________________
૯૧
ઉપદેશપદ : ભાગ-૧
શાસ્ત્રને જાણનારાઓ વડે ઔપપાતિકી, વૈનેયિકી, કાર્મિકી તથા પારિણામિકી જ એમ ચાર પ્રકારે બુદ્ધિ કહેવાઈ છે. (૩૮)
(૧) ઔત્પાતિકી– ઉત્પત્તિ કારણ છે જેમાં તે ઔત્પાતિકી.
પ્રશ્ન- કોઇપણ બુદ્ધિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થાય છે તેથી અહીં કારણ ક્ષયોપશમ છે એમ કહેવું જોઈએ.
ઉત્તર- તમારી વાત સાચી છે. પણ તે અંતરંગ કારણ છે અને તે સર્વ બુદ્ધિઓમાં સાધારણ છે એટલે એ વિવક્ષા અહીં કરી નથી. ઉત્પત્તિ સિવાય અન્ય કોઈ શાસ્ત્ર–કર્માદિ નિમિત્ત નથી બનતું. અહીં ઉત્પત્તિ એ બાહ્યકારણ છે.
અહીં મૂળ શ્લોકમાં ઉત્પત્તિની બતાવવું જોઇતું હતું તેને બદલે “ઉત્પત્તિય' બતાવ્યું છે તે પ્રાકૃતને કારણે છે. આ પ્રમાણે બીજે અન્યથા બતાવ્યું હોય ત્યાં પણ આ જ કારણ જાણવું
(૨) વૈનેયિકી– વિનય એટલે ગુરુની સેવા જેમાં કારણ છે તે વૈનેયિકી.
(૩) કાર્મિકી– અહીં કર્મશબ્દથી શિલ્પ પણ ગ્રહણ કરાય છે. તેમાં આચાર્યના ઉપદેશ વિના થાય તે કર્મ અને આચાર્યના ઉપદેશપૂર્વક થાય તે શિલ્પ કહેવાય છે અથવા કયારેક કરાય તે કર્મ અને હંમેશાં કરાય તે શિલ્પ. તેથી કાર્ય કરતા કરતા ઉત્પન્ન થઈ હોય તે કર્મના કહેવાય છે.
(૪) પારિણામિકી– તથા શબ્દ સમુચ્ચય અર્થમાં છે. પરિણામ એટલે ચારેબાજુથી પરિણમવું તે. સુદીર્ઘકાળથી પૂર્વાપર અર્થના અવલોકનાદિથી જન્ય એવો આત્મધર્મ અર્થાત્ આત્માનો બોધ. આત્માનો બોધ જેમાં પ્રધાન કારણ છે તે પારિણામિકી.
શબ્દનો અર્થ તથા શબ્દની જેમ જાણવો. જેનાથી બોધ થાય તે બુદ્ધિ અથવા મતિ. અને ખલુ શબ્દ નિશ્ચય અર્થમાં છે. સિદ્ધાંતરૂપી પ્રાસાદના ધ્વજ સમાન એવા તીર્થંકરગણધરાદિએ બુદ્ધિના ચાર જ પ્રકાર કહ્યા છે. (૩૮)
औत्पत्तिक्या लक्षणं प्रतिपादयन्नाहपुव्वमदिट्ठमसुयमवेइयतक्खणविसुद्धगहियत्था । अव्वाहयफलजोगी, बुद्धी उत्पत्तिया नाम ॥३९॥ 'पुव्वं' इत्यादि, पूर्वं बुद्ध्युत्पादात् प्राग् 'अदृष्टः' स्वयमनवलोकितः, 'मसुय' इति मकारस्यालाक्षणिकत्वादश्रुतोऽन्यतोऽपि नाकर्णितः, 'मवेइय'त्ति अत्रापि मकारः प्राग्वत्, ततोऽवेदितो मनसाऽप्यनालोचितः, तस्मिन्नेव क्षणे विशुद्धो यथावस्थितो गृहीतोऽव