________________
૩૮
ઉપદેશપદ : ભાગ-૧ ભુવનોદર ભરાયું. ભાલા, શૈલ્ય, તલવાર, બાણોથી ભયભીત થયેલા સૈનિકો ભુજા કાયર થયા. શસ્ત્રોના સંઘટ્ટાથી વીજળીની છોળો ઉછળી. સુભટો પ્રાણની દરકાર રાખ્યા વિના સન્મુખ થયા. બંધાયેલી ડોકવાળા વેતાલોની જેમ સૈનિકો નાચવા લાગ્યા. શાકિનીઓ લોહી પીવા લાગી. શાના મારથી છત્ર અને ધ્વજો છેદાવા લાગ્યા. મરેલા સૈનિકોના લોહીની નદીઓ વહેલા લાગી. ઘણા શૂરવીર ભટોના કબંધો (ધડ) પ્રગટપણે ચાલવા લાગ્યા. લાખોની સંખ્યામાં સૈનિકોના મસ્તકો દેખાવા લાગ્યા. યમનગરના લોકોને પરમ ઉત્સવ થયો. આ રીતે બને પણ સૈન્યોનું ભીષણ યુદ્ધ થયું. (૪૮૦)
પછી મુહૂર્તમાત્રથી પોતાના સૈન્યના ભંગને જોઇને ધીઠાઇથી દીર્ધ બ્રહ્મદત્તની સન્મુખ દોડ્યો. વાવલ, ભાલા અને શૈલ્યો વગેરેથી દેવો અને મનુષ્યોને આશ્ચર્યકરે એવી શ્રી બ્રહ્મદર અને દીર્થની લડાઈ થઈ. નવા સૂર્યમંડળ સમાન, અતિતીણ ઉગ્રધારવાળું, અતિઘોર, શત્રુસૈન્યને નાશ કરનારું, એક હજાર યક્ષેથી અધિષ્ઠિત એવું ચક્ર પંચાલાધિપના પુત્રના હાથમાં આવ્યું. પછી તત્ક્ષણ ફેંકાયેલા ચક્રથી દીર્ઘનું મસ્તક છેદયું. ગંધર્વ, સિદ્ધ ખેચર અને મનુષ્યોએ કુસુમવૃષ્ટિ કરી અને કહ્યું કે હમણાં આ બારમો ચક્રી ઉત્પન્ન થયો છે. કાંપીત્યપુરની બહાર ચૌદરતના અધિપતિનો બાર વરસ સુધી અતિમહાન ચક્રવર્તી મહોત્સવ પ્રવર્યો. (૪૮૬).
હવે કોઈકવાર દેશો ભમવામાં જોવાયેલો એક બ્રાહ્મણ ભોગો ભોગવતા તે નવનિધિના સ્વામી પાસે આવ્યો. તેણે બ્રહ્મદત્તને અનેક સ્થાનોમાં વિવિધ પ્રકારની સહાય કરી હતી જે અતિભક્તિવાળો અને પરમ પ્રણયનું સ્થાન હતો. બાર વરસ સુધી અભિષેક મહોત્સવ ચાલતો હતો ત્યારે દ્વાર પ્રવેશ નહીં મળવાથી ચક્રીને મળી શક્યો નહીં. બાર વરસને અંતે દ્વારપાળની ઘણી સેવા કરી ખુશ કરી તેની મહેરબાનીથી ચક્રીને મળ્યો. બીજા આચાર્યો કહે છે કે બાર વરસ સુધી ચક્રવર્તીને મળી શકતો નથી ત્યારે તે મોટા વાંસમાં જીર્ણ જોડાઓને પરોવીને રાજાની બહાર નીકળવાના સમયે પોતાની જોડાની ધ્વજાને હાથમાં લઇને જે બીજા ધ્વજવાહકો હતા તેને ઉગ્રવેગથી દોડીને મળ્યો. ત્યારે રાજાએ તેને જોયો. આ ધ્વજા કેવી છે ? એમ વિચાર્યું અને તેને પુછ્યું. બ્રાહ્મણે કહ્યું કે આ તમારી સેવાકાળનું માપ છે. હે દેવ ! તમારી સેવા કરી ત્યારથી મેં આટલા કાળ સુધીમાં આટલા જોડા ઘસી નાખ્યા છતાં કોઈપણ રીતે તમારું દર્શન ન થયું. સુકૃતજ્ઞતાથી પૂર્વના ઉપકારોને મનમાં યાદ કરતા બ્રહ્મદરે સંતુષ્ટ હૈયાથી કહ્યું હે ભદ્ર ! એક વરદાન માગ. હું મારી પતીને પૂછીને પછી તેને જે પ્રિય હશે તે માગીશ એમ કહી પોતાના ઘરે ગયો અને સ્ત્રીને પુછ્યું. સ્ત્રીઓ ઘણું કરીને અતિ નિપુણ બુદ્ધિવાળી હોય છે તેથી તેણીએ વિચાર્યું કે બહુવિભવવાળો આ પરવશ