________________
ઉપદેશપદ : ભાગ-૧
૨૨
જળથી ધોવાઇ છે દિશાઓ જેના વડે, ઊંચાઇ ગુણથી સ્પર્શાયેલ છે સૂર્યના રથના અગ્રભાગની ધારા જેના વડે એવા એક મહેલને જુએ છે. (અર્થાત્ તે મહેલ ઘણી કાંતિવાળો અને ઊંચો છે.) પાસે આવેલા સરોવરના જળથી શીતલ થયેલ પવનથી અત્યંત શાંત થયેલા તાપના પ્રસરવાળા, મણિથી રચેલ રમ્ય તળવાળા મહેલને જુએ છે. કુમાર ક્રમથી મહેલના સાતમા માળે ચઢ્યો અને કમળના દળના જેવી આંખવાળી, લાવણ્યરૂપ જળના સમુદ્ર સમાન એક કન્યાને જુએ છે. પછી રૂપથી આકર્ષિત થયું છે મન જેનું, વિકસિત થઇ છે આંખો જેની એવો કુમાર ફરી ફરી તે જ કન્યાને જોતો આ પ્રમાણે વિચારવા લાગ્યો. વિધિએ અપૂર્વ પરમાણુઓ લઇ અમૃતની સાથે મિશ્રણ કરીને પોતાની શિલ્પકળા બતાવવા આનું (કન્યાનું) નિર્માણ કર્યું છે.(૧૪૬) ખરેખર તેના મુખપર ઈર્ષ્યાને ધારણ કરતો ચંદ્ર ચરણોથી ચુરાયો છે. જો એમ ન હોત તો પગના નખના બાનાથી ખંડિતપણાને કેવી રીતે ધારણ કરત ! તેનું નિતંબબિંબ ગંગા નદીના વિપુલ રેતીના કાંઠાને જીતી લેનારું છે. જાણે ત્રણ જગતને જીતવાથી થાકેલા કામદેવનું શયન પીઠ ન હોય ! આનો મધ્યભાગ કામદેવરૂપી હાથીની સૂંઢના અગ્રભાગથી પકડીને દબાવવાથી પાતળો કરાયેલો છે. તે મધ્યભાગમાં રહેલ રોમરાજી બાના રૂપે છે. પણ ખરેખર તો તે કામરૂપી હાથીના મદનો લેખ છે એમ હું માનું છું. આની આ નાભિ સ્વભાવથી ગંભીર છે. એનાથી લોક માને છે કે જગતનો વેધ કરનારા કામરસની વાવડી છે. પોતાના શરીર વડે ત્રણ ભુવન જીત્યું છે એવું જણાવવા માટે વિધિએ કરેલી ત્રણ રેખાઓ આના ઉદર ઉપર ત્રણ વિલના બહાનાથી શોભી રહી છે, એમ હું માનું છું. કામદેવને ઉચિત ક્રીડાના સ્તંભની પીઠ સમાન જે આની ઉન્નત ભરાવદાર સ્તનમંડળવાળી છાતીની શોભા છે તેને કોણ (પુણ્યશાળી) મેળવે ? આની નખરૂપી ફૂલોથી યુક્ત કોમળ હથેળીવાળી સ્નિગ્ધરૂપવાળી બંને પણ ભુજાઓ કલ્પવૃક્ષની લતાની જેમ શોભે છે. આનું કાળીકાંતિમયવાળના સમૂહવાળું મુખ ચંદ્રપર અતિકાળા મેઘના પટલથી નિર્માણ થયેલ શિશમંડળની જેમ શોભે છે. આની દીર્ઘ નયણરૂપ નદીમાં કામદેવરૂપી પારધી નિરંતર સ્નાન કરે છે. જો એમ ન હોત તો નદીના તટ ઉપર ધનુર્તતા જેવી ભ્રમરો કેવી રીતે દેખાત ? આના ગૌરવર્ણા મુખ ઉપર સ્વાભાવિક શોણમણિ જેવી પ્રભાવાળા હોઠ સફેદ કમળમાં રહેલા ચાર પાંદડીવાલા લાલ કમળની જેમ શોભે છે. નયનરૂપી નદીના પ્રવાહને રોકવામાં કુશળ ભૃકુટીરૂપી ધનુષ્યને અંતે રહેલા આના કર્ણો કામદેવરૂપી પારધીના જાણે પાશ હોય તેમ શોભે છે. અહો ! આના દેહ ઉપર અવયવરૂપ જે જે અંગો દેખાય છે તે તે કલ્પવૃક્ષની વેલડીની જેમ મનની શાંતિ કરનારા છે. (૧૫૮)
કન્યાએ કુમારને જોયો એટલે અભ્યુત્થાન કર્યું અને આસન આપ્યું. કુમારે પુછ્યું: હે સુંદરી! તું કોણ છે ? અહીં કેમ વસે છે ? ભયથી રુંધાઇ ગયું છે ગળું જેનું એવી