________________
ઉપદેશપદ : ભાગ-૧
પપ કરી જ્યાં ત્યાં પડો એમ સંકલ્પ કરી શ્રીમાલીએ બાણ ચડાવ્યું. થાંભલાની સાથે અથડાઇને તે બાણ ભાંગ્યુ પછી લોકે ઘણો ઘોંઘાટ કર્યો અને ખડખડાટ હસવા લાગ્યો. (૪૨)
આ પ્રમાણે કળાથી રહિત રાજાના બધા પુત્રોએ પણ બાણો તાક્યા (ચડાવ્યા) પણ કાર્યસિદ્ધિ ન થઈ. લજ્જાથી મીંચાયેલી આંખોવાળો, વજાશનિથી હણાયેલાની જેમ વિષાદ મુખવાળો, વિમનસ્ક રાજા શોક કરવા લાગ્યો. અમાત્યે કહ્યું: હે દેવ ! તેમ વિષાદને છોડો તમારો બીજો પણ પુત્ર છે તો તેની પણ હમણાં પરીક્ષા કરો. રાજાએ કહ્યું કે મારે તે વળી બીજો કયો પુત્ર છે ? પછી મંત્રીએ લેખ અર્પણ કર્યો. તેને વાંચીને રાજાએ કહ્યું કે તો તે પણ બાણ ચઢાવે. ઘણું ભણેલા આ પાપી પુત્રોએ ઉકાળ્યું એવું તે પણ ઉકાળશે. આવા પુત્રોને ધિક્કાર થાઓ. પણ જો તારો આગ્રહ છે તો તેની પણ કુશળતાને જાણશું એમ રાજાએ કહ્યું. ત્યારે મંત્રી ઉપાધ્યાય સહિત સુરેન્દ્રદત્તપુત્રને ત્યાં લાવ્યો. હવે વિચિત્ર શસ્ત્રોના પરિશ્રમથી જેના શરીર પર ઉઝરડા પડ્યા છે એવા પુત્રને ખોળામાં બેસાડીને ખુશ થયેલા રાજાએ કહ્યું: હે પુત્ર ! તું મારા વંછિતને પૂર અને રાધાવેધ કરીને નિવૃત્તિ રાજપુત્રીને પરણ અને રાજ્યને મેળવ. તે વખતે રાજાને અને પોતાના ગુરુને નમીને, આલીઢ આસનને કરીને, ધનુષ્ય દંડને લઈને નિર્મળ તેલથી ભરેલા કુંડમાં સંક્રાત થયેલ ચક્રના સમૂહના છિદ્રને જોતો, બીજા આગ્નિક વગેરે કુમારોથી હીલના કરાતો, તથા વિદ્ધ કરાતો, ગુરુ અને બાજુમાં રહેલા પુરુષો વડે જોવાતો, ખુલ્લી તલવાર કાઢીને જો ચુકીશ તો હણશું એ પ્રમાણે વારંવાર બે પુરુષોથી ધમકી અપાતો હોવા છતાં પણ લક્ષ્યની સન્મુખ સ્થિર કરાઈ છે આંખ જેના વડે, મહામુનીન્દ્રની જેમ એકાગ્રમનવાળા ધીર સુરેન્દ્રદત્તે ચક્રના વિવરને તાકીને જલદીથી બાણથી રાધાને વીંધી. હૃદયમાં વીંધાયેલી નિવૃતિએ તેના કંઠમાં વરમાળા પહેરાવી. રાજા આનંદિત થયો. જય જય શબ્દ ઊછળ્યો. વિવાહ મહોત્સવ કર્યો અને રાજાએ તેને રાજ્ય આપ્યું. જેમ સુરેન્દ્રદત્તે ચક્રનું છિદ્ર તાક્યું બાકીના કુમારોએ નહીં તેમ, આ અપાર સંસાર અટવીમાં પરિભ્રમણ કરતો કોઈક પુણ્યના ભારથી ભરેલો ફરી મનુષ્યભવને મેળવે છે.(૫૮)
ગાથાક્ષરાર્થ- ચક્રથી ઉપલક્ષિત નિવૃત્તિ નામની રાજકન્યાના દષ્ટાંતમાં રાધાવેધનો પ્રસ્તાવ છે. ચક્રાધાર સ્તંભની નીચે રહેલા સુરેન્દ્રદત્તે આઠ ચક્રની ઉપર રહેલી રાધાનામની પુતળીની ડાબી આંખને એકાગ્ર દૃષ્ટિથી ગ્રહણ કરી સજ્જ કરેલ બાણથી તે જ ક્ષણે વીંધી. બાકીના શ્રીમાલી વગેરે બાવીશ રાજપુત્રોએ ધનુર્વિદ્યા ગ્રહણ ન કરી હોવાથી રાધાવેધના છિદ્રને ન જોઈ શકવાથી છોડેલા બાણો લક્ષ્યની બહાર લાગવાથી ફોગટ થયા. તેથી પ્રસ્તુત દૃષ્ટાંત કહેવાનો ભાવ શું છે ? તેને કહે છે– રાધાવેધની આંખ છેડવા સમાન મનુષ્યભવની પ્રાપ્તિ દુર્લભ છે એમ કહેવાનો ભાવ છે. (૧૨) ૧. આલીઢ આસન- શૌર્ય સૂચવતું એક જાતનું આસન, જમણો ઘૂંટણ આગળ અને ડાબો પગ પાછળ રહે
એમ ઉભડક પગે બેસી બાણ ફેંકતી વખતે કરવામાં આવતું એક જાતનું આસન વિશેષ.