડો ઘડામાંથી જલદી બહાર નીકળતો જોયો એટલે શંકાનું સમાધાન થયું અને રોગ નાશ પામ્યો.
અહીં જ મતાંતરને કહે છે. બીજા આચાર્યો આ પ્રમાણે કહે છે તૃતીય વર્ણિક એટલે બૌદ્ધ ભિક્ષુ અને ક્ષુલ્લક એટલે નાની ઉમરનો શ્વેતાંબર સાધુ તે બંનેનો પરસ્પર વાર્તાલાપ થયો ત્યારે ક્ષુલ્લક સાધુએ આ પુરુષ છે કે સ્ત્રી એમ ઉત્તર આપ્યો. અહીં કહેવાનો ભાવ એ છે કે કોઈક પ્રદેશમાં કોઈક બૌદ્ધસાધુએ વિવિધ હાવભાવ(વિકારો)થી માથું ધૂણાવતા કાચંડાને જોયો. ત્યાર પછી તરત તે પ્રદેશમાં એક સુલ્લક સાધુ આવ્યો. ક્ષુલ્લકની મશ્કરી કરતા બૌદ્ધ સાધુએ પુછ્યું: હે હે ક્ષુલ્લક ! તું સર્વજ્ઞપુત્ર છે તેથી કહે કે આ કાચંડો ક્યા કારણે આ પ્રમાણે માથું ધુણાવે છે. ત્યાર પછી તે જ ક્ષણે જેને ઔત્પત્તિની બુદ્ધિની સહાય છે, અર્થાત્ જેને ઔત્પત્તિક બુદ્ધિ ઉત્પન્ન થઈ છે તે ક્ષુલ્લકે તેને આ પ્રમાણે જવાબ આપ્યો કે, હે હે શાક્યવતી ! સાંભળ. આ કાચંડો તને જોઈને ચિંતાથી આક્રાંત મનવાળો થયો છે. ઉપર દાઢીમૂછ જોઈને શું આ ભિક્ષુ પુરુષ છે એમ શંકા કરે છે અને નીચે લટકતો સાળો જોઈને આ ભિક્ષુકી છે એમ શંકા કરે છે. (૮૪)
कागे संखे वंचिय, विण्णायड सट्टि ऊणपवासाई। अण्णे घरिणिपरिच्छा, णिहिफुट्टे रायणुण्णाओ ॥४५॥ .
'काक' इति द्वारपरामर्शः, 'संखे वंचिय'त्ति संख्याप्रमाणं एवमेव प्राच्यकज्ञाते इव रक्तपटेन क्षुल्लकः पृष्टः, यथा-'बिनायडसट्ठित्ति'बिन्नातटे नगरेकियन्तः काकावर्तन्ते? ततः क्षुल्लकेनोक्तम् -अहो भिक्षो? षष्टिः काकसहस्राणि अत्र नगरे वर्तन्ते । भिक्षुःननु यद्यूना अधिका वा काका भविष्यन्ति तदा का वार्तेति ? क्षुल्लकः-'ऊणपवासाई' इति ऊना उपलक्षणत्वाद् अभ्यधिका वा यदि भवतो गणयतः काकाः संपद्यन्ते तदा प्रोषितादयःप्रोषितादेशान्तरंगताः, आदिशब्दादन्यतोवादेशान्तरात्प्राघुर्णकाःआगताः, इदमुक्तंभवति यदि ऊनाः संजायन्ते तदाऽन्यत्र गता इति ज्ञेयम्, अथाभ्यधिकास्तर्हि प्राघुर्णकाः समायाता इति । तदनु निरुत्तरी बभूव शाक्यशिष्यः । अत्रैव मतान्तरमाह - अन्ये आचार्या ब्रुवते, यथा-केनचिद्वणिजा तथाविधाद्भुतपुण्यप्राग्भारोदयेन क्वापि विविक्ते प्रदेशे निधिदृष्टो गृहीतश्च। तदनु घरिणिपरिच्छाणिहि' त्ति-गृहिण्या भार्यायाः