________________
ઉપદેશપદ : ભાગ-૧
૮૩ છે ? શરીરની છાયાની જેમ દુઃખની દંદોલી (ધારા) જીવોની સાથે જ ભમે છે, અર્થાત્ છાયા જેમ શરીરને છોડતી નથી તેમ દુઃખની ધારા જીવને છોડતી નથી. આમ આવા પ્રકારના વચનોથી સુંદરીને આશ્વાસન આપીને તરસ અને ભૂખથી પીડાયેલો નંદ તેની સાથે જ વસતિ (નગર) તરફ ચાલ્યો. પછી સુંદરીએ કહ્યુંઃ હે પ્રિયતમ ! હું શ્રમથી થાકી છું. અત્યંત તૃષાથી પીડાઈ છું. હું એક પણ પગલું ચાલવા સમર્થ નથી. નંદે કહ્યું સુતનું ! તું એક ક્ષણ અહીં વિશ્રામ કર જેથી તારા માટે ક્યાંયથી પણ પાણી લઈ આવું. સુંદરીએ રજા આપી એટલે નંદ તેને ત્યાં મૂકીને નજીકના જંગલના પ્રદેશમાં પાણીની તપાસ કરવા જલદીથી ગયો. તીવ્ર સુધાતુર, અતિ ચપળ લબકારા મારતી જીભવાળો, ભયંકર મોઢું ફાડ્યું છે જેણે એવા યમરાજ જેવા સિંહે તેને જોયો. પછી અતિ ભયભીત થયેલો નંદ અનશનાદિ કર્તવ્યને ભુલ્યો. આર્તધ્યાનને પામેલો તે અશરણ મરાયો. સમ્યકત્વ અને શ્રુતગુણ ચાલી ગયા છે જેના એવો તે નંદ બાળમરણથી તે જ વનમાં વાનરરૂપે ઉત્પન્ન થયો. (૩૮)
અને આ બાજુ રાહ જોતી સુંદરીનો દિવસ પૂર્ણ થયો છતાં પણ નંદ જેટલામાં આવતો નથી તેટલામાં ચિંતાતુર થઈ. નક્કી તેનું મરણ થયું હશે એમ જાણી ધસ કરતી પૃથ્વીતલ ઉપર પડી અને મૂર્છાથી આંખ મીંચાઈ. મૃતકની જેમ એક ક્ષણ રહીને વનના ફૂલોની સુગંધવાળા પવનથી કંઈક ચેતનાવંતી થયેલી, દીન ગાઢ પોકાર કરતી રોવા લાગી. હે આર્યપુત્ર! હે જિનેશ્વરના પગરૂપી કમળના પૂજનમાં આસક્ત ! હે સદ્ધર્મના મહાનિધિ! તમે ક્યાં ગયા છો મને જવાબ આપો. હે પાપી ભાગ્ય ! તું ધન-સ્વજન-ઘરના નાશથી પણ તુષ્ટ નથી થયો ? જેથી હે અનાર્ય ! આર્યપુત્રને પણ હમણાં મરણ પમાડ્યો. હે તાત! હે પુત્રી વત્સલ ! હા હા હે જનની ! હે નિષ્કપટ સ્નેહી ! દુઃખરૂપી સમુદ્રમાં પડેલી પોતાની પુત્રીની કેમ ઉપેક્ષા કરો છો ? આ પ્રમાણે લાંબો સમય વિલાપ કરીને, ગાઢ પરિશ્રમથી થાકેલી હાથ ઉપર મસ્તક મૂકીને સુતીક્ષ્ણ દુઃખને અનુભવતી રહે છે તેટલામાં ઘોડા ખેલવવા માટે ત્યાં આવેલ શ્રીપુરનગરના પ્રિયંકર નામના રાજાએ કોઈપણ રીતે તેને જોઈ અને આ પ્રમાણે વિચાર્યું. શું આ કોઈ દેવી શ્રાપથી ભ્રષ્ટ થયેલી છે ? અથવા તો કામદેવથી રહિત રતિ છે ? અથવા શું વનદેવતા છે ? અથવા શું વિદ્યાધરની સ્ત્રી છે? વિસ્મય પામેલા રાજાએ પુછ્યું: હે સુતનુ ! તું કોણ છે ? તું અહીં કેમ વસે છે ? અને ક્યાંથી આવી છે ? આ પ્રમાણે સંતાપને કેમ પામી છો ? (૪૮)
પછી દીર્ઘ–ઉષ્ણ નિસાસા મૂકતી ગદ્ગદવાણીથી, શોકથી મીંચાયેલી આંખોવાળી સુંદરીએ કહ્યું હે મહાસત્ત્વ ! સંકટોની પરંપરા રચવામાં એક માત્ર ચતુર વિધિના કાર્યને વશ થયેલી એવી મારી દુઃખના સમૂહના કારણભૂત આ પૃચ્છા(ખબર)થી સર્યું. ઉત્તમકુળમાં ઉત્પન્ન થવાને કારણે આપત્તિને પામેલી છતાં પણ આ પોતાના વિતકને (કથાને) કહેશે નહીં એમ વિચારીને