________________
ઉપદેશપદ : ભાગ-૧
આ ઋતુ નથી. જો કે એમ છે તો પણ તે સુતનુ ! ક્યાંયથી પણ હું કરી લાવી આપીશ, તું ધીરજ રાખ. ચાંડાલે સાંભળ્યું કે સર્વઋતુના ફળને આપનારા વૃક્ષોનો બગીચો રાજાનો છે. તે બગીચાની બહાર રહી નિરીક્ષણ કરતા ચાંડાલે પાકેલા ફળવાળા આમ્રવૃક્ષને જોયો પછી રાત્રિ પડી એટલે અવનામિની વિદ્યાથી વૃક્ષને નમાવીને આંબાના ફળો તોડ્યા, ફરી પણ ઉન્નામિની સુવિધાથી વૃક્ષને વિસર્જીને (પૂર્વની જેમ કરીને) ખુશ થયેલા ચાંડાલે પ્રિયાને કેરીઓ આપી. પ્રતિપૂર્ણ દોહલાવાળી તે ગર્ભને વહન કરવા લાગી. (૧૭)
હવે બીજા બીજા શ્રેષ્ઠ વૃક્ષોનું નિરીક્ષણ કરતા રાજાએ પૂર્વ દિવસે જોયેલ ફળોના ઝૂમખાંથી ઓછા થયેલા ઝૂમખાવાળા આમ્રવૃક્ષને જોઇને કહ્યું રે રક્ષકો ! આ વૃક્ષોના ફળોને કોણે તોડ્યા, છે? તેઓએ ક્યુંહે દેવ ! ખરેખર અહીં કોઈ પરપુરુષ આવ્યો નથી. નીકળતા કે પ્રવેશતા કોઈના પણ પગલા પૃથ્વીતળ ઉપર પડેલા દેખાતા નથી. તેથી હે દેવ ! આ આશ્ચર્ય છે. જેનું આવા પ્રકારનું અમાનુષ' સામર્થ્ય છે તેને શું કરી શકાય ? આનો કોઈ ઉપાય નથી એ પ્રમાણે ચિંતવતા રાજાએ અભયને કહ્યું: હે પુત્ર ! આવા પ્રકારની ચાલાકી કરનારા ચોરને જલદીથી પકડી લાવ. જેમ તે ફળો ચોરી ગયો તેમ કોઈક વખત સ્ત્રીને પણ ઉપાડી જશે. પૃથ્વીતળ ઉપર મસ્તક નમાવીને અભયે કહ્યું કે આપના મહાપ્રસાદથી આ કાર્ય સિદ્ધ થશે. ત્રણ-ચાર રસ્તે ચોરને પકડવા ઘણો પ્રયત્ન કર્યો. કેટલાક દિવસો પસાર થયા છતાં ચોર ન પકડાયો ત્યારે અભય ચિંતાથી ઘણો વ્યાકુલ થયો. નગરની બહાર શરૂ થયેલા મહેન્દ્ર મહોત્સવમાં નટે નાટક ગોઠવ્યું. નગરનો મનુષ્યગણ ત્યાં ભેગો થયો. અભયે પણ ત્યાં જઈને લોકોના ભાવ જાણવા માટે કહ્યું: અરે લોકો ! જેટલીવાર નટ નાટક શરૂ ન કરે તેટલી વાર મારું એક કથાનક સાંભળો. તેઓએ કહ્યું: હે નાથ! તે કથાનક કહો. પછી અભયે કહેવું શરૂ કર્યું. (૨૬)
વસંતપુર નગરમાં જીર્ણશ્રેષ્ઠીને એક પુત્રી હતી. દારિદ્રયથી પરાભવ પામેલા પિતાએ તેને ન પરણાવી. તે વૃદ્ધકુમારી થઈ. પતિની અર્થી કામદેવને પૂજે છે. ઉદ્યાનમાંથી ચોરીને ફુલોને ભેગાં કરતી માળી વડે પકડાઈ. માળીએ કંઇક વિકારી (ભોગોની) વાત કરી. તેણે કહ્યું કે શું તારે મારા જેવી બહેનો કે પુત્રીઓ નથી, જેથી મને કુમારીને આવું બોલે છે? તેણે (માળીએ) કહ્યું કે પરણેલી પતિવડે નહીં ભોગવાયેલી તું જો મારી પાસે આવશે તો તને છોડું નહીંતર નહીં. આ પ્રમાણે તેની વાત સ્વીકારીને તે ઘરે ગઈ. ક્યારેક ખુશ થયેલ કામદેવે ઉત્તમ વર તરીકે વૃદ્ધકુમારીને મંત્રીપુત્ર આપ્યો. સુપ્રશસ્ત હસ્તમેળાપને યોગ્ય લગ્નવેળાએ તે પરણ્યો. એટલીવારમાં સૂર્યનું બિંબ અસ્તગિરિ પર ગયું, અર્થાત્ સૂર્યાસ્ત થયો. કાજળ અને ભમરા જેવી કાંતિવાળી અંધકારની શ્રેણી દશે દિશામાં વિલાસ પામી. હણાઈ છે કુમુદવનની જડતા જેના વડે એવું ચંદ્રમંડળ ઉદય પામ્યું. (૩૪). ૧. અમાનુષ- મનુષ્ય સિવાય કોઈ દેવ કે વિદ્યાધર કે વિદ્યાસિદ્ધનું આ સામર્થ્ય છે.