________________
૮૬
"ઉપદેશપદ : ભાગ-૧ દેશવિરતિ અને સર્વવિરતિના આરાધકો થયા, આ પ્રમાણે બીજા વિધિતત્પર શ્રતધરે પણ અત્યંત અનુગ્રહ બુદ્ધિથી હંમેશા સ્વપરને ધર્મમાં પ્રવર્તાવવા જોઇએ. (૯૦)
ગાથાફરાર્થ– ચંપાનગરીમાં ધન નામે શ્રેષ્ઠી થયો તેને સુંદરી નામે પુત્રી હતી. સમુદ્રના પૂર્વ કાંઠે તાપ્રલિપ્તિ નગરીમાં વસુ નામે શ્રેષ્ઠી હતો, તેને નંદ નામે પુત્ર થયો. તે બંને શ્રેષ્ઠીઓ શ્રાવકો હતા. પોતાના સંતાનના વિવાહ સ્વરૂપ તેઓનો સંબંધ થયો. નંદ અને સુંદરીને પરસ્પર ગાઢ પ્રીતિ થઈ. કોઈક પ્રસંગે એકવાર નંદ સુંદરી સાથે સમુદ્રને પહેલેપાર ગયો. ત્યાર પછી ત્યાંથી પાછા ફરતી વખતે વહાણ ભાંગી વિનાશ પામ્યું ત્યારે એક પાટિયાને મેળવીને સમુદ્રના એક કાંઠા ઉપર બંને પહોંચ્યા પછી પાણીની શોધમાં જતા નંદને સિંહે ફાડી ખાધો. નંદ તે જ જંગલમાં વાનર થયો.
અને આ બાજુ શ્રીપુરનો રાજા સુંદરીને લઈ ગયો. રાજાને તેના ઉપર રાગ થયો. વિકારપૂર્વક તેની પાસે ભોગની પ્રાર્થના કરી. પરંતુ તેણે જરા પણ ઈચ્છા ન દર્શાવી. ત્યાર પછી તેને તે તે કથાઓથી વિનોદને કરાવતા કાળ પસાર કર્યો. કોઇકવાર રાજાના ચિત્તના વિનોદ માટે નંદના જીવ વાનર વડે નૃત્ય પ્રારંભાયું ત્યારે તે વાનર જાતિસ્મરણ જ્ઞાન પામ્યો, પછી અનશન કરી દેવ થયો. સુંદરીના શીલની પરીક્ષા કરી પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું અને પૂર્વનો સમગ્ર વૃત્તાંત કહ્યો. રાજાને પણ સમ્યબોધ પ્રગટ થયો. ત્યાર પછી શ્રાવસ્તી નગરીમાં સિદ્ધાચાર્યની પાસે દીક્ષાના વેશમાં સુંદરીને (સાધ્વીવેશમાં) વિક્ર્વને સામાયિકના આલાપક નિમિત્તે પરીક્ષા કરી. ગુરુએ સામાયિકનો આલાવો ન ઉચ્ચારાવ્યો ત્યારે દેવે સુંદરીને કોપવાળી કરી. બહારથી કોપ પણ અંતરથી સંતોષી કરી. પછી લોકે આ વૃત્તાંત જાણ્યો ત્યારે પ્રશંસા કરી, જેમકે
અહો ! આ સર્વજ્ઞશાસન કેવું સુદષ્ટ છે ! અર્થાત્ નિપુણ પુરુષોએ નિરૂપણ કરેલું છે. તેનાથી બોધિબીજની આરાધના અર્થાત્ તીર્થકરોએ બતાવેલ ધર્મની પ્રાપ્તિ કેટલાક જીવોને થઈ. અને બીજાઓને બીજની આરાધનાની પ્રાપ્તિ થઈ. બીજ એટલે સમ્યગ્દર્શનાદિ ગુણના સમૂહરૂપ કલ્પવૃક્ષના મૂળ સમાન દેવગુરુધર્મ સંબંધી કુશલ મન-વચન-કાયાની પ્રવૃત્તિરૂપ આરાધના. આ પ્રમાણે પ્રસ્તુત સૂત્રના પ્રદાનની જેમ બુદ્ધિમાને સર્વત્ર પ્રવ્રજ્યા દાનાદિમાં સૂત્રાનુસાર જ વર્તવું એમ જાણવું. (૩૪)
अथ सूत्रानुसारप्रवृत्तिमधिकृत्याहआसन्नसिद्धियाणं, लिंगं सुत्ताणुसारओ चेव । उचियत्तणे पवित्ती, सव्वत्थ जिणम्मि बहुमाणा ॥३५॥