________________
ઉપદેશપદ : ભાગ-૧
નગરના સર્વ સ્થાનોમાં દિવ્યો વડે શોધાય છે ત્યારે હાથીએ ગધેડા પર આરૂઢ થયેલા, સૂપડાના છત્રવાળા, કોડિયાની માળા પહેરેલા, લાલગેરુ ચોપડેલા, મેશના લીંપણથી લીંપાયેલ છે શરીર જેનું એવા, સામે આવતા મૂલદેવ ચોરને જોયો. હાથીએ ચિત્કાર અને ઘોડાએ મોટો હેસારવ કર્યો. હાથી કળશને લઇ અભિસિંચન કરી પોતાના સ્કંધ ઉપર બેસાડે છે. હાથી ઉપર બેઠેલા મૂળદેવ ઉપર તુરત છત્ર ધરાયું અને ચામર ઢળ્યા. બંદી વૃંદોએ સર્વ નભાંગણના માર્ગને ભરી દેનારું વાજિંત્ર વગાડ્યું અને અતિ મહાન જયનાદ કર્યો. નગરના ચોકમાં મોતી અને મણિઓથી મંડિત રાજસભામાં પહોંચ્યો, સામતવર્ગે સિંહાસન પર બેઠેલા મૂળદેવને નમસ્કાર કર્યા. પોતાના પ્રતાપથી વૈરી રાજાઓનો પરાભવ કરીને મહારાજા થયો. સજ્જનોના મનને રંજિત કરી તે ઇચ્છા મુજબ રાજ્યસુખને ભોગવે છે. લોકમાં પ્રવાદ થયો કે આણે સ્વપ્રમાં ચંદ્રમંડળનું પાન કર્યું છે તેના પ્રભાવથી આવા પ્રકારનું રાજ્ય મેળવ્યું છે અને તે મુસાફરે આ હકીકતને સાંભળી અને વિચાર્યું કે મને આવા પ્રકારનું રાજ્ય કેમ ન મળ્યું ? લોકે કહ્યું કે અયોગ્યની પાસે સ્વપ્ન પ્રકટ કરવાના દોષથી નરનાથપણું ન મળ્યું. આથી હું આવું જ સ્વપ્ર ફરીવાર મેળવું અને તે સ્વપ્ર કોઇ નિપુણને કહીશ જેથી આવી રાજ્યની સંસિદ્ધિ પ્રાપ્ત થાય. પ્રચુર દહીં-છાશવાળું ભોજન કરીને સુનારો તે ઇચ્છામુજબ સ્વને માગતો ઘણો કાળ ક્લેશ પામ્યો. પણ તેવું સ્વપ્ર ફરી ન આવ્યું. જેવી રીતે તેને ફરી આવા પ્રકારનું સ્વપ્ર દુર્લભ છે તેમ મનુષ્યોને અપારસંસારમાં ભ્રષ્ટ થયેલ મનુષ્યભવ ફરી મળવો દુર્લભ છે. હવે પ્રસ્તાવથી પ્રાપ્ત થયેલો કથાનકનો બાકીનો થોડો ભાગ છે તે કહેવાય છે. (૯૨)
કોઇ વખત તે રાજા વિચારે કે મને મદ ઝરતા શ્રેષ્ઠ હજાર હાથીઓવાળું રાજ્ય મળ્યું. એક અહીં દેવદત્તા નથી તેથી ન્યૂન (ખામી) લાગે છે. કારણ કે કહ્યું છે કે સ્નેહાળ નિષ્કારણ ત્યાગ કરતો નથી. ૠષિ સેંકડો સંકટોમાં પણ મુંઝાતો નથી, વૈભવી ગર્વિત થતો નથી, સજ્જન સરળ સ્વભાવી હોય છે, સુભગ ચંદ્ર જેવો સૌમ્ય હોય છે. આવા મનુષ્યના સંગમાં સ્વર્ગ છે કે પર્વતના શિખર ઉપર સ્વર્ગ છે ?
૫૦
દાન અને માન સ્વીકારાયા છે જેના વડે, કરાયો છે નમસ્કાર જેને, ઘણા પ્રકારે કરાઇ છે પ્રાર્થના જેને એવા ઉજ્જૈનીના સ્વામીએ મૂળદેવને દેવદત્તા સમર્પિત કરી. સદ્ધડભટ્ટે સાંભળ્યું કે મૂળદેવે રાજ્ય મેળવ્યું છે એટલે તે જલદીથી બેન્નાતટ નગરે આવ્યો. રાજાને મળ્યો. મૂળદેવે તેને ઉત્તમ ગામ સાથે રજા આપીને કહ્યું કે મારા દૃષ્ટિપથમાં તારે ન આવવું તેમ વર્તવું. (૯૬)
હવે કોઇક વખત ઉજ્જૈનીથી ધનોપાર્જન માટે ઘણાં લોકોની સાથે અચલ દેશાંતર ગયો. ત્યાં ઉપાર્જન કરાયેલ ઘણા વિભવથી ગાડાઓ ભરીને અચલ ભાગ્યના વશથી બેન્નાતટ નગરે આવ્યો. ત્યાં મજીઠાદિ કરીયાણામાં ઘણી કિંમતી વસ્તુઓ છૂપાવીને કરચોરી