________________
ઉપદેશપદ : ભાગ-૧
૧૦૭ મુજબ બનાવીને મોકલી આપીએ. આ પ્રમાણે પ્રત્યુત્તર સાંભળીને રાજા કહે છે– શું આનો ક્યાંય પણ નમૂનો હોઈ શકે ? હે ગ્રામલોકો ! તમે જ કહો. પછી રોહક વડે ભણાવાયેલા ગામવાસીઓએ કહ્યું કે રેતીનો દોરડો નમૂનારૂપે ક્યાંય છે કે નહીં તે દેવ જાણે છે. (૫૯)
अप्पाउहत्थिअप्पण, पउत्ति अणिवेयणं च मरणस्स । आहारादिनिरोहा, पउत्तिकहणेण पडिभेदो ॥६०॥
ततः 'अप्पाउहत्थिअप्पण' त्ति अल्पायुषः पारप्राप्तप्रायप्राणस्य हस्तिनो गजस्यार्पणं ढौकनं तेषां राज्ञा कृतं, इदं चोक्तं-यथा, 'प्रयुक्ति'र्वार्ता प्रतिदिनमस्य देया, 'अनिवेदनं' चाकथनमेव मरणस्य, एष मृतः सन्न कथनीय इत्यर्थः । तथेति प्रतिपन्नमेतत्तैः। अन्यदा च मृतो हस्ती । व्याकुलीभूतश्च ग्रामः । रोहकादेशेन 'आहारादिनिरोधाद्' आहारादिनिरोधमाश्रित्येत्यर्थः, प्रयुक्तिकथनेन 'प्रतिभेदः' प्रत्युत्तरं ग्रामेण कृतम्यथा देव ! युष्मदीयो हस्ती, नो जानीमः किं तत्कारणमद्य नोत्तिष्ठति, न निषीदति, न समर्पितमपि चरणं चरति, जलं च न पिबति, नोच्छ्सिति, न निःश्वसिति, नाक्षिभ्यां निरीक्षते, नच पुच्छादि चालयतीति । ततो भूमीभुजोक्तम्-किमसौ मृतः ! तैरुक्तम्एवंविधव्यतिकरे यद्भवति तद्देव एव जानाति, किं वयं ग्रामीणा विद्यः !॥६०॥६॥
ગાથાર્થ-મરણની અણી ઉપર રહેલા હાથીને મોકલાવ્યો અને કહ્યું કે મરણ સિવાયના સર્વ સમાચાર આપવા, એવી આજ્ઞા રાજાએ કરી. તમે મોકલાવેલ હાથી આહારાદિ કરતો નથી એવા વચનોથી જવાબ આપ્યો. (૬૦)
ઔત્પારિક બુદ્ધિ ઉપર હાથીનું ઉદાહરણ રાજાએ શાલિગ્રામમાં મરણની અણી પર રહેલા હાથીને મોકલાવી કહેવડાવ્યું કે આ હાથીના સમાચાર દરરોજ મોકલાવવા પણ આ મરી ગયો છે એવા સમાચાર ન મોકલવા. ગ્રામલોકોએ આ આજ્ઞાનો સ્વીકાર કર્યો અને ક્યારેક હાથી મર્યો. ગામલોક વ્યાકુળ થયો. રોહકના કહેવાથી હાથી આહારાદિ કરતો નથી એવી યુક્તિપૂર્વકના કથનથી ગામલોકોએ પ્રત્યુત્તર મોકલ્યો. જેમ કે- હે દેવ! અમે જાણતા નથી કયા કારણથી તમારો હાથી આજે ઊઠતો નથી, બેસતો નથી, નીરેલો ચારો. ચરતો નથી અને પાણી પીતો નથી, શ્વાસ લેતો નથી, નિઃશ્વાસ મૂકતો નથી, બે આંખોથી જોતો નથી અને પૂંછડું હલાવતો નથી વગેરે. પછી રાજાએ કહ્યું: શું આ મરી ગયો છે ? તેઓએ કહ્યું: આવા વ્યતિકરમાં હાથીની જે સ્થિતિ હોય તેને દેવ જ જાણે. અહીં અમે ગામડિયાઓ શું જાણીએ ? (૬૦)
आणेह सगं अगडं, उदगं मिटुंतिमीइ आणाए । आरण्णगोत्ति पेसह-कूवियमाकरणमित्तीए ॥६१॥