________________
૧૦૬
ઉપદેશપદ : ભાગ-૧ કર્યો. અરીસાના માપથી ગ્રહણ કરાતા કે અપાતા તલ કે તેલથી ગામના લોકોને ક્યારેય પણ આત્મવંચના નથી તેમ જ તલના સ્વામી રાજાને પણ આત્મવંચના થતી નથી.
वालुगवरहाणत्ती, अदिट्ठपुव्वोति देह पडिछंदं । किं एस होइ कत्थइ, भणह, इमं जाणइ देवो ॥५९॥
ततो वालुकावरहस्य सिकतामयवरत्रालक्षणस्य आज्ञप्तिराज्ञा, दत्ता राज्ञा, यथावालुकावरहकः कूपसलिलसमुद्धरणार्थमिह प्रेषणीयः, रोहकव्युत्पादितैश्च तैर्भणितम्, यथा, अदृष्टपूर्वोऽयमस्माकमीशो वरहकः इत्यस्मात्कारणात् 'दत्त' समर्पयत देव ! यूयं प्रतिच्छन्दं वालुकावरहकप्रतिबिम्बकम् । एवमुक्तो राजा प्रतिभणति यथा-किमेष प्रतिच्छन्दो भवति कुत्रापि इति भणत यूयमेव ग्राम्याः। ततो रोहकशिक्षितैरेव तैरुक्तम्, यथेदं वालुकावरहकः कुत्रापि भवति नवेत्येवंरूपं वस्तु जानाति देवः ॥५९॥५॥
ગાથાર્થ– રાજાએ રેતીના દોરડાની આજ્ઞા કરી. આ દોરડું જોવાયું નથી માટે તેનો નમૂનો આપો તે મુજબ બનાવી શકાય. શું આનો નમૂનો ક્યાંય હોય ? એમ કહો. તેથી દેવ પણ જાણે છે નમૂનો ન હોય તો દોરડો પણ ન હોય. (૫૯)
ઔારિક બુદ્ધિ ઉપર દોરડાનું ઉદાહરણ પછી રાજાએ રેતીનું દોરડું બનાવવાની આજ્ઞા કરી. જેમકે– કૂવામાંથી પાણી સિંચવા માટે રેતીનું દોરડું અહીં મોકલાવો. રોહકની ઉત્પત્તિકબુદ્ધિથી ગામલોકોએ રાજાને જણાવ્યું કે અમોએ આવો દોરડો ક્યારેય જોયો નથી, આ કારણથી હે દેવ ! તમો એનો નમૂનો મોકલાવો જેથી તે (૨) લક્ષ્યાર્થ– ઉપલક્ષણ અર્થ– વાચ્યાર્થ રહે ઉપરાંત બીજા અર્થનું જાણવાપણું. જેમકે– કાગડાથી દહીંનું રક્ષણ
કરવું. અહીં વાચ્યાર્થ કાગડો પક્ષી છે અને લક્ષ્યાર્થ કાગડા સિવાયના બીજા પ્રાણીઓ છે. જેવાકે– બિલાડી,
કૂતરો અને બીજા પક્ષીઓ. કહેવાનો ભાવ એ છે કે કાગડાથી તેમજ બિલાડી, કૂતરાદિથી દહીંનું રક્ષણ કરવું. (૩) વ્યંગ્યાર્થ- વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ ઉપરાંત એ બે અર્થથી ભિન્ન કોઈ ચમત્કારી અર્થનું ભાન કરાવનારી
શબ્દની વૃત્તિ. જેમકે તીરે પોષ: એટલે કાંઠા ઉપર ગોશાળા છે. એમ કહેવાથી શ્રોતાને સહેલાઈથી કાંઠા ઉપર રહેલી ગોશાળાનો બોધ થઈ શકે તેમ હતું તેમ છતાં ક્યાં પોષઃ એટલે ગંગા ઉપર ગોશાળા છે એમ કહેવાનો હેતુ ગંગાતીર વિષે શીતળતા, પાવનતા આદિનો બોધ કરાવવા માટે છે. એમ શીતળતા પાવનતાદિકની પ્રતીતિ ગંગા પદની લક્ષણા વૃત્તિથી થઈ શકતી નથી તેમ શક્તિવૃત્તિથી થઇ શકતી નથી. તેમ વક્તાનું તાત્પર્ય ગોશાળાનું સ્થાન બતાવવામાં છે માટે ત્રણેથી ભિન્ન જે શીતળતા પાવનતાદિકનું ભાન આ અર્થથી થાય છે માટે એ યંગ્યાર્થ છે. તેમ પ્રસ્તુતમાં તલ ઉપલક્ષણ છે, અર્થાત્ તલ શબ્દનો વાચ્યાર્થ તલ થાય છે અને ઉપલક્ષણાર્થ તેલ પણ થાય છે. આત્મવંચના- અરીસાની સપાટી ઉપર જેટલા માપથી જેટલી કિંમતનું તેલ ટકી શકે છે. એટલા માપથી તેટલી કિંમતના તલ પણ રહી શકે છે. પવાલાદિમાં જેટલા માપથી જેટલી કિંમતના તલ રહી શકે છે તેટલા માપથી તેટલી કિંમતનું તેલ નથી રહી શકતું.