________________
ઉપદેશપદ : ભાગ-૧
કોઇક એક અભિમાની પરિવ્રાજિકાએ જે કોઇ જે કંઇપણ જ્ઞાન વિજ્ઞાન આદિ ક૨શે તેને હું કરીશ એમ નગરમાં પ્રતિજ્ઞાપ્રધાન એવો પટહ વગડાવ્યો. ભિક્ષા માટે નગરમાં પ્રવેશેલા કોઇ ક્ષુલ્લકે આ વૃત્તાંત સાંભળ્યો. તેણે વિચાર્યું કે આની ઉપેક્ષા કરવી સારી નથી અને પટહને સ્પર્શો અને રાજકુળમાં ગયો. રાજસભામાં તેને બેઠેલી જોઇ. નાની વયવાળા ક્ષુલ્લકને જોઇને બોલીઃ હું તને ક્યાંથી (કઇ બાજુથી) ગળી જાઉં ? ખરેખર તું દેવવડે મારા ભક્ષણ નિમિત્તે મોકલાયો છે. અનુરૂપ ઉત્તર દેવામાં કુશળ ક્ષુલ્લકે જલદીથી જ પોતાનું મેહન (લિંગ) બતાવ્યું એટલે પ્રથમથી જ તે જિતાઇ ગઇ. તથા મૂત્રધારા વડે તેણે ધીમે ધીમે ભૂમિ ઉપર સ્ત્રીયોનિ સ્વરૂપ કમળ આલેખ્યું અને કહ્યુંઃ જો ખરેખર તું સત્યવાદિની હો તો હે ધૃષ્ટ! હમણાં સર્વ સભ્યપુરુષોની સમક્ષ પોતાની પ્રતિજ્ઞાનું પાલન કર. અતિ લજ્જનીય કાર્ય હોવાથી અને તેવા પ્રકારની સામગ્રીનો અભાવ હોવાથી તે તેને આલેખવા શક્તિમાન ન થઈ.
૧૩૮
અહીં મતાંતરને કહે છે. પણ અન્ય આચાર્યો આ પ્રમાણે કહે છે—કોઇ એક પ્રદેશમાં કોઇક ભાગવતે (ઈશ્વરવાદીએ) વિષ્ઠાને ફેંદતા કાગડાને જોયો અને તત્કાળ દૃષ્ટિપથમાં આવેલ ક્ષુલ્લક સાધુને પુછ્યું: હે લઘુશ્વેતાંબર સાધુ! જો તું સર્વજ્ઞપુત્ર હો તો જવાબ આપ કેમ્પ આ કાગડો વિષ્ઠાને અહીં તહીં ફેંદતો શું શોધે છે? આ પ્રશ્ન થયો ત્યારે ક્ષુલ્લકે કહ્યું: ‘જલમાં વિષ્ણુ છે, સ્થળમાં વિષ્ણુ છે, પર્વતના શિખર ઉપર વિષ્ણુ છે, આ આખું જગત વિષ્ણુમય છે.” એ પ્રમાણે જેણે સ્મૃતિ શાસ્ત્ર સાંભળ્યું છે અને કુતૂહલ થયું છે એવો આ કાગડો અહીં વિષ્ણુ છે કે નહીં એવી શંકાનું સમાધાન કરવા વિષ્ઠામાં વિષ્ણુને શોધી રહ્યો છે. (૯૧)
,,
मग्गम्मि मूलकंडरि, अज्झववाए कुडंगि पसवत्थं । जायण पेसण रमणे, आगम हासे पडग्गहणं ॥ ९२ ॥
मार्गे इति द्वारपरामर्शः । 'मूलकंडरि' त्ति मूलदेवकण्डरीकधूत कदाचित्कुतोऽपि निमित्तात् पथि व्रजतः । तत्र चैकः पुरुषस्तरुणरमणीसहायो गन्त्र्यारूढः सन्मुखमागच्छन्नवलोकितः ।‘अज्जुववाए' इति अध्युपपन्नश्च कण्डरीकस्तस्यां योषिति । निवेदितश्च स्वाभिप्रायो मूलदेवाय । तेन चोक्तम्, -मा विषीद, घटयाम्येनां ते । ततः 'कुडंगिपसवत्थं जायण' त्ति मूलदेवेन कण्डरीक एकस्यां कुडयां वृक्षगहनरूपायां निवेशितः । स्वयं च मार्गस्थ एवासितुमारब्धः । यावदसौ पुरुषः सभार्यः तत्प्रदेशमागतः, भणितश्च मूलदेवेन - यथैषा मम भार्याऽत्र वंशकुडङ्गयां प्रसवितुमारब्धाऽऽस्ते, एकाकिनी चासौ, ततस्तस्याः प्रसवार्थं स्वभार्यां मुहूर्त्तमेकं प्रेषयेत्येवं याचनं कृतं तस्याः । 'पेसण' त्ति प्रेषणं च कृतं तेन तस्याः । ततः 'रमणे' इति " अंबं वा निंबं वा, आसन्नगुणेण आरुहइ वल्ली । एवं इत्थीओवि हु, जं आसन्नं तमिच्छंति ॥ १ ॥ " इति न्यायमनुवर्त्तमानायास्तस्याः