________________
૭૬
ઉપદેશપદ : ભાગ-૧
મિથ્યાત્વ સર્વશે કહેલા નિત્ય-અનિત્ય વગેરે વિવિધ પર્યાયોની પરંપરાથી વ્યાપ્ત જીવ-અજીવ આદિ પદાર્થોમાં વિપરીત પણે શ્રદ્ધા કરવી તે મિથ્યાત્વ.
મિથ્યાત્વ ઐકાંતિક, સાંશયિક, વૈયિક, પૂર્વવ્યર્ડ્સાહ, વિપરીતરુચિ, નિસર્ગ અને મૂઢદષ્ટિ એમ સાત પ્રકારે છે. કહ્યું છે કે– “જિનોક્ત પદાર્થોનું શ્રદ્ધાન ન કરવા રૂપ મિથ્યાત્વ ઐકાન્તિક આદિ ભેદોથી સાત પ્રકારનું કહ્યું છે. (૧) આત્મા એકાંતે નિત્ય છે, એકાંતે અનિત્ય છે, આત્મા એકાંતે ગુણી છે, એકાંતે નિર્ગુણ છે ઈત્યાદિ બોલનારનું મિથ્યાત્વ ઐકાન્તિક કહેવાય છે. (૨) વીતરાગ સર્વજ્ઞ વડે કહેવાયેલ જીવ-અજીવ આદિ સત્ય છે કે નહિ? એવા સંકલ્પમાં (=માનસિક વિચારમાં) સાંશયિકી દૃષ્ટિ માની છે. (૩) બધાં શાસ્ત્રો, સાધુઓ અને દેવો સદા સમાન છે, પુરુષની આવી બુદ્ધિને જિનો વૈયિકી બુદ્ધિ કહે છે. (૪) ચામડાના ટુકડાઓથી ધરાયેલો કૂતરો ભોજનને સ્વીકારતો નથી તેમ કુહેતુઓ અને કુદૃષ્ટાંતોથી સંપૂર્ણ જીવ તત્ત્વને સ્વીકારતો નથી. (આ પૂર્વવ્યહ્વાહ મિથ્યાત્વ છે.)(૫) દોષોથી પીડિત મનવાળો વિપરીતરુચિ લોક અસત્યને સત્ય માને છે, તાવવાળો માણસ મધુર રસને કડવો માને તેમ. (૬) જેવી રીતે જન્મથી અંધ પુરુષ સુંદર-ખરાબ રૂપને ન જાણી શકે, તેમ દીન એવો નિસર્ગ મિથ્યાત્વી જીવ તત્ત્વ-અતત્ત્વને જાણતો નથી. (૭) યુક્ત-અયુક્તનો વિવેક ન કરનાર મૂઢદૃષ્ટિ
જીવ રાગીને દેવ, ધનાદિનો સંગ કરનારને સાધુ, જીવોને વધ કરનારને ( જેમાં જીવોનો વધ થતો હોય તેવા મિથ્યાધર્મને) ધર્મ કહે છે.” (૮)
આ મિથ્યાત્વ દુઃખે કરીને રોકી શકાય તેવી વિઠ્ઠલતાને કરનાર હોવાથી તેને પ્રસ્તુતમાં વરની ઉપમા આપી છે. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે- જેવી રીતે જ્વર નવો હોય ત્યારે શમન કરનારું પણ ઔષધ લેવામાં આવે તો લાભ માટે ન થાય, કિંતુ મોટા દોષ માટે થાય. એ પ્રમાણે સૂત્ર પણ સંસારરૂપ વ્યાધિની પીડાને રોકનાર હોવાથી પરમ ઔષધ સમાન હોવા છતાં દુર્વિનીત અને અવિધિની પ્રધાનતાવાળા જીવને મહાન મિથ્યાત્વરૂપ
જ્વર વિદ્યમાન હોય ત્યારે લાભ માટે ન થાય, કિંતુ મોટા દોષ માટે થાય. બીજા સ્થળે પણ કહ્યું છે કે- “આ પ્રમાણે સાત પ્રકારના મિથ્યાત્વથી મોહિત જીવ વિષથી વ્યાકુલ થયેલા પુરુષની જેમ બધું વિપરીત જુએ છે.” (૧) જેવી રીતે નવા આવેલા તાવમાં આપેલું તાવને મટાડનારું ઔષધ દોષ માટે થાય, તેવી રીતે જેની મતિ શાંત નથી થઈ તેવા (=મિથ્યાદૃષ્ટિ) જીવને શાસ્ત્રના સત્ય પદાર્થોને કહેવા એ તેના દોષ માટે થાય. (૨) જેવી રીતે દૂધ પીતો સાપ મહાવિષનો ત્યાગ કરતો નથી, તેવી રીતે જિનવચનને ભણતો પણ કુદૃષ્ટિ મિથ્યાત્વને છોડતો નથી. (૩) (૨૮).