________________
૧૧૪
ઉપદેશપદ : ભાગ-૧ માર્ગમાં થાકી ગયો હતો એટલે રાત્રિના પ્રથમ પહોરમાં જ ઘસઘસાટ ઊંઘી ગયો. પહેલા પહોરને અંતે, રોહકના ઉત્તરથી ઉત્પન્ન થયું છે કૌતુક જેને એવા જાગેલા રાજાએ નહીં જાગતા રોહકને દાંડો લગાડીને ઉઠાવ્યો. રોહક ઊઠ્યો એટલે રાજાએ પુછ્યું શું તું સુતો છે? અને તેણે નિદ્રાના અપરાધના ભયથી કહ્યું. હું જાણું છું. હે દેવ ! તમારી પાસે સૂતેલા એવા મારે ઊંઘવાનો અવકાશ ક્યાંથી હોય?
રાજા– જો તું જાગે છે તો જાગતા એવા મને જવાબ કેમ નથી આપતો? રોહક- હે દેવ ! ચિંતાથી વ્યાકુળ થયો હોવાથી જવાબ ન આપ્યો. રાજા– શું વિચારે છે? રોહક– બકરીની લીંડીઓ ગોળ શાથી હોય છે ? એમ વિચારું છું. રાજા– તે ગોળ ક્યા નિમિત્તથી હોય છે એનો જવાબ તું જ આપ.
રોહક- હે દેવ!પેટની ગરમીથી. તેવા પ્રકારની પવનની સહાયથી પેટમાં બળતો અગ્નિ પેટમાં રહેલા આહારને ચૂરો કરી ત્યાં સુધી મસળે છે જ્યાં સુધી સુપક્વ ગોળ લીંડીઓ બની જાય. (૬૯)
एवं पुणोवि पुच्छा, आसोत्थपत्तपुच्छाण किं दीहं ! । किं तत्तमित्थ दोण्णिवि, पायं तुल्लाणि उ हवंति ॥७०॥
प्रथमप्रहरपर्यवसाने इव द्वितीययामान्ते पुनरपि कम्बिकास्पर्शद्वारेण प्रतिबोध्य तं, राज्ञा पृच्छा कृता, यथा-किं चिन्तयसीति ! रोहकः-'आसोत्थपत्तपुच्छाण किं दीहं' इति अश्वत्थः पिष्पलस्तत्पत्रस्य तत्पुच्छस्य च किं दीर्घमिति । राजा-किं तत्त्वमति कथयतु भवानेव । रोहकः-द्वे अपि 'प्रायो' बाहुल्येन तुल्ये एव भवतः । प्रायोग्रहणं कस्यचित् कदाचित् किंचिदतुल्यभावेऽपि न विरोध इति ख्यापनार्थम् । इयं च गाथा प्रथमार्द्ध पञ्चमात्रसप्तमांशा एव "बहुला विचित्रा" इति वचनान्न दुष्यति, बहुलेति पंचमात्रगणयुक्ता इति ॥७०॥११॥
ગાથાર્થ–આ પ્રમાણે ફરી પણ પુછ્યું કે પીપળાના પાન અને અણીમાં લાબું કોણ? રાજા કહે છે આમાં તત્ત્વ શું છે? બંને પણ પ્રાયઃ સમાન હોય છે. (૭૦)
પ્રથમ પહોરના અંતની જેમ ફરીથી બીજા પહોરને અંતે સોટી અડાળીને તેને જગાડીને રાજાએ પુછયુંઃ શું વિચારે છે? રોહકે કહ્યું: પીપળાના પાન અને પૂંછ એ બેમાં લાંબુ કોણ છે? એમ વિચારું છું. રાજા– આમાં તત્ત્વ (સત્ય) શું છે? તું જ કહે. રોહક- ઘણું કરીને બંને સમાન હોય છે. કોઈક પાંદડાને ક્યારેક કંઈક અસમાન પણ હોય છે તે જણાવતા અહીં પ્રાયઃ ગ્રહણ કર્યું છે તેથી કોઈ વિરોધ નથી.