________________
ઉપદેશપદ : ભાગ-૧
૮૫
રાગી છતાં પણ, પ્રતિસમય શાસ્ત્રમાં બતાવાયેલ કાર્યોને કરનારો છતાં પણ તેવા પ્રકારના બાળમરણના વશથી હું આવા પ્રકારની વિષમદશાને પામ્યો. તિર્યંચના ભવમાં રહેલો એવો હું હમણાં શું કરું ? અથવા આવી વિચારણાથી શું ? જીવિતવ્યથી સર્યું. હમણાં અવસરને અનુરૂપ ધર્મકાયને આદરું. આ પ્રમાણે તે પરિભાવના-વિચારણા કરે છે ત્યારે આ થાક્યો છે એમ જાણીને તે પુરુષો પોતાના સ્થાનમાં લઇ ગયા. પછી તેણે અનશનને સ્વીકાર્યું અને પંચપરમેષ્ઠિ મંત્રનું અનુસ્મરણ કરતો શુદ્ધભાવથી મરીને દિવ્ય મહર્થિક દેવ થયો. તત્ક્ષણ જ અવધિજ્ઞાનના ઉપયોગથી શ્રીપુરમાં અવિચલિત શીલરૂપી અંલકારથી શોભતી સુંદરીને જોઇ. તેના નિર્મળ શીલગુણથી ખુશ થયેલા દેવે પોતાનું રૂપ તેને બતાવ્યું અને પૂર્વભવ સંબંધી વ્યતિકર રાજાને કહ્યો. રાજાએ વિચાર્યું કે પશુઓ પણ આ પ્રમાણે જિનધર્મના પ્રભાવથી દેવો થાય તો શું અમારા જેવા પુરુષો ધર્મ, અર્થ અને કામ સાધવા સમર્થ છતાં મર્યાદા વિનાના બની સજ્જન લોકને નિંદનીય વિષયસુખમાં ગાઢ આસક્ત બની દુર્ગતિમાં જાય ? તેથી આ ધર્મકાર્યનો અવસર છે. ગાઢ વૈરાગ્યવાળા ચિત્તથી તેણે દેવને કહ્યું કે મારે શું કરવું જોઇએ? એક જ માત્ર જિનોપદિષ્ટ ધર્મ ક૨વા જેવો છે. શ્રદ્ધા થવાથી મહાસત્ત્વશાળી રાજાએ જિનધર્મનો સ્વીકાર કર્યો. પછી દેવે સુંદરીને પુછ્યું: હે સુંદરી ! તું કેવા પ્રકારનું કરીશ ? અર્થાત્ તું શું કરવા માગે છે ? સર્વ અંધકારનો નાશ કરનાર સૂર્યોદય થયે છતે દીપકનું શું પ્રયોજન છે ? તમે જ મારે પ્રમાણ છો. આ પ્રમાણે દેવે તેના નિશ્ચિત ચિત્તને જાણ્યું. (૮૪)
તે કાળે શ્રાવસ્તી નગરીમાં મુનિપ્રધાન સિદ્ધાચાર્ય વિચરે છે. તેમના આચારની પરીક્ષા માટે કપટદીક્ષા આપીને એકલી સુંદરીને તેની પાસે તેવા અકાળે લઇ ગયો. સુંદરીએ ભાલતલ ઉપર હાથ જોડીને, વંદન કરીને આચાર્ય ભગવંતની પાસે સામાયિક સૂત્રના આલાપક ઉચ્ચારવા નિમિત્તે આદેશ માગ્યો. હે ભગવન્ ! રોગના વશથી મને સામાયિક સૂત્રનું વિસ્મરણ થયું છે. કૃપા કરીને એક ક્ષણ મને આલાપક સૂત્ર ઉચ્ચારાવો. ગુરુએ ઉપયોગ દઇને વિચાર્યું: અત્યારે ઉચિત સમય નથી. આ એકલી છે તથા અકાળે મોટી અવિધિ થાય તેથી સામાયિક સૂત્રનો આલાપો આને કેવી રીતે ઉચ્ચરાવું ? આચાર્યે સુંદરીને ના પાડી કહ્યું: હે આર્યે ! આ તને ઉચિત નથી. ગુસ્સો કરીને સુંદરી એકાએક અદૃશ્ય થઇ. આચાર્યને વિધિના ખપી, ઉપયોગવાળા અને નિપુણ જાણીને દેવ તેના વિષે અતિશય ભક્તિવાળો થઇ સંતોષ પામ્યો. પછી પોતાના રૂપને બતાવીને વિનયથી વાંદીને પૃથ્વીતલ પર મસ્તક મૂકીને પોતાના પૂર્વ જન્મનો સર્વ વૃત્તાંત કહ્યો. ગુરુને સુંદરી અર્પણ કરી. ગુરુએ પણ તેવા પ્રકારની પ્રવર્તિનીને આપી. પછી તે સાધુસામાચારીનું પાલન કરી સ્વર્ગમાં ગઇ. ગુરુએ અવિધિથી સૂત્રનું દાન ન કર્યું એવો વ્યતિકર લોકોએ જાણ્યો. અહો ! જિનમતની સામાચારી કેવી નિર્મળ છે ! કેટલાકોએ બોધિ બીજને પ્રાપ્ત કર્યું. કેટલાકોએ સમ્યક્ત્વનો સ્વીકાર કર્યો, અને બીજા કેટલાક