________________
૧૧૧
ઉપદેશપદ : ભાગ-૧ पक्षद्वयं परिहृतं भवति । संध्यायामादित्यास्तमयलक्षणायाम्, अनेन दिनरात्रिपरिहारः । चक्रमध्यभूम्या चक्रयोर्गन्त्रीसंबन्धिनोर्गच्छतोर्या मध्यभूमिः प्रसिद्धरूपा तया एतेनापथमार्गपरिवर्जनम् । सो हि न पन्था नाप्युत्पथः । तथा 'एडक्वगाइणंगोहलिं च काऊण त्ति एडकादिना एडक्केन आदिशब्दाद्दिनावसानसंभूतातपेन चालनिकाछत्रेण चोपलक्षितः सन् । अनेन यानचलनयोश्छायोष्णयोः छत्रनभसोश्च परिहारो विहितः । अंगोहलिमङ्गावक्षालनम्, चः समुच्चये, कृत्वा विधाय सर्वाङ्गप्रक्षालने हि स्नानमिति लोकरूढिः, शिरःप्रक्षालनपरिहारेण चाङ्गावक्षालनम् । ततोऽङ्गावक्षालनमात्रे कृते न स्नातो नापि मलिनकः संप्राप्तो राजभवनद्वारे ॥६६॥
પછી રાજાવડે આ પ્રમાણે આજ્ઞા કરાયેલો રોહકતેના આદેશનું પાલન કરવાપૂર્વક ઘરેથી નીકળ્યો.જેમકે
ગાથાર્થ-રોહક અમાસની સંધિએ, સંધ્યા વખતે, ચક્રની મધ્યભૂમિથી, ઘેટાદિથી અને અંઘોળી કરીને ગયો (૬૬)
ચંદ્રમાસના બે પક્ષો છે. ૧. કૃષ્ણપક્ષ ૨. શુક્લપક્ષ. અને તેમાં અમાસ સુધી કૃષ્ણ પક્ષ કહેવાય છે અને પુનમ સુધી શુક્લ પક્ષ કહેવાય છે. આ પ્રમાણે અમાવસ્યા પૂર્ણ થવાનો કાળ પક્ષસંધિ તરીકે વ્યવહાર કરાય છે, અર્થાત્ પ્રસિદ્ધ છે. અને પૂર્ણિમાનો કાળ માસસંધિ તરીકે પ્રસિદ્ધ છે. તેથી અમાવસ્યાની સંધિએ ગયો. અમાવસ્યાની સંધિ પછીના શુક્લ પક્ષની અત્યંત નજીક હોવાથી વ્યવહારથી બંને પક્ષમાં ગણતરી થતી નથી અને આમ કરીને તેણે બંને પક્ષોનો ત્યાગ કર્યો. સંધ્યા એટલે જ્યારે સૂર્યાસ્ત થતો હોય તે વખત. આનાથી દિવસ અને રાત્રી બંનેનો ત્યાગ થાય છે, કારણ કે સંધ્યાની ગણતરી દિવસ કે રાત્રિ બંનેમાં નથી થતી. ગાડાના બે પૈડાની વચ્ચેની ભૂમિથી ગયો. કારણ કે આ ભૂમિની ગણતરી માર્ગ કે ઉન્માર્ગ બંનેમાંથી એકમાં પણ થતી નથી. પછી ઘેટા ઉપર બેસીને (પગ ચલાવતો ચલાવતો) ગયો. (ઘેટાની ગણતરી વાહનમાં નથી થતી. અને પગે ચાલેલ નથી.) આદિ શબ્દથી દિવસના અંતે ચાલણીના છત્રથી ગયો. આનાથી વાહન અને ચાલવાનું, છાયા અને તાપ, છત્ર અને આકાશનો ત્યાગ થયો. અને અંગોપાંગ ધોઈને ગયો. લોકમાં સર્વ અંગનું પ્રક્ષાલન જ સ્નાન કહેવાય છે. ત્યારે રોહક માત્ર (અંઘોળી કરીને) અંગોપાંગ ધોઇને ગયો. અંગોપાંગ ધોવાથી સ્નાન પણ કરેલ નથી અને મલિન પણ નથી. આ રીતે રાજાની આજ્ઞાનું પાલન કરી રાજભવન દ્વારે ગયો. (૬૬)
राजभवनद्वारप्राप्तेन च तेन "कथं रिक्तहस्तो राजानं द्रक्ष्यामि यत इत्थं नीतिविद्वचनम्"रिक्तहस्तो न पश्येत राजानं दैवतं गुरुम्" इति । न च नटानामस्माकमन्यत् पुष्पफलादि राजोपनयनयोग्यं मङ्गलभूतं किञ्चिदस्तीति विचिन्त्य૧. અંઘોળી= મસ્તક સિવાયના અંગોનું પક્ષાલન કરવું.