________________
૬૯
ઉપદેશપદ : ભાગ-૧ પાસે મોકલી. સુધાળુઓએ કહ્યુંરાક્ષસે સુદુષ્કર જ કર્યું, કેમકે લાંબા સમયથી ભુખ્યો થયો હોવા છતાં પણ ભક્ષ્યનું પણ ભોજન ન કર્યું. હવે સ્ત્રીલેપટોએ કહ્યું હે દેવ ! એક માળી દુષ્કરકારી છે કારણ કે રાત્રિએ સ્વયં આવેલી કુમારીનો ત્યાગ કર્યો. ચાંડાલે કહ્યું: પૂર્વે જે કહેવાયું તેને બાજુ રાખો પણ ચોરોએ દુષ્કર કર્યું, કેમકે તે વખતે તેઓએ નિર્જન સ્થાનમાં પણ સુણસહિત છોડી દીધી. આ પ્રમાણે કો છતે અભયે નિશ્ચય કર્યો કે માતંગ ચોર છે. પકડાવીને તેને પુછ્યું: તે ઉદ્યાનને કેવી રીતે નુકશાન કર્યું ? તેણે કહ્યું: મેં પોતાના વિદ્યાબળથી નુકશાન કર્યું. અભયે આ સમગ્ર પણ વૃત્તાંત શ્રેણિકને કહ્યો. રાજાએ પણ કહ્યું: જો તે ચાંડાલ મને કોઈપણ રીતે વિદ્યા આપે તો તેને છોડવો નહીંતર તેના પ્રાણ હરવા. ચાંડાલે પણ રાજાને વિદ્યા આપવાનું સ્વીકાર્યું. (૬૦) સિંહાસન ઉપર બેઠેલો રાજા વિદ્યા ભણવા લાગ્યો. ફરીથી પ્રયતપૂર્વક ઉત્કીર્તન (વારંવાર પાઠ) કરાયેલી પણ વિદ્યા રાજાને ચડતી નથી ત્યારે ગુસ્સે ભરાયેલો તે તર્જના કરે છે કે અરે ! તું મને વિદ્યા બરાબર કેમ નથી આપતો. અભયે કહ્યું: હે દેવ ! આનો થોડો પણ વાંક નથી. વિનયપૂર્વક ગ્રહણ કરેલી વિદ્યાઓ ચડે છે અને ફળદાયક થાય છે, તેથી ચાંડાલને આ સિંહાસન ઉપર બેસાડીને સ્વયં ભૂમિ ઉપર બેસીને વિનયપૂર્વક વિદ્યા ગ્રહણ કરો જેથી હમણાં પણ ગ્રહણ થશે. રાજાએ તેમજ કર્યું અને વિદ્યા જલદીથી સંક્રાંત થઈ. અત્યંત સ્નેહીની જેમ સત્કારીને ચાંડાલને રજા આપી. આવી રીતે જો આલૌકિક તુચ્છ કાર્યને સાધવાની વિદ્યા પણ હીન એવા ગુરુની પાસે ભાવપૂર્વક તેમજ અત્યંત વિનયપૂર્વક ગ્રહણ કરી શકાય છે, તો સમસ્ત મનોવાંછિત અર્થદાન માટે સમર્થ જિનભણિત વિદ્યા આપનાર વિષે વિચક્ષણ વિનયથી વિમુખ કેવી રીતે થાય ?
સંગ્રહ ગાથાનો અક્ષરાર્થ– ચેલ્લણા નામની દેવીને કોઈક વખતે એક સ્તંભવાળા પ્રાસાદમાં ક્રિીડા કરવાની અભિલાષારૂપ દોહલો થયો, પછી તે માટે સુથારની સાથે મહાટવીમાં અભયકુમારનું ગમન થયું. ત્યાં સ્તંભને યોગ્ય વિશિષ્ટ પ્રકારનો વૃક્ષ દેખાયો, ત્યારે અભયે વૃક્ષની અધિવાસના કરી. પછી વૃક્ષના અધિષ્ઠાયક વ્યંતરદેવે ખુશ થયે છતે સુપ્રાસાદ બનાવી આપ્યો. (૨૦)
उउसमवाए अंबग, अकालदोहलग पाणपत्तीए । विजाहरणं रण्णा, दिढे कोवोऽभयाणत्ती ॥२१॥
तस्यचप्रसादस्यचतसृष्वपिदिक्ष्वारामेषण्णां'ऋतूनां'वसन्तग्रीष्मप्रावृट्शरद्धेमन्तशिशिरलक्षणानां समवायो'मीलनंनित्यमेवाभवद्व्यन्तरानुभावादेव । एवंचप्रयातिकाले कदाचित् अंबग'त्तिआम्रफलेषु अकाले'आम्रफलोत्पत्त्यनवसरे दोहदकःपाणपल्याः' 'चण्डालकलत्रस्य समुदभूत् । ततो विद्यया आहरण' मादानमक्रियत चूतफलानां चण्डालेनतबारामे।तदनु'राज्ञा' श्रेणिकेन दृष्टे फलविकलैकशाखेचूतशाखिनिविलोकिते सति कोपः कृतः ।अथ'अभयस्याज्ञप्तिः'चोरगवेषणगोचरा आज्ञा वितीर्णा ॥२१॥