________________
ઉપદેશપદ : ભાગ-૧
૮૭
'आसन्ना' तद्भवादिभावित्वेन समीपोपस्थायिनी 'सिद्धि 'मुक्तिर्येषां ते तथा तेषां भव्यविशेषाणां 'लिङ्गं' चिह्नं व्यञ्जकमित्यर्थः । धूम इव गिरिकुहरादिवर्त्तिनो वह्नेः । कासावित्याह—‘सूत्रानुसारा 'देवागमार्थानुवृत्तेरेव 'उचितत्वेन' तत्तद्द्रव्यक्षेत्रकालभावानुरूपेण या 'प्रवृत्ति: ' स्वकुटुम्बचिन्तनरूपा द्रव्यस्तवभावस्तवरूपा च । कु एतदेवमित्याह - 'सर्वत्र' कृत्ये इत्थं प्रवृत्तौ धार्मिकस्य 'जिने' भगवति सर्वत्रौचित्यात् प्रतिपादयितरि 'बहुमानाद्' गौरवात् । स हि सूत्रानुसारेण प्रवर्त्तमानो " भगवतेदमिदमित्थमित्थं चोक्तम्" इति नित्यं मनसाऽनुस्मरन् भगवन्तमेव बहु मन्यते । संजातभगवद्बहुमानश्च पुमानविलम्बितमेव भगवद्भावभाक् संपद्यते । यथोक्तम् – अक्खयभावे मिलिओ, भावो तब्भावसाहगो नियमा । न हु तंबं रसविद्धं पुणोवि तंबत्तणमुवेइ ॥१॥" इति सर्वत्रौचित्यप्रवृत्तिरासन्न सिद्धेर्जीवस्य लिङ्गमुक्तमिति ॥ ३५ ॥ હવે સૂત્રાનુસાર પ્રવૃત્તિને આશ્રયીને કહે છે—
ગાથાર્થ– સૂત્રાનુસાર જ ઉચિત રીતે કરેલી પ્રવૃત્તિ આસત્ર સિદ્ધિક જીવોનું ચિહ્ન છે. કેમકે સર્વ કાર્યમાં જિનવિષે બહુમાન ભાવ છે.
ટીકાર્થ– સૂત્રાનુસાર જ= આગમાર્થના અનુસાર જ.
ઉચિત રીતે– તે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુરૂપ.
પ્રવૃત્તિ– પોતાના કુંટુંબની ચિંતારૂપ અને દ્રવ્યસ્તવ-ભાવસ્તવરૂપ પ્રવૃત્તિ. દ્રવ્યસ્તવ (–જિનપૂજા) હોય, અથવા ભાવસ્તવ (–સંયમ) હોય કે પછી પોતાના કુટુંબની (પાલન પોષણ આદિ અંગે) ચિંતા–વિચારણા કરવાની હોય, એ બધુંજ સૂત્રાનુસાર જ ઉચિત રીતે એટલે કે તે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવને અનુરૂપ કરવું જોઇએ.
આસન્નસિદ્ધિક— તે જ ભવ વગેરે નજીકના ભવોમાં મુક્તિ થવાના કારણે જેમની મુક્તિ નજીકમાં રહેલી છે તેવા ભવ્યવિશેષો આસન્નસિદ્ધિક કહેવાય છે.
ચિહ્ન– ચિહ્ન એટલે જણાવનાર. જેવી રીતે ધૂમાડો પર્વતમાં અને ગુફા વગેરેમાં રહેલા અગ્નિને જણાવે છે તેવી રીતે સૂત્રાનુસાર જ ઉચિત રીતે કરેલી પ્રવૃત્તિ આસત્રસિદ્ધિક જીવોને જણાવે છે, એટલે કે સૂત્રાનુસાર જ ઉચિત રીતે પ્રવૃત્તિ કરનારા જીવો નજીકના કાળમાં મુક્તિમાં જશે એમ નિશ્ચિત થાય છે.
સર્વકાર્યમાં જિન વિષે બહુમાન ભાવ છે– સર્વકાર્યમાં આ પ્રમાણે પ્રવૃત્તિ કરનારા ધાર્મિક પુરુષનો ‘‘સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરવી જોઇએ’” એવું જણાવનારા ભગવાન ઉપર ગૌરવભાવ વ્યક્ત થાય છે. સૂત્રાનુસાર પ્રવૃત્તિ કરતો તે પુરુષ ‘‘ભગવાને આ આ પ્રમાણે કહ્યું છે, આ આ પ્રમાણે કહ્યું