________________
૬૮
ઉપદેશપદ : ભાગ-૧ - હવે વિચિત્ર મણિમય આભૂષણોથી શોભતું છે મનોહર સર્વ અંગ જેનું એવી તે વાસભવનમાં ગઈ અને પતિને આ પ્રમાણે વિનંતિ કરી. હે પ્રિયતમ ! લગ્ન થયા પછી પ્રથમ વેળાએ મારે માળી પાસે જવું એવું મેં માળીને વચન આપ્યું છે. તેથી તમો રજા આપો તો હું ત્યાં જાઉ. આ સત્યપ્રતિજ્ઞાવાળી છે એમ માનતા પતિએ રજા આપી. શ્રેષ્ઠ આભૂષણો પહેરીને માળી પાસે જતી તે નગરની બહાર ચોરો વડે જોવાઈ. પછી આ તે મહાનિધિ છે એમ બોલતા ચોરો વડે તે પકડાઈ. પરંતુ તેણે પોતાનો સદ્ભાવ કહ્યો. ચોરોએ કહ્યું: હે સુતનું ! તું જા પણ જલદી પાછી વળજે જેથી યથાપાછી ફરેલી તને લૂંટીને અમે જઈશું. એ પ્રમાણે કરીશ એમ બોલીને તે અર્ધામાર્ગે ગઈ ત્યારે ચકળવકળ થતી આંખેથી ઉછળતો તેજપુજનો ક્ષેપ છે જેનો, રણઝણ થતા છે લાંબા દાંતો જેના, જડબા પ્રસારી ભયંકર પહોળું કર્યું છે મુખ જેણે, અત્યંત ભયાનક શરીરવાળો, સુદુષ્યસ્ય, લાંબા સમયની ભૂખ પછી તું પ્રાપ્ત થઈ છે, આવ આવ' એમ બોલતો રાક્ષસ ઊભો થયો. તેણે પણ સ્ત્રીને હાથમાં પકડી, સ્ત્રીએ પોતાનો સદ્ભાવ કહ્યો એટલે રાક્ષસે તેને છોડી દીધી. ઉદ્યાનમાં જઈ સુખેથી સૂતેલા માળીને જગાડ્યો અને કહ્યું: હે સુતનુ ! તે હું અહીં આવી છું. (૪૩) આવા પ્રકારની રાત્રિમાં આભૂષણ સહિત તું અહીં કેવી રીતે આવી ? આ પ્રમાણે પુછાયેલી તેણે સર્વ સત્ય હકીક્ત કહી. અહો ! તું સત્યપ્રતિજ્ઞાવાળી મહાસતી છે. એમ ભાવના ભાવતા માળીએ તેના પગમાં પડીને પછી છોડી દીધી. રાક્ષસ પાસે આવીને માળીનો વૃત્તાંત કહ્યો. અહો! આ કોઈ મહાપ્રભાવી છે જેથી તેણે (માળીએ) છોડી દીધી. આ પ્રમાણે ભાવના ભાવતા રાક્ષસે પણ તેના પગમાં પડીને છોડી દીધી. ચોર પાસે જઈને પૂર્વનો વૃત્તાંત કહ્યો. ઘણા માહાભ્યના દર્શનથી ઉત્પન્ન થયેલ પક્ષપાતથી નમસ્કાર કરીને ચોરે પણ અલંકાર સહિત પોતાના ઘરે મોકલી આપી. (૪૮). - હવે આભરણથી સહિત, અક્ષત દેહવાળી અને અખંડિત શીલવાળી પતિની પાસે આવી અને સર્વ સત્ય હકીકત કહી. પરિતુષ્ટ મનવાળા પતિની સાથે સમસ્ત રાત્રિ પણ સૂતિ. પ્રભાત થયું ત્યારે મંત્રીપુત્રે આ પ્રમાણે વિચાર્યું. સૂઈને પછી જાગેલા પુરુષો પોતાના આશય મુજબ વર્તનાર, સુરુપ, સુખદુઃખમાં સમાન, રહસ્યને પ્રકટ નહીં કરનાર એવા મિત્ર અને સ્ત્રીને જુએ છે તે ધન્ય છે, અર્થાત્ ગુણવાન મિત્ર અને સ્ત્રીવાળા પુરુષો ભાગ્યશાળી છે. આ પ્રમાણે ભાવના ભાવતા પતિએ તેને સમગ્ર ઘરની સ્વામિની કરી અથવા નિષ્કપટ પ્રેમથી બંધાયેલા હૃદયવાળા આત્મા વિષે શું સમર્પણ નથી કરાતું? એ પ્રમાણે તે સ્ત્રીના ત્યાગથી પતિ ચોરરાક્ષસ અને માળી આ ચારમાંથી કોણે દુષ્કર કર્યું તે મને કહો એમ અભયે સભાને પુછ્યું ઈર્ષાળુઓએ કહ્યું છે સ્વામિન્ ! પતિએ દુષ્કર કર્યું, કેમકે જેણે રાત્રિએ પ્રિયાને પરપુરુષની
૧. યથાપાછી ફરેલી- જે રીતે આભૂષણ પહેરીને ગઈ તે રીતે આભૂષણને પહેરીને પાછી આવેલી.