________________
૪૪
ઉપદેશપદ : ભાગ-૧ રતો અને કરીયાણાની વસ્તુઓથી પ્રસિદ્ધ થઈ છે કીર્તિ જેની એવી તામ્રલિપ્તિ નગરીમાં નથી નિયમન કરાયું ચિત્ત જેનું (અર્થાત્ જેણે પરિગ્રહ પરિમાણવ્રત લીધું નથી) એવો સમુદ્રદત્ત નામનો વણિક હતો. તે ક્યારેક વિવિધ પ્રકારની વસ્તુઓથી વહાણને ભરી રતદ્વીપમાં ગયો અને રતોનો સંયોગ કર્યો, અર્થાત્ ઘણાં રતો ભેગા કર્યા. મનોરથ પૂર્ણ થવાથી તે પાછો વળ્યો. એટલામાં સમુદ્રની મધ્યમાં તામ્રલિપિ નજીક આવે છે તેટલામાં પુણ્યના ક્ષયથી તેનું વહાણ ભાગ્ય અને અતિગહન સાગરમાં ચારે દિશામાં તેના સર્વપણ રતો વેરાયા અને તે સમુદ્રદત્ત પાટિયાને પ્રાપ્ત કરી કોઈપણ રીતે કાંઠે પહોંચ્યો. ખારા જળથી ભીનું થયું છે સર્વ શરીર જેનું એવો તે કલુષિત ચિત્તવાળો થયો. સ્વસ્થ થયા પછી રતોની તપાસ કરાવી. જેમ તેને સમુદ્રમાંથી રત્નોનો સમૂહ ફરી પાછો મળવો દુર્લભ છે તેમ અહીં ભ્રષ્ટ થયેલ મનુષ્યભવ ફરી પાછો મળવો દુર્લભ છે.
ગાથાનો અક્ષરાર્થ– રયો ત્તિ એ દ્વાર પરામર્શ છે. જેનું વહાણ ભાંગી ગયું છે એવો તે સમુદ્રદત્ત વણિક છે. અહીં મૂળ ગાથામાં તેનું નામ નથી આપ્યું. તેણે રતદ્વીપની અંદર જે રતો ઉપાર્જન કર્યા તેનો નાશ સમુદ્રમાં થયો. પછી તે વણિક સમુદ્રના તળિયામાં રતોની તપાસ કરાવે છે છતાં રતનો મળતા નથી તેમ મનુષ્યજન્મ ગુમાવી દીધા પછી મનુષ્યભવ મળતો નથી એમ પૂર્વના મુનિઓએ કહેલું છે.
આવશ્યક ચૂર્ણિમાં આ રતનું દૃષ્ટાંત બીજી રીતે આપેલું છે. તે આ પ્રમાણે, નીતિથી શોભતા વિશાળ જનસમુદાયથી સમાકર્ણ એવું સુકોશલ નામનું નગર હતું. તેમાં ધનદત્ત નામનો વણિક અદ્ભુત સંપત્તિનો માલિક હતો. તેની પ્રિય પતી ધનશ્રીને આઠ પુત્રો થયા અને તેની પાસે ઘણી રતરાશિ સંપત્તિ તેમજ અગણિત ઘરવખરી હતી. તે નગરમાં વસંતોત્સવ શરૂ થયો ત્યારે જેની પાસે જેટલા ક્રોડ ધન હોય તે તેટલી ધજાઓ ફરકાવે છે. પણ તે વણિક રતોનું મૂલ્ય ક્રોડમાં પણ આંકી શકવા સમર્થ નથી. તેથી ધ્વજાઓ ફરકાવતો નથી. કાળથી તે વૃદ્ધ થયો ત્યારે કોઈક વખતે કાર્યના વશથી બહાર દૂર દેશાંતર ગયો એટલે તરુણ બુદ્ધિવાળા પુત્રોએ ધ્વજાના કુતૂહલને મનમાં કરીને રતો વેંચવાનું શરૂ ક્યું અને ઘણી ધનકોટિઓ ઉપાર્જન કરી. તેઓએ પ્રત્યેક મહોત્સવમાં પવનથી ફરકતી કણ કણ અવાજ કરતી ઘુઘરીઓના સમૂહથી યુક્ત પોતાના મહેલ પર સેંકડો પંચવર્ણી ધ્વજાઓ ફરકાવી. આ પ્રમાણે પ્રવૃત્તિ ચાલી રહી છે ત્યારે તેઓનો પિતા પાછો આવ્યો. તેણે પુછ્યું કે રતો અમૂલ્ય હતા તેને કેમ વેંચ્યા ? આવું અણઘટતું કેમ આચર્યું ? તે ચાલી ગયેલા વણિકોને મૂલ્ય પાછું આપી તે રતો મારા ઘરે જલદી પાછા આવે તેમ કરો, અર્થાત્ તમે ધન પાછું આપી મારા રતો લઈ આવો. તે આઠે પુત્રો વણિકોને શોધવા પારસકૂલ વગેરે