________________
૬૦
ઉપદેશપદ : ભાગ-૧ मृत्वा तत्रैव काये उत्पादलक्षणा 'भणिता' प्रतिपादिता सिद्धान्ते 'एकेन्द्रियादीनां' एकेन्द्रियद्वीन्द्रियादिलक्षणानां जीवानामिति ॥१६॥
બીજી ગાથામાં “પ્રધાન એવા ઔદંપર્યાર્થથી યુક્ત ઉપદેશવચનોને કહીશ” એમ કહ્યું છે. તેથી હવે પ્રસ્તુત મનુષ્યભવની દુર્લભતાને આગમસિદ્ધ યુક્તિથી બતાવતા ગ્રંથકાર કહે છે
ગાથાર્થ– આ મનુષ્યભવ અજ્ઞાનદોષ અને પ્રમાદદોષથી દુર્લભ જ જાણવો. કારણ કે એકેન્દ્રિય આદિની કાયસ્થિતિ લાંબી કહી છે.
ટીકાર્થપ્રશ્ન- ગાથામાં પુનઃ શબ્દનો પ્રયોગ શા માટે કરવામાં આવ્યો છે ?
ઉત્તર–ગાથામાં પુનઃ શબ્દનો પ્રયોગ વિશેષ અર્થ બતાવવા માટે કરવામાં આવ્યો છે. વિશેષ અર્થ આ પ્રમાણે છે– પહેલાં સામાન્યથી મનુષ્યભવની દુર્લભતા કહી છે. હવે તેને જ યુક્તિઓથી સિદ્ધ કરવામાં આવે છે.
અજ્ઞાનદોષથી- સદ્અસનો જે વિવેક, તે વિવેકના અભાવરૂપ અપરાધથી, અર્થાત્ સઅસનો વિવેક ન કરવો (આ સત્ય છે આ અસત્ય છે એવો વિવેક ન કરવો) તે અજ્ઞાનદોષ છે.
પ્રમાદદોષથી– વિષયોનું સેવન કરવું વગેરે પ્રમાદ દોષથી. અજ્ઞાન અને પ્રમાદદોષથી ઘેરાયેલ જીવ મનુષ્યભવથી જુદી એકેન્દ્રિય વગેરે જાતિઓમાં અરઘટ્ટ યંત્રમાં રહેલી નાની ઘડીઓના ક્રમથી વારંવાર ભમે છે.
પ્રશ્ન- જીવ.એકેન્દ્રિય વગેરે જાતિઓમાં વારંવાર ભમે છે એ બાબત કેવી રીતે સિદ્ધ થાય?
ઉત્તર- કારણકે શાસ્ત્રમાં એકેન્દ્રિય-તીન્દ્રિય વગેરે જીવોની કાયસ્થિતિ લાંબી કહી છે. કાયસ્થિતિ એટલે મરીને ફરી ફરી તે જ કાયામાં ઉત્પન્ન થવું. (૧૬)
तानेवैकेन्द्रियभेदान् पृथिवीकायिकादीन् पञ्चैव प्रतीत्य दर्शयन्नाहअस्संखोसप्पिणिसप्पिणीउ एगिंदियाण उ चउण्हं ।
ता चेव उ अणंता, वणस्सईए उ बोद्धव्वा ॥१७॥ १. मज्जं विषय-कषाया निद्दा विकहा य पंचमी भणिया। एए पंच पमाया जीवं पाडंति संसारे ॥१॥ મદ્ય (=માદક આહાર), વિષય (=રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ એ પાંચ), કષાય (=ક્રોધ, માન, માયા, લોભ એ
ચાર), નિદ્રા, વિકથા (સ્ત્રીકથા, ભક્તકથા. દેશકથા, રાજકથા એ ચાર) આ પાંચ પ્રમાદ જીવને સંસારમાં પાડે છે. ૨. અરઘટ્ટ કૂવામાંથી પાણી કાઢવાનું યંત્ર છે. એ યંત્ર કૂવાની અંદર જાય ત્યારે તેમાં રહેલી નાની ઘડીઓ પાણીથી
ભરાય છે. પછી યંત્ર ઉપર આવે ત્યારે એ ઘડીઓ પાણીથી ખાલી થાય છે. ફરી પાણીથી ભરાય છે અને ખાલી થાય છે. આ ક્રમ ચાલ્યા કરે છે.