________________
૪૭
ઉપદેશપદ : ભાગ-૧ શકાય તેવી ગંડેરી બનાવીને મોકલી છે. અચલે મોટો વ્યય કર્યો પણ મને ઉપયોગી થાય એવી રીતે સુધારીને ન મોકલાવી. આ એકાંતથી મૂલદેવના ગુણો જુએ છે એમ ખેદ પામેલી માતા વિચારવા લાગી કે, એવો કયો ઉપાય કરું જેથી આ મૂલદેવ અચલથી પરાભવ પામે અને મારા ઘરે ફરી આવતો બંધ થાય. (૩૦)
હવે કોઈક વખત તેણીએ અચલ સાર્થવાહને કહેવડાવ્યું કે તમારે કપટથી અન્ય ગ્રામ પ્રયાણ કરી સંધ્યા સમયે અહીં આવવું. તેણે તે રીતે ગમન કર્યું. એટલે ખુશ થયેલી દેવદત્તાએ મૂલદેવને ઘરે બોલાવ્યો અને કેટલામાં તેની સાથે ક્રીડા કરે છે તેટલામાં અચલ સાર્થવાહ વિદ્યુતની ઝડપની જેમ જલદીથી ત્યાં આવ્યો અને ગૃહની અંદર પ્રવેશ્યો અને મૂલદેવ શયા નીચે છુપાઈ ગયો એમ અચલે જાણ્યું. ગણિકાને કહ્યું કે આ જ શય્યા પર મારે સ્નાન કરવું છે. તે કહે છે કે ફોગટ આ શપ્યા કેમ ખરાબ કરો છો ? અચલે કહ્યું કે મારી જ શપ્યા બગડે છે પણ તારુ કાંઈ બગડતું નથી. અભંગન ઉદ્વર્તનાદિથી સ્નાનવિધિ શરૂ કરાયો. પાણીના કળશ રેડવા સમયે મૂલદેવ વિચારવા લાગ્યો કે અરે ! અરે ! વ્યસનોના વશથી તારે પોતાને આ પ્રમાણે સંકટો આવ્યા. હ્યું છે કે
“સંપત્તિઓને પ્રાપ્ત કરીને કોણ ગર્વિત નથી થયો? કયા વિષયીની (વિષયોને ભોગવનારની) આપત્તિઓ નાશ પામી ? આ જગતમાં સ્ત્રીઓથી કોનું મન મરડાયું નથી ? રાજાઓને કોણ પ્રિય હોય? કોણ કાળ(યમરાજ)નો કોળિયો નથી થયો ? એવો કોણ યાચક છે જે માનને પામ્યો હોય ? અથવા દુર્જનોની જાળમાં ફસાયેલો કયો પુરુષ કુશળતાથી બહાર નીકળ્યો છે ?”
જારની જેમ પાણીથી ભિંજાયેલો મૂલદેવ જેટલામાં શય્યા નીચેથી નીકળે છે તેટલામાં અચલે સજ્જડ મૂઠીથી માથાના વાળ પકડીને કહ્યું કે હમણાં હું તને શું કરું ? અર્થાત્ શું શિક્ષા કરું ? મૂલદેવ કહે છે કે પોતાના દુશ્ચરિત્રના વશથી હું તારા હાથે પકડાયો છું. તેથી તને જે ગમે તે કર. તેની વચન ચતુરાઈને સાંભળીને આશ્ચર્યચકિત થયેલો અચલ કહે છે કે ખરેખર ભાગ્યની પરિણતિથી સજ્જનો પણ આવી આપત્તિને પામે છે. સંપૂર્ણ અંધકારનો નાશ કરનાર, જગતમાં ચૂડામણિપદને પામેલો સૂર્ય પણ રાહુથી કષ્ટને પામે છે. હે ભદ્ર ! કયારેક કષ્ટમાં પડેલા મને પણ સહાય કરજે એમ કહી સત્કાર કરીને અચલે મૂલદેવને રજા આપી. પૂર્વે ક્યારેય પ્રાપ્ત નહીં થયેલ પરાભવના કલંકથી લજ્જિત અને વિલખો થયેલો મૂળદેવ બેન્નાતટ નગર તરફ જવા લાગ્યો. ભાથામાત્રથી પણ રહિત મહાઅટરીના
૧. અવનવા એટલે + ગwારે ચાલે નહીં તે સ્થિર (સજજડ-દઢ) અને વર મમ તિ
પ્રવર: એટલે મૂઠી, અર્થાત્ સજ્જડ મૂઠીથી.