________________
૬૬
ઉપદેશપદ : ભાગ-૧ राजादिष्टस्य 'अभय'त्ति अभयकुमारस्य 'वनगमनं' महाटवीप्रवेशः समजायत । तत्र च 'रुक्खुवलद्धहिवासण'त्ति विशिष्टवृक्षोपलब्धिरधिवासना च वृक्षस्यैव । ततो 'वंतरतोसे' त्ति तदधिष्ठायकव्यन्तरेण तोषे समुत्पन्ने सति 'सुप्रासादो' व्यधीयत ॥२०॥
વિનયાદિ ગુણોથી યુક્ત શિષ્ય વડે કરાતું સૂત્રગ્રહણ ઈચ્છિતફળને આપનારું થાય છે, અન્યથા નહીં, એમ શાસ્ત્રમાં પ્રસિદ્ધ દૃષ્ટાંતથી સ્પષ્ટતા કરતા ગ્રંથકાર કહે છે
ચલ્લણા રાણીને એક થાંભલાવાળા મહેલનો દોહલો થયો, તે માટે અભયકુમાર વનમાં ગયો. યોગ્યવૃક્ષની અધિવાસના (પૂજા) કરી. અધિષ્ઠાયક વ્યંતરદેવને પ્રસન્ન કર્યો. દેવે તેને મહેલ બનાવી આપ્યો. (૨૦)
વિનયથી વિદ્યાની સિદ્ધિમાં શ્રેણિક રાજાનું દૃષ્ટાંત આ કથાનક સાત સંગ્રહગાથાથી કહેવાયેલ છે.
રાજગૃહ નામના નગરમાં શ્રેણિક નામે રાજા હતો. જેના સમ્યક્તની દૃઢતાથી ખુશ થયેલા શકેન્દ્ર ઘણી પ્રશંસા કરી હતી. સર્વ અંતઃપુરમાં શ્રેષ્ઠ ચેલ્લણા રાણી હતી. ચારબુદ્ધિથી યુક્ત અભય નામનો પુત્ર મંત્રી હતો. કોઈ એક પ્રસંગે ચેલ્લણાને દોહલો થયો અને રાજાને કહ્યું. મારા માટે એક થાંભલાવાળો મહેલ કરાવો. દુઃખ પૂર્વક સાધી શકાય એવા સ્ત્રીના આગ્રહથી દુઃખી થયેલા રાજાએ તેનું વચન સ્વીકાર્યું અને અભયકુમારને આદેશ કર્યો. તે સુથારને લઇને થાંભલા માટે મહાટવી ગયો અને તેઓએ અતિ વિશાળ શાખાવાળો સુસ્નિગ્ધ એક વૃક્ષ જોયો. આ વૃક્ષ દેવથી અધિષ્ઠિત હોવો જોઈએ એમ માની ઉપવાસ કરીને અભયકુમારે વિવિધ પ્રકારના કુસુમ અને ધૂપથી તે વૃક્ષને અધિવાસિત (પૂજા) કર્યો. પછી તેની બુદ્ધિ ઉપર ખુશ થયેલા વૃક્ષવાસી દેવે રાત્રે સૂતેલા અભયકુમારને કહ્યું: હે મહાનુભાવ! તું આ વૃક્ષને કાપ નહીં, તું પોતાને ઘરે જા. સર્વઋતુઓના વૃક્ષોના ફળ-ફુલથી મનોહર એવા ઉદ્યાનથી યુક્ત એક થાંભલાવાળા મહેલને હું કરી આપીશ. આ પ્રમાણે દેવ વડે વારણ કરાયેલો અભયકુમાર સુથારની સાથે પોતાને ઘરે ગયો. દેવે પણ ઉદ્યાનથી યુક્ત મહેલને બનાવી આપ્યો. તે મહેલમાં દેવીના સાથે વિચિત્ર પ્રકારની ક્રિીડાઓને કરતા, રતિસાગરમાં ડૂબેલા રાજાના દિવસો પસાર થાય છે. (૧૦)
પછી તે નગરમાં વસતા ચાંડાલની સ્ત્રીને ગર્ભના વશથી આમ્રફળ ખાવાનો દોહલો થયો. દોહલો પૂર્ણ નહીં થયે છતે પ્રતિદિન સર્વાગથી ક્ષીણ થતી સ્ત્રીને જોઈને ચાંડાલે પુછ્યું: હે પ્રિયે ! ક્ષીણ થવાનું અહીં શું કારણ છે ? મને પરિપક્વ આમ્રફળના ભક્ષણનો દોહલો થયો છે એમ સ્ત્રીએ જણાવ્યું. ચાંડાલે કહ્યું કે અત્યારે કેરીનો અકાળ છે, અર્થાત્ કેરી પાકવાની