________________
૩૩
ઉપદેશપદ : ભાગ-૧
છે તે તમે જાણો જ છે. તે સમયે તમારી પાસેથી આવીને પુષ્પવતીએ મધુર સામ વચનોથી અમને આ પ્રમાણે ક્યું કે તમારો નાટ્યમત્ત ભાઇ કૌતુકથી તલવાર ચલાવતા આના (બ્રહ્મદત્ત) વડે મરણ પમાડાયો છે તેથી તમે પંચાલસ્વામીના પુત્રને પતિ તરીકે સ્વીકારો. પછી શોકમાં ડૂબેલી, બહેરો કરાયો છે અટવીનો અંદરનો ભાગ જેઓ વડે એવી અમે જેટલામાં તે વખતે રોવા લાગી તેટલામાં પુષ્પવતીએ અતિનિપુણ વચનોથી બોધ કરી તથા તેણે (પુષ્પવતીએ) નાચમત્તના વચનથી એ વાત જાણી છે કે આઓનો બ્રહ્મદત્ત પતિ થશે તથા કહ્યું કે અહીંયા તમારે કોઇ વિકલ્પ (શંકા) ન ક૨વો, મુનિ વચનને યાદ કરો અને બ્રહ્મદત્તને પતિ તરીકે સ્વીકારો. તેના વચન સાંભળીને અમે અનુરાગવાળી થઈ અને તેની વાત માન્ય કરી. પછી ઉતાવળને વશ થયેલી પુષ્પવતીએ સફેદ ધ્વજા ચલાવી. સંકેત કરાયેલી લાલ ધ્વજાને બદલે સફેદ ધ્વજા ચલાવાયે છતે તમોએ અન્યત્ર પ્રયાણ કર્યું. ભૂમિમંડલમાં તપાસ કરવા ભમતી અમે તમને ક્યાંય ન જોયા. ખેદ પામી અને અહીં પાછી આવી. જયારે અમે આજે સુખના નિધાન એવા આપને જોયા ત્યારે અમારે અચિંતનીય, અવિતર્ધિત જાત્ય સુવર્ણની વૃષ્ટિ થઈ. હે પ્રાર્થિત માટે કલ્પદ્રુમ સમાન ! હે મહાભાગ ! તમે અમારે સમીહિત (ઇચ્છિત) પુષ્પવતીના વ્યક્તિકરને આચરો (પાલન કરો). પછી ઉતાવળમાં પરવશ બનેલો કુમા૨ તેઓને પરણીને ઉદ્યાનમાં તેઓની સાથે રાત્રિ રહ્યો, સવાર થઇ ત્યારે કહ્યું કે જયાં સુધી મને રાજ્યની પ્રાપ્તિ થશે ત્યાં સુધી વિનીત થઈને તમારે પુષ્પવતીની પાસે રહેવું. તેઓએ કહ્યું: અમે તેમ કરીશું એમ કહીને તેઓ ચાલી ગઈ ત્યારે બ્રહ્મદત્ત પ્રાસાદને જુએ છે તો કંઈપણ મહેલ વગેરે દેખાતું નથી. પછી બ્રહ્મદત્તે વિચાર્યું કે ખરેખર આ વિદ્યાધરીઓએ માયા કરી છે નહીંતર આ ઇન્દ્રજાળ સમાન ઘટના કેવી રીતે બને ? (૩૮૭)
આ ચમત્કાર થયો એમ માનીને રતવતીને શોધવા આશ્રમ તરફ ચાલ્યો પણ રતવતીને ન જોઇ. તેની ખબર હું કોને પૂછું એમ વિચારી દિશાઓ જોઇ, પણ કોઇએ રતવતીને જોઇ હોય તેવો દેખાયો નહીં. તેનું જ સ્મરણ કરતો રહ્યો. ક્ષણમાત્ર પછી એક ભદ્રક પ્રકૃત્તિ પ્રૌઢપુરુષ આવ્યો અને તેને પુછ્યું: અરે! અરે! મહાભાગ ! કાલે કે આજે આ અટવીમાં ભમતી આવા વેશવાળી કોઇ બાળાને જોઇ ? તેણે પુછ્યું: હે પુત્રક! શું તું તેનો પતિ છે? હા, એમ કુમારે કહ્યું. પછી તે પુરુષ કહે છેઃ હે ભદ્રક ! બપોર પછી મેં તેને રડતી જોઇ હતી અને પુછ્યું હતું કે તું કોણ છે ? અહીં કેવી રીતે આવી ? આ શોકનું શું કારણ છે ? ક્યાં જવું છે ? ત્યારે રતવતી ગદ્ગદવાણીથી કંઈક બોલી તે ઉ૫૨થી મેં તેને ઓળખી અને કહ્યું: હે પુત્રી ! તું મારી ભત્રીજી થાય છે. પછી તેના જ કાકાને સર્વ જણાવ્યું અને કાકાને ઘરે આદરપૂર્વક લઇ જવાઇ. કાકાએ તારી તપાસ કરી પણ તું ક્યાંય દેખાયો નહીં, તેથી તું હમણાં અહીં મળ્યો તે ઘણું સારું થયું એમ કહીને તે સાર્થવાહના ઘરે લઇ ગયો