________________
ઉપદેશપદ : ભાગ-૧
૧૯ મારેલા હાથીઓના કુંભસ્થળોમાંથી ગળેલા મોતીઓ શોભે છે અને ઊંચા વૃક્ષની ડાળીઓના અગ્ર ભાગોએ તારાના સમૂહોને અલિત ક્ય છે. જ્યાં ઘણા ભિલ્લોના ભાલાઓથી વીંધાયેલા ચિત્તાઓના શરીરમાંથી ઝરતા લોહીથી સિંચાયેલી પૃથ્વી જાણે વનદેવતાના પગના અળતાના રસથી સિંચાયેલ ન હોય એવી શોભે છે. એક બાજુ ભિલ્લો વડે હણાયેલા અને વૃક્ષોની ડાળીઓ ઉપર લટકાવેલા વ્યાધ્રોથી અને બીજી બાજુ સિંહો વડે હણાયેલા મૃગો અને ગજેન્દ્રોના હાડકાઓના ઢગલાઓથી બિહામણું બનેલું જંગલ હંમેશા મુસાફરોને યમનગરીની જેમ ઉત્કૃષ્ટ સંતાપ કરે છે. હાથીઓના મદના ગંધ સમાન ગંધવાળા સતવન નામના વૃક્ષોમાં હાથીઓ હશે એવી શંકાથી નિષ્ફળ છાપો મારતા સિંહો જેમાં ભમે છે એવું જંગલ છે. જેમાં વૃક્ષના અગ્રભાગ પર રહેલા વાનરો સતત ઉષ્ણ-શ્વાસોશ્વાસના પવનોથી હેમંતઋતુને પસાર કરે છે. આવા પ્રકારની તે અટવી અતિ વિસ્તૃત છે. ભૂખ તરસથી પીડાયેલો કુમાર તે અટવી ઓળંગીને ત્રીજા દિવસે તપથી કૃશ થયેલ છતાં પ્રસન્ન મનવાળા એક તાપસને જુએ છે. તેના દર્શન માત્રથી પણ તેને જીવવાની આશા બંધાઈ. પગમાં પડવાપૂર્વક તેણે પુછ્યું ભગવન્! તમારો આશ્રમ ક્યાં છે ? તેણે આશ્રમનું સ્થાન કહ્યું. પછી કુલપતિની પાસે લઈ ગયો અને કુલપતિએ પ્રેમપૂર્વક પુછ્યું: હે મહાભાગ ! આ અટવી ઘણી આપત્તિઓથી ભરેલી છે અને સજ્જન નથી રહિત છે તેથી તારું અહીં હમણાં આગમન કેવી રીતે થયું ? આ પ્રશ્ન સદ્ભાવપૂર્વકનો છે એમ જાણીને કુમારે પોતાના ઘરનો સર્વ પણ વૃત્તાંત કુલપતિને યથાસ્થિત કહ્યો. દુર્ભાગ્ય અને સ્નેહની પરવશતાથી કુલપતિએ કહ્યું કે હું તારા પિતા બ્રહ્મરાજાનો નાનો ભાઈ હતો. તેથી હે વત્સ આ આશ્રમ તારો પોતાનો જ છે. તું ભય વિના અહીં રહે. વિષાદને છોડ. સંસારના ચરિત્રો આવા પ્રકારના હોય છે. જેમ પાણીના રેંટ-યંત્રમાં ભરાયેલી ઘડીઓ ઊંધી વળી ક્ષણથી ખાલી થાય છે તેમ અહીં ભવચક્રમાં લક્ષ્મીના આવાસ અને લોકમાં ઉત્તમકુળવાળા જીવો કાળના વશથી વિપરીત થાય છે, અર્થાત્ દરિદ્ર અને નીચકુળવાળા બને છે. (૧૦૧) સ્ત્રીચરિત્રો વિશે કોઇએ કોઈની સાથે વિસ્મય કે વિષાદ ન કરવો જોઈએ, કારણ કે ચંચળમનવાળી આ અનાર્યા સ્ત્રીઓ પોતાના મનની ચંચળતાથી વિરાગીઓ વિશે પણ રાગવાળી થાય છે અને રાગીઓ વિશે નિમિત્ત વિના જ પણ વિરાગને પામે છે. ક્ષણમાં રક્ત(=લાલ) અને અંતમાં અંધકારને ફેલાવનારી ક્રૂર સંધ્યાની જેમ ક્ષણમાં રાગી અને (પરિણામે) ક્રૂર એવી સ્ત્રીઓના વશમાં કોણ સુખ પામે ? તેથી વિષાદને છોડ, કેમકે ધીર પુરુષો જ વિષમ દશાનો પાર પામે છે. કાયરો ઊંડા જળમાં પડેલા અતાની જેમ જલદીથી ડૂબે છે. (૧૦૫) કુલપતિના હૈયાનો અભિપ્રાય જાણ્યો છે જેણે એવો કુમાર ત્યાં રહેવા લાગ્યો. વાદળાઓથી આકાશતળને વ્યાકુલિત કર્યું
૧. તરવાનું નહીં જાણનાર.