________________
ઉપદેશપદ : ભાગ-૧ એટલામાં પર્વતમાંથી નીકળતી એક નદી પાસે રથ પહોંચ્યો ત્યારે રથમાં જોડેલા ઘોડા થાક્યા, કોઈક રીતે કુમારની ઊંઘ ઊડી ગઈ. આળસ મરડીને કુમાર ચારે દિશામાં નજર કરે છે તેટલામાં ક્યાંય વરધનુને ન જોયો. એટલે આજુબાજુમાં પાણી લેવા ગયો હશે એમ કલ્પના કરી. પછી કુમારે નવા વાદળની ગર્જના જેવો ગંભીર અવાજ કર્યો, પ્રત્યુતર ન મળ્યો. પછી કોઈક રીતે અતિઘણી લોહીની ધારાથી ખરડાયેલી રથની ધુરાને જોઈને સંભ્રમિત થયો. વરધનુ હણાયો છે એમ ખોટી કલ્પના કરી સંધાઈ છે સર્વાંગમાં ચેતના જેની એવો કુમાર રથમાં પડ્યો. રતવતી વડે શીતલજલ અને પવનથી ચેતનવંતો કરાયો ત્યારે ભાનમાં આવેલો કુમાર “હા હા ભાઈ” એમ બોલતો રોવા લાગ્યો. રતવતીએ માંડમાંડ રુદનને શાંત કર્યું. પછી કુમારે રતવતીને કહ્યું: હે સુંદરિ ! શું વરધનુ જીવે છે કે મરી ગયો છે ? તેની કંઇપણ ચેણ સ્પષ્ટ દેખાતી નથી. તેથી તે સુતનુ ! તેની શોધ માટે મારે પાછું જવું ઉચિત છે. રતવતીએ કહ્યું: આ જંગલ ઘણા જંગલી પ્રાણીઓથી ભરેલું છે. હે પ્રાણનાથ! માંસપેશી સમાન સર્વ સામાન્ય એવી મને તમે શા માટે છોડવા ઇચ્છો છો ? તથા વસતિ નજીકમાં જ વર્તે છે, કારણ કે લોકોની અવર જવરથી ઘાસ અને કાંટા વગેરે આ પ્રદેશમાં કચડાયેલા દેખાય છે. તેથી નગરમાં પહોંચીને પછી તમારે ઉચિત હોય તે કરજો. પછી ' કુમાર મગધપુરની તરફ જવા લાગ્યો અને તે દેશના સીમાડાના એક ગામમાં પહોંચ્યો. ત્યાં ગામના ભાવિક મુખીએ તેનું રૂપ જોઇને મનથી વિચાર્યું કે આ કોઈક મહાત્મા ભાગ્યના વશથી એકલો થયો છે. બહુ ગૌરવપૂર્વક પોતાને ઘરે લઈ જઈ, સુખાસન પર બેસાડીને પુછ્યું: હે મહાભાગ! ઉદ્વિગ્ન કેમ છે ? આંખના આંસુ લૂછીને કહે છે કે મારો નાનો ભાઈ ચોરોની સાથે લડાઈ કરવા ગયો છે, આથી તેનું શું થયું હશે તેની તપાસ માટે મારે જવાનું છે. પછી ગ્રામમુખીએ કહ્યું કે તું અહીં ખેદ ન કર. જો તે ગહન વનમાં હશે તો હું તેને પાછો લઈ આવીશ. કારણ કે આ અટવી મારે વશ છે. પછી પોતાના માણસો તપાસ કરવા મોકલ્યા. સર્વત્ર તપાસ કરીને પાછા આવીને તેઓએ જણાવ્યું કે અમે જંગલમાં કોઈને પણ જોયો નહીં. ફક્ત કોઈક સુભટના શરીરને વીંધીને પૃથ્વી ઉપર પડેલું યમરાજની જિલ્લા સમાન આ બાણ મળ્યું છે. તેના વચન સાંભળીને ઉત્પન્ન થયો છે તીવ્ર ખેદ જેને એવો કુમાર લાંબો સમય શોક કરીને મહાકષ્ટથી બાકીનો દિવસ પૂરો કરે છે તેટલામાં રાત્રિ શરૂ થઈ ત્યારે રતવતીની સાથે સૂતો. રાત્રિનો એક પહોર વીત્યો ત્યારે ચોરોની ધાડ પડી. જેમ પ્રચંડ પવનથી આકાશમાં વાદળ વેરવિખેર થઈ જાય તેમ કુમારે અત્યંત ખેંચીને ધનુષ્યમાંથી છોડેલા બાણોના પ્રહારથી ચોરો નાશી ગયા. ગામ લોકોની સાથે ગામ મુખીએ
૧. જંગલમાં પડેલી માંસપેશીને ખાવા સર્વ પશુપક્ષીઓ દોડે છે તેમ માંસપેશી સમાન મારો પરાભવ કરવા
સર્વે ઉદ્યત છે. આ જંગલમાં મારું રક્ષણ થવું ઘણું કપરું છે તેથી જલદી નગરમાં જઈએ.