________________
૪૬
ઉપદેશપદ : ભાગ-૧ હવે કોઈક વખત વસંતોત્સવ સમયે અચલ સાર્થવાહે મૂળદેવની સાથે શિબિકામાં આરૂઢ થયેલી ઉદ્યાનમાં ક્રીડા નિમિત્તે જતી દેવદત્તાને જોઈ. તત્ક્ષણ તેના ઉપર ગાઢ રાગી થયેલો સાર્થવાહ વિચારે છે કે આ ધન્યપુરુષોને યોગ્ય છે. તેથી કયા ઉપાયથી આ મારા મનોરથોને પૂર્ણ કરનારી થાય ? તેના અનેક દાનાદિ પ્રકારે ઉપચાર કરવા લાગ્યો, અર્થાત્ ગણિકા પોતા પર રાગવાળી થાય તે માટે અનેક વસ્તુઓનું દાન કરવા લાગ્યો. ગણિકાઓ ઉપચાર માત્રથી વશ થનારી હોય છે, તેથી જે તે ઉપાયથી વેશ્યાને પોતાની રાગી કરી. વેશ્યાએ ઘણા સ્નેહને બતાવનાર અચલનું બહુમાન કર્યું. અર્થાત્ અચલના ભોગની પ્રાર્થના સ્વીકારી. સંધ્યા સમયે ઉદ્ભટ શૃંગાર કરી અચલ શ્રેષ્ઠ ચિત્રોવાળી ભીંતથી યુક્ત, નિર્મળ મણિઓથી જડેલી ભૂમિવાળા, ચંદરવાથી સહિત, દીપતા રતોના દીપકોની પ્રભાથી નાશ કરાયો છે અંધકારનો સમૂહ જેમાં એવા વાસભવનમાં આવ્યો. તેણીએ આસનાદિના પ્રદાનથી સત્કાર કર્યો. અચલની સાથે ઘણાં ભોગો ભોગવતી તે આ પ્રમાણે કાળ પસાર કરે છે, પરંતુ તે મૂલદેવને વિષે હંમેશા જ અત્યંત સ્નેહવાળી છે. અક્કાના ભયથી આ મૂલદેવને પોતાના ઘરમાં લાવતી નથી, ચિત્તમાં કંઈક ખિન્નતા પામે છે. માતાએ તેના આ ભાવને જાણ્યો અને કહ્યું: હે પુત્રી! તને જે ગમે છે તેનો તું પ્રથમ પ્રવેશ કરાવ (લાવ) આમ કેમ ઝૂરે છે ? સમયે તેણીએ મૂળદેવને પ્રવેશ કરાવ્યો અને અક્કાએ મૂલદેવને કહ્યું: તે આ પ્રમાણે- “સ્ત્રી અપાત્રમાં રમે છે, વિષ્ણુ (વરસાદ) પર્વત ઉપર વરસે છે, લક્ષ્મી નીચનો આશ્રય કરે છે, પ્રાયઃ પ્રાજ્ઞ નિર્ધન હોય છે.” દેવદત્તા કહે છે કે હું ધનમાં લુબ્ધ નથી પણ ગુણમાં લુબ્ધ છું. સર્વ જ ગુણો અહીં મૂલદેવમાં જ રહેલા છે. માતાએ કહ્યું કે- અચલ અનેક ગુણસમૂહથી યુક્ત છે તેથી તને અર્પણ કરાયો છે. તે કહે છે કે તો તેની પરીક્ષા કરો. પછી તેણીએ દાસીને શિખામણ આપી કે અચલની પાસે જઈને કહે કે તારી વલ્લભાને શેરડી ખાવાની ઘણી ઈચ્છા થઈ છે. તેની આ માગણીથી સૌભાગ્યવંતોમાં પોતાને અગ્રેસર માનતો અચલ શેરડીના અનેક ગાડાઓને મોકલે છે. માતાએ કહ્યું કે અચલની ઉદારતાને તું જો એક વખત કહેવાથી જેણે આટલો મોટો વ્યય કર્યો. વિષાદ સહિત તે કહે છે કે શું હું હાથીણી છું ? જેથી સમાર્યા વિનાના મૂલસહિત આટલા શેરડીના સાઠાઓ મોકલ્યા છે. તો પછી મૂલદેવને કહેવડાવ તે શું મોકલે છે તે આપણે જોઈએ. દાસીને મોકલી ભૂલદેવને જણાવ્યું. તે વખતે તે ધૂતશાળામાં હતો. પછી તેણે દશકોડી લઈ તેમાંથી બે કોડીના બે શેરડીના સાઠા લીધા, બે કોડીના બે નવા કોડિયા લીધા. બાકીની કોડીથી ચાતુર્થાત લીધી. તીણ છૂરીથી છોલીને ગંડેરી બનાવી અને સળીઓમાં પરોવી. ચાતુર્જત છાંટીને બે કોડિયામાં મૂકી દાસીને આપી તેને મોકલાવી. દેવદત્તાએ માતાને બતાવીને કહ્યું કે બંનેની બુદ્ધિનું અંતર જો. મૂલદેવે વગર મહેનતે ખાઈ ૧. ચાતુર્થાત એટલે દાલચીની, તમાલપત્ર, ઇલાઇચી અને નાગકેશરનું મિશ્રણ.