________________
ઉપદેશપદ : ભાગ-૧
૫૭. ગાથાક્ષરાર્થ– અતિઘણી અને અતિગાઢ એવી શેવાળના થરથી સર્વથા ઢંકાયેલ સરોવરની મધ્યમાં કોઈક રીતે પાતળું કાણું થયું. કોઈકવાર એવા કાણામાંથી કાચબાએ ડોક બહાર કાઢીને બે આંખથી આકાશના મધ્યભાગમાં રહેલા ચંદ્રને જોયો. પછી પોતાના કુટુંબના રાગથી વ્યાકુળ કાચબાએ ડોકને પાછી ખેંચી ડૂબકી મારી તે સ્થાનથી અન્યત્ર રહેલા સ્વજનોને મળ્યો, સ્વજનોને બોલાવી ફરી તે છિદ્ર શોધવા લાગ્યો તો શું તે છિદ્ર ફરી મળે ? તે છિદ્રની પ્રાપ્તિ સમાન ફરી મનુષ્યભવની પ્રાપ્તિ દુર્લભ છે. તુ શબ્દ પાદપૂરણ માટે છે. (૧૩)
अथ नवमदृष्टान्तसंग्रहगाथाउदहि जुगे पुव्वावरसमिलाछिड्डप्पवेसदिटुंता। अणुवायं मणुयत्तमिह दुल्लहं भवसमुद्दम्मि ॥१४॥
अथ गाथाक्षरार्थः- 'उदहि 'त्ति उदधौ ‘जुगे'त्ति युगं यूपं पुव्व'त्ति पूर्वस्मिन् क्षिप्तं, 'अवर'त्ति अपरस्मिन् जलधावेव समिला प्रतीतरूपा क्षिप्ता काभ्यांचित् कौतुकिकाभ्यां देवाभ्यां, ततस्तस्याः समिलायाः 'छिड्डप्पवेसदिटुंता' इति, तत्र युगच्छिद्रे यः प्रवेशः स एव दृष्टान्तस्तस्मात् 'अनुपायं' तनुकषायत्वादिमनुष्यजन्महेतुलाभविकलं 'मनुजत्वमिह दुर्लभं भवसमुद्रे' भवभाजामिति ॥१४॥
હવે નવમા દાંતની સંગ્રહગાથાને કહે છે
ગાથાર્થ-બે કૌતુકી દેવોએ સ્વયંભૂરમણ સમુદ્રના પૂર્વ કિનારે ધૂંસરીને અને પશ્ચિમ કિનારે સામેલને નાખી પવનથી હાલકડોલક થઈ બંને ભેગી થઈ અને કોઈપણ ઉપાય વિના એકબીજામાં પરોવાઈ જાય એ જેમ દુર્લભ છે તેમ ભવસમુદ્રમાં ભમતા જીવને ઉપાય વિના મનુષ્યભવની પ્રાપ્તિ થવી દુર્લભ છે. (૧૪)
જેમ અતિ અદ્ભુત ચરિત્રના કુતૂહલથી ધૂસરીમાંથી સામેલને છૂટી પાડીને પછી ફરી પણ જલદી જ ધૂંસરીના છિદ્રમાં સામેલ કેવી રીતે પુરાય છે એવા કૌતુકને મનમાં કરીને એક દેવ હાથમાં ધૂસરીને લઇને અને બીજો દેવ સામેલ લઈને, મેરુ પર્વતની શિખર ઉપર ગયા. એક ધૂંસરી અને બીજો સામેલ લઈ દોડ્યા અને સ્વયંભૂરમણ સમુદ્રના પૂર્વ પશ્ચિમ કિનારે સામસામી ધૂંસરી અને સામેલ ફેંકી પછી તેઓ જોવા લાગ્યા. અપાર સાગરના જળમાં પડેલા તે સામેલ અને ધૂંસરીનો અતિ પ્રચંડ કુંકાતા પવનથી પ્રેરાયેલા ભમતા ઘણો કાળ થયો છતાં સંયોગ ન થયો. સંયોગ થવા છતાં સામેલનો છિદ્રમાં પ્રવેશ ન થયો. જેમ છિદ્રમાં સામેલનો પ્રવેશ અતિદુર્લભ છે તેમ મોહથી મૂઢ બનેલા મનુષ્યોને ફરી મનુષ્યભવ મળવો દુર્લભ છે. (૬)