________________
ઉપદેશપદ : ભાગ-૧
ગાથાક્ષરાર્થ– કોઇ બે કૌતુકી દેવો વડે સમુદ્રમાં પૂર્વ કાંઠે ધૂંસરી નાખવામાં આવી અને પશ્ચિમ કિનારે સામેલ નાખવામાં આવી. તે ધૂંસરીના છિદ્રમાં ઉપાય વિના સામેલનો પ્રવેશ દુર્લભ છે તેવી રીતે જેના કષાયો પાતળા ન થયા હોય એવા ભવસમુદ્રમાં ભમતા જીવોને મનુષ્યભવ પ્રાપ્ત થવો દુર્લભ છે. (૧૪)
अथ दशमदृष्टान्तसंग्रहगाथा -
૫૮
परमाणु खंभपीसणसुरनलियामेरुखेवदिट्टंता । तग्घडणेवाऽणुचया, मणुयत्तं भवसमुद्दम्मि ॥१५॥
अथ गाथाक्षरार्थ:- 'परमाणु त्ति परमाणव इति द्वारपरामर्शः । 'खंभपीसण 'त्ति स्तम्भस्य काष्ठादिमयस्य 'पेषणं' चूर्णनं केनचित् कौतुकिना सुरेण कृतम् । ततश्च 'नलियामेरुखेवदिट्टंता' इति तस्य पिष्टस्तम्भस्य नलिकायां प्रवेशितस्य मेरौ मेरुशिरसि क्षेपो दशसु दिक्षु यद् विकिरणं देवेन कृतं तदेव दृष्टान्तस्तस्माद् दुर्लभं मनुजत्वमिति गम्यते । किमुक्तं भवतीत्याह - ' तग्घडणेवाणुचय त्ति - तस्य पिष्टस्तम्भस्य घटना इव निर्वर्त्तनावत् अणुचयात् तस्मादेव नलिकाप्रक्षिप्तपिण्डात् सकाशाद् 'मनुजत्वं भवसमुद्रे' दुर्लभमिति ।
હવે દશમા દૃષ્ટાંતની સંગ્રહગાથાને કહે છે–
ગાથાર્થ-કોઇ એક દેવે થાંભલાને ચૂરીને પરમાણુ કરી નળીમાં ભરી મેરુપર્વત ઉ૫૨ ફુંક મારી ઉડાળ્યા. ફરી એ પરમાણુઓ ભેગા થઇ પૂર્વની જેમ થાંભલારૂપે બને એ જેમ દુર્લભ છે તેમ ગુમાવેલો મનુષ્યભવ ફરી પ્રાપ્ત થવો દુર્લભ છે. (૧૫)
અહીં કોઇક દેવે થાંભલાને અનેક ટૂકડા કરી ત્યાં સુધી ચૂર્યો જ્યાં સુધી તેના બે ભાગ ન થઇ શકે. પછી મોટી નળીમાં ભરી હાથથી મેરુ પર્વત ઉપર લઇ જઇ ફુંક મારી પ્રચંડ પવનથી અને મહાપ્રયતથી અવિભાગીપણાને પામેલા પરમાણુઓ દશેદિશામાં વિખેરાયા. તે અણુઓ ભેગા થઇને ફરી થાંભલો ક્યારે બને છે તે હું જોઉં એમ દેવ પ્રતીક્ષા કરવા લાગ્યો. આ પ્રમાણે રાહ જોતાં તેના અનેક હજાર વર્ષો પસાર થયા પણ તેનો અન્યૂન (પૂર્ણ) યોગ ન થયો અને ફરી તેવો સ્તંભ ન થયો તેમ આ ભ્રષ્ટ થયેલ મનુષ્યભવ જાણવો.
ગાથાક્ષરાર્થ परमाणु એ દ્વારપરામર્શ છે. હંમપીતળ કાષ્ટાદિમય થાંભલાનું ચૂર્ણ કોઇક કૌતુકી દેવ વડે કરાયું. પછી નનિયામેણેવવિકુંતા તે પીસેલા ચૂર્ણને નળીમાં ભરીને મેરુ ૧. અવિભાગીપણું- એકના બે ભાગ ન થઈ શકે તેવા સૂક્ષ્મભાવને પામેલા પરમાણુઓ.